જૂઓ જ્યારે પાર્ટીના નશામાં જોશમાં હોશ ખોઈ બેઠા ઋત્વિક રોશનથી લઈને રણવીર સુધીના એક્ટરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી જેમ તેની ફિલ્મોને કારણે ચર્ચામાં રહેશે તેમ તેની ભવ્ય પાર્ટીઓને કારણે પણ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. પાર્ટીમાં ઉડતી શરાબની બોટલો અને ડાન્સની મસ્તી હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ સુશાંત કેસમાં સામે આવેલી હકિકતોએ વધુ એકવાર બોલિવૂડની પડદા પાછળની કહાનીને ઉજાહર કરી છે. ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તીની એનસીબીએ ધરપકડ કરી છે. જો કે એનસીબીમાં થયેલ પૂછપરછમાં ખબર સામે આવી હતી કે રિયાએ નશીલી ચીજોની બાબતમાં બોલિવૂડના ૨૫ લોકોના નામ લીધા છે. વળી હાલમાં જ સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ પણ આ મામલામાં સામે આવ્યું છે. આ પેહેલી વખત નથી બન્યું કે કોઈ સ્ટાર્સનું નામ ડ્રગ મામલે સામે આવ્યું હોય. આ પહેલા ઘણા સ્ટાર્સ પણ આ વિવાદમાં આવી ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી કંગના રનૌતે મીડિયા સાથે વાત કરતાં આરોપ લગાવ્યો હતો કે બોલિવૂડની ૯૦ ટકા ફિલ્મ ઇન્ડસ્ટ્રી નશામાં ડૂબેલી છે. આ બાબતની હાલમાં તપાસ ચાલી રહી છે, જ્યારે તપાસમાં કાઈ ઘટસ્ફોટ થાય પછી જ આ વાતનું સત્ય બહાર આવશે. તો આજે અમે તમને એવી પાર્ટીની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જે તમને બોલિવૂડ બીજા ચહેરાના દર્શન કરાવશે.

પ્રતીક બબ્બર

image source

પ્રતીક બબ્બર બોલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સમાનો એક છે. બોલિવૂડના સ્ટાર કિડ્સ માંથી એક પ્રતીક બબ્બર ક્યારેક ઇન્ડસ્ટ્રીના બગડેલા શહેજાદા માનવામાં આવતા હતો. તે પાગલોની જેમ પાર્ટી કરતો હતો. એટલે સુધી કે તેમને નશાની લત પણ લાગી ચૂકી હતી. સામે આવેલી તસવીરો એ વાતની પૂષ્ટી કરેશે કે આ સ્ટાર નશાની હાલતમાં કેટલો ડૂબી ગયો છે.

મિકા અને રાખી

image source

મિકા અને રાખીની કોન્ટ્રોવર્સીએ એક સમયે બોલિવૂડમાં ચર્ચા જગાવી હતી. બોલિવૂડની કોન્ટ્રોવર્સી ગર્લ રાખી સાવંત પણ પાર્ટી કરવા માટે ખૂબ જ મશહૂર છે. એકવાર પાર્ટીમાં સિંગર મીકા સિંહે રાખીને નશાની હાલતમાં અચાનક કિસ કરી લીધી હતી અને તેમની આ તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ હતી. જ્યારે પણ રાખી સાથેની કોઈ કોન્ટ્રોવર્સીની વાત આવે એટલે મિકાનું નામ લોકો લીધા વગર રહેતા નથી.

અર્જુન રામપાલ અને શાહરુખ ખાન

image source

અર્જુન રામપાલ અને શાહરુખ ખાનની મિત્રતા એક સમયે બોલિવૂડમાં ચર્ચાનું કેન્દ્ર હતી. એક સમય એવો હતો જ્યારે અર્જુન અને શાહરુખની વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. તે દરમિયાન બંને ઘણી પાર્ટીઓમાં સામેલ થતાં હતા. સામે આવેલી આ તસવીર તેની એક પાર્ટીની છે. આ તસ્વીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે શાહરુખ અને અર્જુન બંને હોશમાં નથી અને તસવીર લેતા સમયે લેડી ગાગાની ખૂબ જ ક્લોઝ નજર આવી રહ્યા છે.

શર્ટલેસ ગેંગ

image source

સુપરસ્ટાર્સ સલમાન ખાન તેની એક્ટિંગની સાથે સાથે પાર્ટીઓ માટે જાણીતો છે. અવારનવાર તેમની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આવી જ એક પાર્ટી સલમાન ખાને પણ કરી હતી, જેમાં તેમની પુરી ગેંગ શર્ટ વગર નજર આવી રહી છે. વળી પાર્ટીમાં ઘણી બધી શરાબની બોટલ પણ નજર આવી રહી છે. આ તસવીરો પરથી એ કહેવું ખોટુ નથી કે બોલિવૂડ ઈન્ડ્રસ્ટ્રીઝમાં નશાનું કેટલું મોટુ પ્રમાણ છે.

રણવીર સિંહ ભૂલ્યો ભાન

image source

ગલીબોય તરીકે જાણીતોરણવીર સિંહ પણ કોઈનાથી ઉણો ઉતરે તેમ નથી. તેની સુપર એનર્જી વિશે દરેક વ્યક્તિ જાણે છે. જોકે ઘણી વખત પાર્ટીમાં તેઓ પોતાનો હોશ ખોઈ બેસે છે. આ તસવીરમાં રણવીરને જોઈને સમજી શકાય છે કે તેઓ બિલકુલ હોશમાં નથી. રણવીરની આ તસવીરો તેની જોશમાં હોશ ખોવાની વાત માટે પુરતી છે.

સોનમ કપૂર

image source

અનિલ કપુરની આ લાડલી જેટલી તેની ફેશન માટે જાણીતી છે તેટલી જ તે તેની પાર્ટી માટે પ્રખ્યાત છે. સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ સાથે લડાઈ લડવા વાળી સોનમ કપૂર પણ હાઈફાઈ પાર્ટી કરવા માટે મશહૂર છે. આ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે તેઓ પોતાની બહેન સાથે નશામાં ઝૂમતી નજર આવી રહી છે. આ તસવીરોએ સમાચારોનું માર્કેટ ગરમ કરી દીધુ હતું.

વીણા મલિક અને અશ્મિત પટેલ

image source

વીણા મલિક અને વિવાદ બન્ને સાથે જ હોય છે. ટીવીના વિવાદિત શો બિગ બોસનો હિસ્સો બનવાવાળી વીણા મલિક અને અશ્મિત પટેલે આ શોથી ખૂબ જ ચર્ચામાં રહેલા હતા. બન્નેની લવ કેમેસ્ટ્રીએ ખૂબ જ ધ્યાન આકર્ષિત કર્યું હતું. તે સમયે બંને અવારનવાર પાર્ટીઓમાં સાથે નજર આવતા હતા. એક પાર્ટીમાં અસ્મિત પટેલ વીણાને પોતાના હાથથી શરાબ પીવડાવતા નજર આવ્યા હતા.

આલિયા ભટ્ટ

image source

આલીયા ભટ્ટ કોઈને કોઈ વાતે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેના નામે સોશિયલ મીડિયા પર જોક્સ પણ ફરતા રહે છે. પોતાની ક્યૂટનેસ અને એક્ટિંગથી ફેન્સના દિલ જીતવા વાળી આલિયા ભટ્ટ પણ પાર્ટી ગર્લ છે. તે અવારનવાર પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી નજર આવે છે. આ તસ્વીરમાં તે પોતાના મિત્રો સાથે ડિસ્કોમાં દેખાઈ રહી છે.

રાખી સાવંત

image source

બોલિવૂ઼ડમાં રાખી સાવંતનું નામ અજા્યું નથી. તે તેના બિન્દાસ્ત બોલ માટે જાણીતે છે એટલું જ નહી તે પાર્ટી કરવાની પણ ઘણી શોખીન છે. રાખી સાવંત હીરોઈન બની શકી નહીં, પરંતુ આઈટમગર્લ બનીને તે ઘણી બધી ચર્ચામાં રહે છે. પાર્ટીમાં રાખી સાવંત અવારનવાર જાણી જોઇને એવી હરકતો કરતી જેના કારણે તે ચર્ચામાં આવે. ઘણી વખત પાર્ટીઓમાં અજીબોગરીબ હરકતો કરતી જોવા મળતી હતી. આ તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે પાર્ટીમાં તે કેવો હંગામો મચાવી હતી.

શક્તિ કપૂર

image source

શક્તિ કપૂરનું નામ શાંભળતા તેમણે ભજવેલા વિલનનના રોલ આપણી સામે આવી જાય છે. બોલિવૂડના દમદાર વિલન શક્તિ કપૂર આજે ભલે શ્રદ્ધા કપૂરના પાપા હોય પરંતુ ૮૦ના દશકમાં તેઓ બેડમેન હતા. ફક્ત પડદા પર નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ યુવતીઓ તેમની આસપાસ જોવા મળતી હતી. તેમની આ આદત વૃદ્ધ થવા છતાં પણ બદલી નહીં. એક પાર્ટીમાં કંઈક આવા અંદાજમાં શક્તિ કપૂર અને વીણા મલિકને કિસ કરતા નજર આવ્યા હતા.

ઋત્વિક

image source

બોલિવૂડમાં ગ્રિક ગોડ તરીકે ઓળખાતો સુપર સ્ટાર પાર્ટી કરવા મામલે કોઈનાથી ઓછો ઉતરે તેમ નથી. ઋત્વિક અને દબંગ ખાને આજ સુધી એક પણ ફિલ્મોમાં સાથે કામ કર્યું નથી પરંતુ બંને એકબીજાને ખૂબ જ સારા મિત્ર છે. ઋત્વિક પોતાની કારકિર્દીની શરૂઆતમાં સલમાનની સાથે ખૂબ જ પાર્ટી કરતા હતા. આ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી આવે છે કે ઋત્વિકના હાથમાં સિગારેટ અને સલમાનના હાથમાં શરાબનો ખાલી ગ્લાસ છે.

વિદ્યા બાલન

image source

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી તેના હાજર જવાબી પણાને કારણે જેટલી જાણીતી છે તેટલી જ પાર્ટી માટે પ્રખ્યાત છે. વિદ્યા બોલિવૂડની ટેલેન્ટેડ એક્ટ્રેસ માંની એક છે. તેમને ડ્રિંકિંગ નો શોખ છે અને તેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. વિદ્યા મીડિયામાં ભલે ઓછી નજર આવે પરંતુ પાર્ટીઓમાં જરૂર સામેલ થાય છે. વિદ્યા અને એકતા ખૂબ જ સારા મિત્ર છે અને આ તસવીરમાં તેમનો પાર્ટી મુડ સ્પષ્ટ જોવા મળી આવે છે.

સંજય દત્ત

image source

સંજય દતનો પાર્ટી પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી, તે નાનપણથી જ મુક્ત વાતાવરણમાં ઉછેર્યો છે. બધા સ્ટાર્સની આ તસવીરો જોઈને તમે જરૂરથી આશ્ચર્ય લાગશે, સંજય દત્તની નશાની આદત વિષે બધા લોકો જાણે છે અને તેઓ ઘણી વખત નશાની હાલતમાં પણ જોવા મળ્યા છે. સંજય દત્ત પાર્ટી એનિમલ છે અને દરેક પાર્ટીમાં તેમની આંખો નશીલી જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ