જ્યારે દારૂડિયાની જેમ ટેબલ પર સુતા સુતા કિશોર કુમારે ગાયુ, ઇન્તિહા હો ગઇ ઇન્તઝાર કી…

બોલિવૂડમાં તેમનાં અવાજ અને એક્ટિંગનાં દમ પર ઓળખ જમાવનારા કિશોર કુમારનું નિધન 13 ઓક્ટોબર 1987નાં મુંબઇમાં થયુ હતું. 70-80નાં દાયકામાં જેટલાં લોકોએ સંગીતકાર મોહમ્મદ રફીનો અવાજ પંસદ કર્યો હતો તેટલાં લોકોએ કિશોર કુમારનો અવાજ પણ પસંદ કર્યો છે. કિશોર દાએ તેમનાં અવાજથી લાખો દિલો પર રાજ કર્યુ છે અને આજે પણ તેમનો જાદૂ બરકરાર છે. આજે પણ કિશોર કુમારનાં અવાજનાં લાખો ફેન્સ છે.

image source

70-80નાં દાયકામાં જેટલાં લોકોએ સંગીતકાર મોહમ્મદ રફીનો અવાજ પંસદ કર્યો હતો તેટલાં લોકોએ કિશોર કુમાર નો અવાજ પણ પસંદ કર્યો છે. કિશોર દાએ તેમનાં અવાજથી લાખો દિલો પર રાજ કર્યુ છે અને આજે પણ તેમનો જાદૂ બરકરાર છે. આજે પણ કિશોર કુમારનાં અવાજનાં લાખો ફેન્સ છે. આ સાથે જ તેમનું ઈન્તિહા હો ગઈ…તે આજે પણ લોકો ગણગણે છે.

આશા ભોંસલેએ સંભળાવી કહાની

image source

કિશોર દાએ બહુમુખી અંદાજમાં ગીતો ગાયા છે અને તેમનાં તમામ ગીતો ખુબ જ હિટ રહ્યાં છે. કિશોર કુમાર અને આશા ભોંસલેએ ફિલ્મી દુનિયાનાં ઘણાં સુપરહિટ ગીતો ગાયા છે. હાલમાં જ આશા ભોંસલે એ કિશોર કુમારનું ગીત ‘ઇન્તહા હો ગઇ..’ની પાછળનો કિસ્સો તેમની યૂટ્યૂબ ચેનલ પર ‘આશા કી આશા’માં જણાવ્યું હતું. આશા ભોંસલેએ જણાવ્યું કે, વર્ષ 1984માં પ્રકાશ મેહરાનાં ડિરેક્શનમાં ફિલ્મ ‘શરાબી’નું ગીત ઇંતહા હો ગઇ ઇન્તઝાર કી… કિશોર કુમારે કેવી રીતે ગાયું હતું.

આ રીતે ગવાયું હતું ખાસ ગીત

image source

આશા ભોંસલેએ જણાવ્યું કે, પહેલાં તો કિશોર દાએ આ ગીતને ગાવાનો ઇન્કાર કરી દીધો હતો પછી તે ગાવા માટે તૈયાર થયા હતાં. તેમણે નિર્ણય લીધો હતો કે, આ ગીત તેઓ દારુડિયાની જેમ સુતા સુતા ગાશે. તેમની આસપાસમાં હાજર કર્મચારીઓએ ટેબલની વ્યવસ્થા કરાવી અને પછી તેનાં પર સુતા સુતા તેમણે સોન્ગ રેકોર્ડ કર્યુ હતું. બાદમાં આ સોંગ સુપરહિટ સાબિત થયુ હતું અને આજે પણ આ ગીત લોકોને ખુબ જ પસંદ છે.

આવી રહી હતી કિશોર દાની કરિયર, મેળવ્યા 8 ફિલ્મફેર એવોર્ડ

image source

આપને જણાવી દઇએ કે, કિશોર દાએ વર્ષ 1957માં આવેલી ફિલ્મ ‘ફંટૂશ’નાં ‘દુખી મન મેરે’ ગીતથી એવી ધાક જમાવી કે ત્યારથી તેમનો સિક્કો ઇન્ડસ્ટ્રીમાં બેસી ગયો. આ બાદ SD બર્મને કિશોર કુમારનાં નિર્દેશનમાં ઘણાં સોન્ગ ગાયા હતાં. કિશોર દાએ હિન્દીની સાથે તમિલ, મરાઠી, અસમી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, મલયાલમ અને ઉડિયા ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. તેમને આઠ ફિલ્મ ફેર એવોર્ડ મળી ગયા છે. તેમને પહેલો ફિલ્મ ફેર એવોર્ડ 1969માં ફિલ્મ ‘આરાધના’નાં ગીત ‘રુપ તેરા મસ્તાના.. પ્યાર મેરા દીવાના..’ માટે મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ