શરીર આપે જ્યારે આ ચેતવણી, જલ્દીથી ચેતી જજો અને ઊપચાર કરજો. નહીં તો કાયમી તંદુરસ્તી ગુમાવશો..

શરીરના અંગોમાં જો દેખાય આ ચિન્હો, તો સમજી જજો, શરીરમાં આ તત્વની ઉણપ છે…

કેલ્શિયમ શરીરમાં એવું તત્વ છે, જેની ખામીથી શરીરના અનેક અંગો ઉપર થઈ શકે છે માઠી અસર… જાણો કયા સંકેતો ઉપરથી તેને ચકાસી શકાય…

image source

આજના ફાસ્ટ સમયમાં લોકો સતત દોડતા હોય છે. ફાસ્ટ લાઈફમાં કોઈ જ નિયમિત રીતે પૌષ્ટિક આહાર લઈ શકતાં નથી અથવા તો લોકોને પૂરતો સમય જ નથી મળતો શુદ્ધ ખોરાક ખાવા માટેનો. સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતો લોકો સંતોલિત આહાર પ્રત્યે ધ્યાન નથી આપી શકતાં. બેઠાળુ જીવન વીતાવતા લોકો માટે થોડું ઊંઘું પણ છે, તેઓ પૂરતા પ્રમાણમાં એકઠ્ઠી થતી ચરબી અને કેલેરીને વાપરી શકતા નથી.

પરિણામે અનેક રોગોના શિકાર થાય છે અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ એકાદ પોષક તત્વની શરીરમાં ખામી પણ જવાવવા લાગે છે. આપણાં શરીરમાં કેટલાંક એવા વિટામિન અને ખનીજ તત્વો એવાં છે જો તે શરીરમાંથી તેનું પ્રમાણ ઘટી જાય તો શરીર તરત કોઈ એલર્ટ સિગ્નલ્સ આપવા લાગે છે. શરીરમાંથી કેટલાંક ચિન્હો દેખાવા લાગે છે, જેનાથી ખ્યાલ આવે છે કે આપણાં શરીરમાં અમુક તત્વોની ખામી જણાય છે. એમાં સૌથી મુખ્ય ઘટક એવું છે, કેલ્શિયમ…

image source

કેલ્શિયમ શરીરમાં રહેલું એવું તત્વ છે. જેની ઊણપ જો શરીરમાં વર્તાવા લગે તો અનેક તકલીફો થઈ શકે છે. વ્યક્તિને અકારણ થાક લાગવો, માથું દુખવું, ચક્કર આવવા, સ્નાયુઓ સૂન થઈ જવા, ખાલી ચડવી કે ઝણઝણાટી આવવા જેવા જોખમી ચિન્હો માત્ર કેલ્શિયમની અછતને કારણે દેખાઈ શકે છે. એથી વિશેષ તણાવ રહેવો કે એકાગ્રહતા ન જળવાઈ રહેવા જેવી તકલીફો પણ ઊભી થઈ શકે છે. જાણો આ કેલ્શિયમ તમારા શરીરમાંથી ઘટી રહ્યું એ કઈરીતે જાણી શકશો? આવો, એવાં કેટલાંક ચિન્હો જોઈએ જેના દ્વારા તમને ખ્યાલ આવી શકે કે તમારા શરીરમાંથી કેલ્શિયમનું પ્રમાણ ઘટી રહ્યું છે…

સાંધાનો દુખાવો…

image source

કેલ્શિયમ સાથે સૌથી વધારે સંબંધ છે, હાડકાંનો. હાડકાંની મજબૂતી અને તેના સખતપણાં માટે સૌથી મહત્વનું ઘટક છે કેલ્શિયમ. અંગોનું ઝકડઈ જવું, અકડ થઈ જવા અને મરોડ અનુભવવાથી સાંધામાં દુખાવો રહે છે. જો તમારા શરીરના સાંધાઓ, જેમ કે ગોઠણ, કોણી અને કમરમાં સતત દુખાવો રહ્યા કરે અને તેમાં સટકા પડ્યા કરતા હોય કે વારંવાર બટકણાં થવા લાગે તો તમારે સૌથી પહેલાં કેલ્શિયમ ટેસ્ટ કરાવવો જોઈએ.

માસપેશીઓના હલનચલનમાં થવા લાગે છે મુશ્કેલી…

image source

મસલ્સના હલનચલનમાં અવરોધ આવે. સરળતાથી હાથપગના સાંધાઓનું લચીલાપણું ઓછું થઈને કડક થઈ જાય. માસપેશીઓ ઢીલી પડી જાય અને વજન ઊંચકવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ આવીને ઊભી રહે છે. આવી સમસ્યામાં પહેલું કારણ હોય છે કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં ઘટી જવું. મસલ્સમાં નબાળી આવવી એ કેલ્શિયમ ઓછું થવાનું પહેલું લક્ષણ છે. જેને કારણે શરીરની ફ્લેક્સીબિલિટ સાવ ઘટી જાય છે.

થાક લાગવો…

image source

બહુ ઓછું કામ કરીને પણ જો તમને એવું અનુભવાય કે ખૂબ થાક લાગે છે. પરસેવો વળ્યા કરે છે અને શરીર શીથિલ થઈ રહ્યું છે તો આ પણ એક ખૂબ જ મહત્વની નિશાની છે કેલ્શિયમ ઘટી રહ્યાના લક્ષણોમાં. વારંવાર સુસ્તી લાગવી, આળસ આવવું અને મન મૂંઝાયા કરવા જેવા લક્ષણો પણ કેલ્શિયમની કમીને કારણે દેખાતા હોય છે. કામમાં ફોકસ ન થઈ શકવું અને એકાગ્રતા ન જળવાવી એ મુખ્ય કારણ પણ તેનું છે. ઊંઘ ન આવવી અને નીંદરમાંથી ઝબકી જવું એ પણ એક કારણ રહે છે.

ચામડી અને નખ ઉપર દેખાતાં લક્ષણો…

image source

બરડ નખ અને તરડાયેલી ચામડી એ પણ પ્રમુખ લક્ષણ છે શરીરમાં થતી કેલ્શિયમની ખામીનું. સાવ જરા સરખા કોઈ ભારથી જ નખ તૂટી જવા કે પલળેલા નખ તરત પોચા થઈ જવા એક એવું લક્ષણ છે જેનાથી કેલ્શિયમની અછત તરત ખ્યાલ આવી જાય છે. સ્કીન ઉપર રતાશ થવી, ઝીણી ફોલ્લીઓ અને દાણાં આવવા તેમજ ચામડીમાં ખેચાણ મહેસૂસ થવું અને સુકી થઈ જવી જેવા લક્ષણો પણ દેખાતા હોય છે.

મોંમાં દાંત અને પેઢાંમાં થતી તકલીફો…

image source

દાંતમાંથી લોહી નીકળવું કે પેઢાંમાં સોજો આવવો, દાંત હલવા અને ઉંમર પહેલાં જ દાંત પડી જવા અને સડો થવો જેવા લક્ષણો એ કેલ્શિયમની કમીને આધિન છે. મોંમાં તાળવાં ઉપર, જીભ ઉપર અને ગાલની દિવાલો ઉપર ચાંદાં પણ પડતાં હોય છે. દાંત સાથે જોડાયેલ સમસ્યાને સૌથી પહેલાં કેલ્શિયમની ખામી સાથે જોડવામાં આવે છે.

પી.એમ.એસ… પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ…

image source

આ સમસ્યા સ્ત્રીઓને માસિક સ્ત્રાવની શરૂઆતથી જ કોઈપણ ઊંમરે થતી હોય છે. જેના લક્ષણોમાં ભૂખમાં વધ – ઘટ થવી, થાક લાગવો અને પેટમાં દુખાવો રહેવાની તકલીફો મુખ્ય લક્ષણ હોય છે. સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમિયાન ઓછામાં ઓછું ૫૦૦ ગ્રામ જેટલું કેલ્શિયમયુક્ત આહાર લેવો જોઈએ એવું સંશોધન થયેલું છે. તબીબી સંશોધનોમાં માસિક સ્ત્રાવ દરમિયાન કેટલીક સ્ત્રીઓને મૂડ સ્વીંગિંગ અને ડિપ્રેશન, ગુસ્સો આવવો વગેરે પણ કેલ્શિયમની ખામીને લીધે થતું હોય છે.

image source

ખોરાકમાં નિયમિત રીતે કેલ્શિયમવાળી વસ્તુઓનો સમાવેશ કરવો અને આમાંથી કોઈપણ એક લક્ષણ દેખાય તો જરૂર તમારા ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ. કેલ્શિયમની કમીને લીધે માનસિક સંતુલન અને ચેતાતંત્રની ખામી થવા સુધીની સમસ્યાઓ નડી શકે છે જેમાં હાથપગના સ્નાયુઓ સાથેનો કંટ્રોલ છૂટી જવા સુધીનો ભય રહેતો હોય છે. જેથી વહેલી તકે ચેતી જઈને ચેકઅપ કરાવી લેવું અને બધા જ ટેસ્ટ કરાવી લેવા ખૂબ જ જરૂર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ