કાચા-પોચા હૃદયના લોકો આ વીડિયો બિલકુલ ન જોતાં

કાચાપોચા હૃદયવાળા લોકો આ વીડિયો જોતા પહેલાં થોડું ધ્યાન રાખવું જોઈએ… કારણ કે આ વીડિયો જોવાથી તમારા રૂંવાડા ઉભા થઈ શકે છે, છાતીના પાટિયા પણ બેસી શકે છે. ખરેખર આ ક્લિપમાં, એક માણસ તેની ડોકને 180 ડિગ્રી સુધી ફેરવતો જોવા મળે છે. આ ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. જનતા પણ વીડિયો જોઈ ચોંકી ઉઠી છે. કારણ કે વ્યક્તિએ રિયલ લાઈફમાં હોરર ફિલ્મોની જેમ વસ્તુ બતાવી છે. આ વ્યક્તિએ ક્લિપ તેના ‘ટિકટોક’ હેન્ડલ @ sheaabutt00 પર શેર કરી અને લખ્યું, ‘પાર્ટી ટ્રિક જો તમે કરી શકો તો #duet. પરંતુ દરેકને નમ્ર વિંનતી કે મહેરબાની કરીને કોઈએ આ ઘરે પ્રયત્ન કરવો નહીં.

image source

ક્લિપમાં તમે જોઇ શકો છો કે એક માણસ એક તરફ ડોકમાં તેનો એક હાથ અને બીજો હાથ તેના માથાની નીચે રાખે છે. ત્યારબાદ તેણે ધીમે ધીમે તેની ડોકને પાછળની બાજુ ફેરવી. આ રીતે તેણે તેની ગરદન 180 ડિગ્રી સુધી ફેરવી હતી. પછી તે ઝડપથી પાછો પોતાના મૂળ સ્થાને પાછો આવે છે. પરંતુ આસપાસના લોકો આ પરાક્રમ જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા છે. હવે વીડિયો પણ ચારેકોર વાયરલ થઈ રહ્યો છે અને લોકો ચોંકી ગયા છે. આમ તો વીડિયો ટ્વીટર પર વાયરલ કરવામાં આવ્યો છે પણ હવે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલાં ગાઝિયાબાદનો એક વીડિયો પણ ચર્ચામાં આવ્યો હતો. આ સ્ટંટ વીડિયો બૂલેટ રાણીનો હતો અને એમાં ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. છોકરીઓ આ સ્ટંટ કરી રહી હતી. બાઇક પર ગાજીબાયદનો નંબર નોંધાયેલ હતો. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે તેના પર કાર્યવાહી હાથ ધરી છે. 11 હજાર રૂપિયાનું ચાલન પણ કાપવામાં આવ્યું છે, આ સિવાય બીજો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં ત્રણ યુવતીઓ બુલેટ પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ અંગે પોલીસ કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી રહી છે.

image source

બુલેટ રાની તરીકે પ્રખ્યાત થયેલી મહિલાનો ત્રીજો વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે બુલેટ બાઇક પર હેલ્મેટ વિના તેની બંને મિત્રો સાથે જોવા મળી રહી હતી. આ અંગે ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તે જ સમયે, ખભા પર બેસીને સ્ટંટના કિસ્સામાં મેમો આપવામાં આવ્યો છે.

image source

આ 12 સેકન્ડના વાયરલ વીડિયોમાં એક યુવતી બુલેટ બાઇક ચલાવી રહી છે. બાઇક ગાઝિયાબાદના નંબરનું હતું. એક છોકરી બાઇક ચલાવે છે જ્યારે બીજી તેના ખભા પર બેસી જાય છે. સ્ટંટ દરમિયાન, બંનેએ હેલ્મેટ પણ પહેર્યા નથી. આ વીડિયોમાં, યુવતીઓ કોઈ પણ સેફ્ટી વગર સ્ટંટ કરી રહી છે. આ રસ્તા પર અવર જવર દેખાય છે અને ત્યાં ખતરનાક સ્ટંટ કરવામાં આવી રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong