સુરતમાં શંકાસ્પદ કબૂતર મળી આવતા લોકોમાં અફરા-તફરી મચી ગઈ, કબૂતર પર લખેલું વાંચીને પોલીસ ચોંકી ગઈ

અમુક કિસ્સાઓ એવા બનતા હોય કે જાણીને નવાઈ લાગે કે માણસો કેવી કેવી બુદ્ધિનો ઉપયોગ કરીને કામ લેતા હોય છે. તો વળી ક્યારેક એવી ઘટના અને વસ્તુ આંખ સામે આવે કે પહેલી નજરે જોઈને વિશ્વાસ પણ ન આવે. ત્યારે હાલમાં સુરતમાં પણ કંઈક એવું જ થયું કે જે બાદ બધા ચોંકી ગયા છે. સુરતમાં છેલ્લા કેટલાક સમય થી ગુણ ખોરી વધી રહી છે જેને લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે ત્યારે એક એવી ઘટના અમે આવી જેને લઈને સુરત પોલીસ દોડતી થઇ ગઈ હતી. સુરતમાં પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ કબુતર મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

image soucre

વધારે વિગતે વાત કરીએ તો કબુતર પર WNP લખેલું હતું. જેથી પોલીસે આ કબુતરને કબજામાં લઈને સમગ્ર મામલે IBને જાણ કરી છે. સુરતના પાંડેસરાના કૈલાશ નગર ચોકડી પાસે કૈલાશનગર-3માં રહેતો હર્ષ રાજેન્દ્ર શુક્લા ધોરણ-9માં અભ્યાસ કરે છે. તેના ઘર પાસે એક કબુતર હતું. તેથી તેને પકડી લીધું હતું. કબુતર પર WNP pigeon એવું લખાણવાળો સિક્કો હતો. તેથી આસપાસના લોકો આ જોઈને નવાઈ પામ્યા અને બધા જ માણસોમાં એક કુતૂહુલ સર્જાયું હતું. ત્યાર બાદ પોલીસને જાણ કરાઈ હતી.

image source

હાલમાં આ કબૂતરને લઈને પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને તપાસ શરૂ કરી છે. કબુતરમાંથી કાંઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ ઇલેક્ટ્રોનિકસ ગેઝેટ હજુ સુધી મળ્યું નથી. છતાં પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. કારણ કે હાલમાં ગુનાખોરો કોઈ પણ રીતે ઘટનાને અંજામ આપી દેતા હોય છે. તો વળી આ કેસ મામલે ઇન્ટેલિજન્સ બ્રાંચને પણ જાણ કરાઈ છે. હાલ કબુતર એક સંસ્થા પાસે છે. એવું બની શકે છે કે કોઈ પાસે ઘણાં કબુતર હોય અને ઓળખ માટે આવો સિક્કો માર્યો હોય.

image source

હાલમાં આ કેસને સિરીયસતાથી એટલા માટે લેવો પડી રહ્યો છે કારણ કે ભૂતકાળમાં જાસૂસીની આશંકામાં પાકિસ્તાનથી આવા કબૂતરો મોકલાતા હોવાની ઘટનાઓ પંજાબ સહિતના રાજ્યોમાં મળી છે. આમ તો આ કબૂતરમાં કોઈ ટ્રાન્ઝિટ સિસ્ટમ, ટ્રાન્ઝિટર, ટ્રાન્સમીટર કે અન્ય કોઈ ઉપકરણો તપાસના અંતે મળી આવ્યા નથી પરંતુ સુરત શહેરમાં હજીરા સહિતની મહત્ત્વપૂર્ણ ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં રિફાઇનરી સહિતના સંવેદનશીલ ઉદ્યોગ એકમો આવેલા છે.

image source

આવી સ્થિતિમાં સુરતમાં આ ઘટના સામાન્ય હોવા છતાં પણ તેને હળવાશમાં લઈ શકાય એમ નથી જેના કારણે તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ પહેલાં પણ અનેક વાર પગમાં ચીપ વાળા કબૂતરો ઝડપાયા હોય તેવા બનાવ બન્યા છે. રાજ્યના જામનગરમાંથી કચ્છમાંથી કે રાજસ્થાની રણપ્રદેશની બોર્ડરના વિસ્તારોમાંથી આવા કબૂતરો મળી આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ