કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું – યંગસ્ટર્સ સ્પેશ્યલ રેસિપી

કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું

આપણા વડીલો પાસે પરફેક્ટ અથાણાં બનાવવાની રેસિપી હોય જ.. એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ મારા તમારા જેવા યંગસ્ટર્સ જે રસોડામાં પા પા પગલી ભરી રહ્યા છે એમને અથાણાંની આ રીત ખૂબ પસંદ પડશે એવી આશા રાખું છું.

સામગ્રી:

  • 250 ગ્રામ – કાચી કેરીના ટુકડા,
  • 1 tbsp – રાઈના કુરિયા,
  • 3 tbsp – મેથીના કુરિયા,
  • 1 tbsp – હિંગ,
  • 100 થી 150 ml – તેલ,
  • 2 થી 3 tbsp – મરચું,
  • 1 tsp – હળદર,
  • 2 tbsp – મીઠું.

રીત:

– પહેલા એક તપેલીમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો.– તેલ થોડું ઠંડુ પડે એટલે એમાં હિંગ , રાઈના કુરિયા અને મેથીના કુરિયા ઉમેરીને મિક્સ કરો.– તેલ સાવ ઠંડુ પડે એટલે એમાં મરચું, હળદર અને મીઠું ઉમેરી બરાબર હલાવો. અને છેલ્લે, કેરીના ટુકડા ઉમેરી મિક્સ કરો અને એક જારમાં સ્ટોર કરો .આ અથાણાંને 24 કલાક પછી ઉપયોગમાં લો.

ખાસ નોંધ: આ અથાણાંને હંમેશા ફ્રિજમાં જ સ્ટોર કરવું.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી