કાચી કેરીનો ઇન્સ્ટન્ટ ટોપરાપાક – આ સિઝનમાં એકવાર આ ટોપરાપાક જરૂર બનાવો…..

કાચી કેરીનો ઇન્સ્ટન્ટ ટોપરાપાક

મુરબ્બો?? ગોળકેરી?? મેથમ્બો?? બાફલો?? બધું બની ગયું ને?? તો આજે તમારા મેન્યુમાં કંઇક દાઢે વળગે એવું આપણે બનાવવા જઈ રહ્યા છીએ. ટોપરાપાક તો બધાને ત્યાં બનતો જ હશે. પણ એને instantly કેમ બનાવવો એવો પ્રશ્ન ઘણાને થતો હશે.

આપણે આજે ટોપરાપાકમાં કાચી કેરી ઉમેરીશું. sounds yum ને??? તો ચાલો,શરૂ કરીએ.

સામગ્રી:

  • 1 કપ – ખમણેલી કાચી કેરી,
  • 2 tbsp – ખાંડ,
  • 1 કપ -ટોપરાનું ઝીણું ખમણ,
  • 4 થી 5 tbsp – કન્ડેન્સડ મિલ્ક,
  • જરૂર મુજબ – એલચીનો ભૂક્કો.

રીત:

– કાચી કેરીને ધોઈને પિલ કરી લો અને વ્યવસ્થિત ખમણી લો.– ગેસ ઓન કરીને એક નોનસ્ટિક પેનમાં ખમણેલી કેરી લો અને ખાંડ ઉમેરો. મિશ્રણને સતત હલાવીને ધીમા તાપે પકવી લો.

– હવે મિશ્રણમાં ટોપરાનું ખમણ અને કન્ડેન્સડ મિલ્ક ઉમેરો અને મિક્સ કરો.

– ગેસ ઓફ કરીને એલચીનો ભૂક્કો ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરીને મિશ્રણને થોડું ઠંડુ પડવા દો.– મિશ્રણમાંથી એકસરખા બોલ્સ બનાવી લો અથવા ડીશમાં ઢાળીને ચોરસ ટુકડા કરો.
કાચી કેરીનો ટોપરાપાક એકદમ તૈયાર છે.

ટીપ:

જયારે તમે ટોપરાનું ખમણ અને કંડેન્સડ મિલ્ક ઉમેરો ત્યારે ટોપરાપાક almost ready હોય છે. એટલે ગેસ સમયસર બંધ કરવાથી ટોપરાપાક સોફ્ટ બનશે.

સર્વિંગ સજેશન:

ફોટોમાં બતાવ્યા પ્રમાણે નાના બોલ્સ વાળીને ટૂથપિક્સમાં ભરાવીને સર્વ કરવાથી ટોપરાપાક સુંદર લાગશે.

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી