જલ્સા કરોને જેંતીલાલ

કે.બી.સી – ૧૧માં એક કરોડ જીતનાર આ મહિલા સ્કુલના ગરીબ બાળકોને માટે ખીચડી બનાવી કમાય છે માત્ર ૧૫૦૦ રૂપિયા…

‘કૌન બનેગા કરોડપતિ ૧૧’માં જોઈશું એક એવી મહિલાને કરોડપતિ બનતાં જે સ્કુલમાં ખીચડી બનાવવાનું કરે છે કામ… તેમના જીવન સંઘર્ષની પ્રેરણાદાયક કહાણી જાણીએ… કે.બી.સી – ૧૧માં એક કરોડ જીતનાર આ મહિલા સ્કુલના ગરીબ બાળકોને માટે ખીચડી બનાવી કમાય છે માત્ર ૧૫૦૦ રૂપિયા…

બોલીવુડના શહેનશા કહેવાતા એવા મહાનાયક અમિતાભ બચ્ચન વર્ષોથી હોસ્ટ કરે છે એવા ટીવી જગતના સૌથી લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૧’ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. શોમાંથી ફક્ત સ્પર્ધકો અઢળક પૈસા જ જીતી રહ્યા છે, એવું નથી. અહીં આવતા સ્પર્ધકો દુનિયા આખીમાં નામના પણ મેળવે છે પરંતુ આ શો સાથે જૈફવયે પણ સૌના મોસ્ટ ફેવરિટ એક્ટર અને સ્ટાર ઓફ મિલેનિયમ અમિતાભ બચ્ચન પણ પ્રેક્ષકોનું સતત મનોરંજન કરીને તેમનું દિલ જીતી રહ્યા છે. તાજેતરમાં આ સિઝનમાં પ્રથમ કરોડપતિ વિજેતાને જીતતાં આપણે જોયા અને હવે આ સિઝનના બીજા કરોડપતિ એક મહિલા બની રહી છે તેવા પ્રોમોસ આવવાના શરૂ થયા છે. ચાલો જાણીએ આ મહિલા વિશે. શું છે તેમની કહાણી અને કઈરીતે તેમનો જીવન સંઘર્ષ આપે છે પ્રેરણા…

કૌન બનેગા કરોડપતિ સીઝન – ૧૧ને અત્યાર સુધીમાં બે કરોડપતિ ખિલાડી મળી ગયા છે. હજુ તો આ કાર્યક્રમને શરૂ થયે એક મહિનો પણ નથી થયો અને કે.બી.સી.એ પોતાના નામનું કાર્ય સાર્થક કર્યું હોય તેવું લાગે છે. પ્રથમ બિહારનો ખેડૂત પૂત્ર અને સરકારી નોકરીની પરિક્ષાની તૈયારી કરતો સરોજ રાજ અને બીજું નામ છે મહારાષ્ટ્રની એક ગૃહિણી અને અન્નપૂર્ણા સમાન મહિલા બબીતા તાડે. આ બંને સ્પર્ધકોએ તેમની બુદ્ધિમત્તાના જોરથી સવાલોના સાચા જવાબો આપ્યા અને ૧ કરોડ રૂપિયાના માલિક બન્યા. બબીતા તાડે સાથેનો એપિસોડ હજી ટેલિકાસ્ટ થયો નથી. આ એપિસોડ બુધ – ગુરુવારે પ્રસારિત થશે. આ શોનો એક પ્રોમોમા રીલિઝ કરવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું હતું કે બબીતા તાડે ૧ કરોડ રૂપિયાની જીત મેળવી રહી છે.

સોની ટી.વીએ કરી બીજા કરોડપતિ વિજેતાની જાહેરાત

આ શોના પ્રસારણ પહેલા જ સોની ટીવીએ તેના સોશિયલ મીડિયા પર શોનો પ્રોમો શેર કર્યો છે અને ખુલાસો કર્યો છે કે આ સીઝનમાં બીજી કરોડપતિ વિજેતા વ્યક્તિ એક મહિલા છે. આ મહિલાનું નામ બબીતા તાડે છે. બબીતા મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે અને એક સ્કુલમાં મીડ ડે – મીઇલ રસોઈ બનાવતી મહિલા છે.

સ્કુલમાં બનાવે છે નાના બાળકો માટે ખીચડી

બબીતાની વાત કરીએ તો તે શાળામાં ૪૫૦ જેટલાં બાળકો માટે ખીચડી બનાવે છે. તેમને આ કામ માટે તેમને માત્ર ૧૫૦૦ રૂપિયા માસિક પગાર મળે છે. આ પ્રોમોમાં બતાવી રહ્યા છે કે બબીતાએ શો દરમિયાન કહે છે કે તેને આ કામ અને પૈસાથી કોઈ સમસ્યા નથી કારણ કે તે બાળકો માટે ખીચડી બનાવવાનું પસંદ કરે છે. અમિતાભ બચ્ચન બબીતાનો પગાર સાંભળીને ચોંકી જાય છે. પ્રોમોમાં બબીતા કહે છે કે આ શો જીતીને તે સાબિત કરવા માંગે છે કે ખીચડી બનાવીને પણ તેના સપના પૂરા કરી શકે છે.

શો દરમિયાન અમિતાભ બચ્ચને બબીતાને આપી એક સરપ્રાઈઝ ભેંટ…

હોટસીટ બેઠેલો આ જ સ્પર્ધક એક કરોડ રૂપિયાનો વિજેતા થશે એવું છેક સુધી નક્કી નથી હોતું. એજ આ ગેઈમ શોની ખુબી છે. જેનાથી દર્શકોમાં પણ રોમાંચ જળવાઈ રહે છે. તેમ છતાં તેના પ્રોમોમાં પણ અગાઉથી કેટલીક વાતો શેર કરાય છે. જેથી દર્શકોને આગામી એપિસોડ્સમાં શું થશે એ જાણવાની ઉત્સુક્તા રહે. આ શોમાં અમિતાભે બબીતા સાથે ગેઈમ રમવા ઉપરાંત ઘણી બાબતો વિશે વાતો પણ કરી હતી. આ દરમિયાન અમિતાભે બબિતની એક ઇચ્છા પણ પૂરી કરી. શો દરમિયાન અમિતાભને બબીતાએ કહ્યું હતું કે તેના આખા પરિવારમાં એક જ મોબાઈલ ફોન છે અને તેની પાસે પોતાનો મોબાઇલ નથી. આવી સ્થિતિમાં અમિતાભે તેને શોની વચ્ચે એક મોબાઈલ ફોન ગિફ્ટ કરી દીધો.

આ આખું પ્રકરણ બે એપિસોડમાં હવે પછીના આ અઠવાડિયામાં પ્રસારિત થશે, જે દર્શકોને માટે પ્રેરણાદાયી અને ભાવુક કરનારો બની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version