કાચી કેરીની અચારી ચટણી – અથાણા જેવા જ ટેસ્ટની આ ચટણી એક્વાર જરૂર બનાવી ખવડાવજો ઘરના સૌને…

કેરીનુ અથાણું અને ચટણી બને બનાવીયે છીયે .પણ કેરી અને અથાણાં નો મસાલો ભેગો કરી ચટણી કદી બનાવી છે ?
ના! તો ચાલો આજે બનાવીયે અચારી ચટણી. જે વરસ સુધી સ્ટોર કરી શકાય છે જેમ અથાણું કરીયે એ રીતે.તો ચાલો આજે જ બનાવીયે અચારી ચટણી જેની રીત અને ફોટા સ્ટેપ બાય સ્ટેપ આપયા છે.

સામગ્રી :-

 • ○૨ કાચી કેરી ( ૩૦૦ ગ્રામ ),
 • ○૧/૨ કપ સરસીયુ ( ૧૦૦ ગ્રામ ),
 • ○૨ ટે.સ્પૂન વરીયાળી પાવડર,
 • ○૨ ટે.સ્પૂન રાઈના કુરીયા,
 • ○૨ ટે.સ્પૂન મીઠું,
 • ○૨ ટે.સ્પૂન કશ્મિરી લાલમરચું,
 • ○૧ ટે.સ્પૂન મેથીના કુરીયા,
 • ○૧/૨ ટે.સ્પૂન હળદર,
 • ○૩/૪ ટી.સ્પૂન મરી પાવડર,
 • ○૧ ચપટી હીંગ,
 • ○૧ ટે.સ્પૂન વીનેગર,
 • ○૧ ટી.સ્પૂન રાઈ,
 • ○૧ ટી.સ્પૂન વરીયાળી,
 • ○૧/૨ ટી.સ્પૂન જીરું

રીત :-

○સૌથી પહેલાં કેરી ને છોલીને તેના કટકા કરી લો.○હવે એક કડાઈમાં થોડું તેલ લઈ તેમાં કેરીના કટકા નાખી તે નરમ થાય ત્યાં સુધી ચડવું .ચઢી જાય એટલખ એક બાઉલમાં ઠંડુ થવા મૂકવું.○કેરી ના કટકા ઠંડા થાય એટલે મિકસર જારમાં લઈ તેને પીસી લેવું.○હવે મસાલો તૈયાર કરવા એક કડાઈમાં સરસીયુ લેવું તેમાં જીરુ ,રાઈ નાખવા એ બને તતડે એટલે વરીયાળી નાખી હીંગ નાખવી , ત્યારબાદ તેમાં વરીયાળી પાવડર , હળદર , રાઈ ,મેથીના કુરીયા ,લાલમરચું ,મરી પાવડર ,મીઠું નાખી મિકસ કરવું.○હવે તેમાં કેરીની પેસ્ટ નાખી મિકસ ટરી ૧ મિનિટ સાતળી ને ગેસ બંધ કરી આ મિશ્રણ ને ઠંડુ થવા દેવું.○ઠંડુ થઇ જાય એટલે તેમાં વિનેગર એડ કરી મિકસ કરવું.○એકદમ ઠંડુ થાય એટલે એરટાઈટ કાચની બરણી માં ભરી લેવું. આ ચટણીની મજા તમે આખુ વષૅ લઈ શકો છો.

નોંધ :

* આ ચટણીને સમોસા ,કચોરી સાથે પણ ખાઈ શકો છો
* આનો ઉપયોગ કોઈ બીજી ચટણી બનાવીયે એમાં એક ચમચી આ ચટણી નાખીએ તો ટેસ્ટ બહુ સરસ આવે છે.
* કોઈ ભરેલા શાકના મસાલા માં પણ આ ચટણી નાખો તો ટેસ્ટ સરસ લાગે છે.
* તમને કોઈક વાર એવું લાગે કે ચટણી કે અથાણું જે કો એ સૂકું લાગે તો એમાં સરસીયા નુ તેલ ગરમ કરીને નાખી દેવુ.

તમે પણ આ અચારી ચટણી બનાવો અને તમારા અનુભવ મારી સાથે શેર કરો .મારી રેસીપી ને લાઈક કરવાનું ભૂલતા નહી .મિત્રો આજ રીતે રેસીપી ને લાઈક કરી મારો ઉત્સાહ વધારો.હુ તમારા માટે આજ રીતે નવી નવી વાનગીઓ લાવતી રહીશ.ત્યાર સુધી જે શ્રીકૃષ્ણ .

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ ર

ટીપ્પણી