કાચી કેરીનું અથાણું – માત્ર ત્રણ જ સામગ્રીમાંથી બનતું આ અથાણું આ સિઝનમાં જરૂર બનાવજો……

કાચી કેરીનું અથાણું

ખાલી 3 સામગ્રી થી બનાવો ઈન્સ્ટન્ટ કેરી નું અથાણુ . અથાણાં એ ભારતીય અને ગુજરાતી ભોજનનું એક ખાસ અંગ છે.  આમ બનાવ્યું અને આમ ખાઈ લીધું એવું આ અથાણું બનાવો

જ્યારે કેરી નું અથાણું બનાવવા નું વિચારીએ એટલે કેરી માં મીઠું ચોળવું ખાટા પાણી માં બોળવી આ બધી પ્રોસેસ કરવી પડે એટલે એમ થાય પછી બનાવશું ને કાલે બનાવશું. પણ હવે વિચાર આવે કે અથાણું બનાવું છે અને તરત જ ખાઈ શકાય એવું તો બનાવો.

સામગ્રી : 

  • 1 મોટી રાજપુરી કેરી,
  • 1 વાટકો તૈયાર અથાણાં નો મસાલો,
  • 2 મોટા વાટકા તેલ.

રીત : 

સૌ પ્રથમ કેરી ના નાના ચોરસ ટુકડા કરી લો.હવે એને સાદા પાણી થી 2 વાર ધોઈ ચોખ્ખા કપડાં થી એક દમ કોરી કરી લો.

હવે એક પેન માં તેલ ગરમ કરો. હવે તેલ ને એકદમ ઠારવા દો.હવે ચોરસ કરેલા કેરી ના ટુકડા માં અથાણાં નો મસાલો મિક્સ કરી હાથ થી ચોળી નાખો.હવે ગરમ કરેલ તેલ ઠરી જાય એટલે બનાવેલા કેરીના મિશ્રણ માં નાખી હલાવો..તરત જ થેપલાં કે પરાઠા સાથે સર્વ કરો.

ભોજનનો સ્વાદ વધારવું હોય કે શાક બનાવામાંનો મન નહી હોય તો આ અથાણાનો મસાલો બહુ કામ આવે છે. જો તમને પણ તેનું ટેસ્ટ પસંદ છે

ગુજરાતમાં ખાસ કરીને કેરી, ગુંદા, ડાળા, ગરમાવો, કેરડાં, કરમદાં, ચીભડાં, ગાજર, લીંબુ, મરચાં, લીલા મરી અને પપૈયામાંથી અથાણા બનાવવાનો રિવાજ છે. પણ તેમાં કેરીનો નંબર સહુથી પહેલો આવે.

ગેસ થતો હોય તે જમવા સાથે રાઈવાળા અથાણા લે તો ગેસ થતો નથી. આપણે એને વાયુ પણ કહીએ છીએ. અથાણા બનાવતી વખતે પોતાના સ્વાસ્થ્યને શું અનુકૂળ થશે એ પ્રથમ વિચારવું જરૂરી છે. પાચનશક્તિ જેની મંદ હોય તેને અથાણા તેજ કરે છે.

તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કેરી નું અથાણું.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી