“હરાભરા કબાબ” અને “કચોરી”, એકસાથે બે બે સ્વાદિષ્ટ વાનગીઓ ખાસ તમારા માટે જ છે, નોંધી લો ને બનાવજો જરૂર ….

દેશી લીલી તુવેર અને લીલા વટાણા… એ બંને માંથી બનાવ્યા “હરાભરા કબાબ” અને “કચોરી”….

એ બંનેની રેસિપી મારી આગલી પોસ્ટ પર ઘણા મિત્રોએ આપેલી જ છે

કબાબ:

૪૦૦ ગ્રામ સુવાની ભાજી (પાલક ભાજી પણ ચાલે) ને બાફી ને તેમાંથી પાણી નિતારી લો…બે મોટા બટાકાને બાફીને છાલ કાઢી મોટા ટુકડામાં કાપી લો.બંનેને સાથે જ બાફી શકાય.

એક નોનસ્ટીક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં જીરુ ને તતડાવો. તેમાં ચાર પાંચ બારીક સમારેલા લીલા મરચા અને બે ચમચી આદુની છીણ સાંતળો. તેમાં એક કેપ્સિકમ મરચુ નાના ટુકડામાં કાપીને ઉમેરો, બે કપ લીલા વટાણા, બે કપ લીલી તુવેરના દાણા, બાફેલી સુવાની ભાજી, સાત આઠ પાન ફુદિનો, લીલા કાપેલા ધાણા, વગેરે ઉમેરો, તેમાં એક ટેબલ સ્પુન હળદર અને સ્વાદ અનુસાર મિઠુ ઉમેરી ને તે બધાને ધીમા તાપે શેકો.. બધુ પાણી બળી જાય ત્યારે તેને સ્ટવ પરથી ઉતારી અલગ રાખો. તે ઠરે એટલે મિક્ષચરમાં તેને મિક્ષ કરો. મિક્ષચરમાંજ તેમાં બાફેલા બટાકાને પણ ઉમેરી દો. મિક્ષચરમાં સહ્જેય પાણી ઉમેરવાનું નથી.

બરાબર મિક્ષ થાય પછી તેમાં તે પુરણ સહેજ કઠણ રહે તેમ તેમાં કોર્ન ફ્લોર ઉમેરો… તેને ગોળ વડા જેવો શેપ આપો.
આ વડાને બ્રેડ ક્રમ્બ્સ માં રોલ કરીને તેલમાં ડીપ ફ્રાય કરી લો. તેલ ખુબ ગરમ હોવુ જરુરી છે. અને તેમાં વડા પુરેપુરા ડુબે તેટલુ તેલ હોવુ જરુરી છે.

સહેજ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળો… તેલમાંથી બહાર કાઢીને તરત તેના પર ચાટ મસાલો છાંટો….અને પછી આંબલીની ચટણી, લીલા ધાણાની ચટણી, ટામેટો સોસ સાથે ડીપ કરીને ખાવ….

આ હરા ભરા કબાબ મેં બનાવ્યા…

સૌજન્ય : સંજય રાવલ 

કચોરી

જ્યારે  માધવીએ બનાવી… તેની રેસિપી…

પુરણ :

 • લીલી તુવેર અને લીલા વટાણાની કચોરી,
 • ૨ કપ તુવેરના દાણા,
 • ૨ કપ લીલા વટાણા,
 • ૩ ટેબલ સ્પુન આદુની પેસ્ટ,
 • ૨ ટેબલ સ્પુન લીલા મરચાની પેસ્ટ,
 • મીઠું સ્વાદ અનુસાર,
 • આ બધાને મીક્સરમા ગ્રાઇન્ડ કરી દો.

પડ:

 • ૩ વાડકી મેંદો,
 • ૬ ટેબલ સ્પુન રવો,
 • ૬ ટેબલ સ્પુન તેલ,
 • ૨ ટેબલ સ્પુન ઘી (ચિકાશ માટે),
 • મીઠું સ્વાદ અનુસાર , આ બધાને પાણી ઉમેરીને પુરી કરતા થોડો નરમ લોટ બાંધો. ૧૫-૨૦ મિનિટ સુધી એને ભીના કપડે બાંધી રાખો.

રીત : 

નોનસ્ટીક પેનમાં ૩-૪ ચમચી તેલ મુકી જીરાનો અને હીંગનો વઘાર કરો. એમાં તુવેર-વટાણાનુ પુરણ વઘારો. તેમાં હળદર, ધાણાજીરુ, લાલ મરચું , મીઠું અને ગરમ મસાલો ઉમેરો. ધીમે તાપે શેકીને એ પુરણ અલગ રાખો.

જે મેંદાનો લોટ તૈયાર કર્યો છે એની પુરી વણો. એ પુરીમાં શેકેલો માવો પુરીની સાઇઝ અનુસાર વચ્ચે મુકી, પુરીને કચોરીની જેમ બંધ કરી દો. ફરી તેને હળવા હાથે પુરીની જેમ ગોળ વણો.

મીડીયમ આંચ ઉપર મુકેલા તેલમાં ધીમા તાપે, બન્ને બાજુ કચોરી બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

રસોઈની રાણી : માધવી એન્ડ સંજય રાવલ 

આભાર : માય ફૂડ માય રેસીપી 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

 

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી