સામ્રાગ્નિ કે નોકરાણી – જયારે એક પત્ની પોતાની સ્વતંત્રતાનો ઉઠાવે છે ફાયદો…

રોની એની વાઈફ ડેઇઝીને ટિપિકલ પતિને બદલે એક દોસ્તની જેમ ટ્રીટ કરતો. એમની આસપાસના લોકો ડેઇઝીને લકી માનતા ખાસ કરીને બધી બહેનો અને ભાભીઓ અને ફિમેલ ફ્રેન્ડઝ…


કેમ કે, રોની ક્યારેય કોઈ વાત પર ડેઇઝી ને ઊંચા અવાજે વાત પણ ન કરતો. ફક્ત ને ફક્ત એ ડેઇઝી ને પ્યાર કરતો. કોઈ બાબતમાં રોકટોક નહિ, કંઈક કહેવું હોય તો એટલા પ્યારથી એ પોતાની ડેઇઝી ને સલાહ સુચન કરતો કે એની વાત ડેઇઝી ખુશીખુશી માની જતી. બધી લેડીઝ, ડેઇઝી ને પૂછતી, ” એવા તે કેવા તે વ્રત કર્યા કે આવો બેસ્ટ પતિ મળ્યો ??”


ડેઇઝીને પણ મજા આવતી, પોતાના પતિ ની પ્રસંશા સાંભળીને ખુશ ખુશ થતી અને ગૌરવ અનુભવતી. એ બિન્દાસ્ત બધાની સામે રોનીને બેધડક કઈપણ બોલી જતી.

એમાં ક્યારેક, એક પતિ એની પત્નીથી માન પામવાને બદલે થોડીઘણી લાગણી ઘવાઈ જતી પણ, રોની પોતાના મન પર ન લેતાં, ખૂબ જ સલુકાઈથી ડેઇઝીને એમ જ ખૂબ પ્યારથી સંભાળતો.

એક વખત, ડેઇઝી ના મમ્મીએ નોંધ્યું કે જ્યાં આપણા સમાજમાં હજુ પણ પતિ, પોતાની પત્ની પર પોતાના બધા જ હક્ક સર્વોપરી સમજે છે. એને બદલે એનો જમાઈ એની દીકરીને રાણીની જેમ, ના કોઈ મહારાણી કે પોતાની સામ્રાગ્નિ ની જેમ રાખે છે. અને ડેઇઝી, આવો પતિ મેળવીને એવી અલ્લડ બની જીવે છે કે કયારેક એ રોનીને બધાની સામે નીચો પાડી દેતા અચકાતી નથી.


એક વખત, ડેઇઝી, તહેવારમાં પિયર આવી ત્યારે, તેના મમ્મીએ તેને પાસે બેસાડી, ખૂબ ખુશખુશાલ એના કાળજાના કટકાને હૈયે લગાડી, આમતેમ આડીઅવળી વાતો કરી પછી, એનો હાથ પકડી કહ્યું, ” દીકરી,તને ખૂબ સારો પતિ મળ્યો છે !! જે દરેક સ્ત્રી ના સપનાનો રાજકુમાર હોય !! પતિપત્ની એકબીજાના સાચા સાથીદાર છે.


સમાજમાં પોતાના પતિ ને કે પત્નીને સન્માનનીય સ્થાન અપાવવામાં પતિપત્ની બન્નેનો જ મોટો ફાળો હોય છે. ઘણી પત્ની, પોતાનો પતિ , જાણે કોઈ રાજા મહારાજા હોય એમ જતાવે જ્યારે કોઈ પત્ની એના પતિને કાઈ જ નથી ખબર પડતી, એમ કહી બધાની હાજરીમાં ઉતારી પાડે જાણે કે એનો નોકર હોય !!”

ડેઇઝી, એ મોમ ને ગળે વળગતા કહ્યું, ” મોમ, ગોળગોળ વાત ન કર. આપણે બન્ને તો બેસ્ટ ફ્રેન્ડ છીએ, જે પણ, કહેવું હોય તે સીધેસીધું બોલી દે !!” મમ્મી બોલી, “ડેઇઝી, હું તને પૂછવા માંગુ છું..


કોઈ સ્ત્રીએ, પત્નીએ, એના પતિને રાજા મહારાજા કે પોતાની દુનિયાના સમ્રાટ માની ને પોતે, રાણી, મહારાણી કે એના સમ્રાજ્યની સામ્રાગ્નિ બનવું જોઈએ કે..પતિને સાવ સામાન્ય, નિમ્ન કક્ષાનો જતાવી નોકર ની જેમ તેની સાથે વર્તી ને એની પત્ની, મતલબ નોકરની પત્ની એટલે કે નોકરાણી બનવું જોઈએ ???”


મમ્મીને ગળેથી હાથ હટાવીને, ડેઇઝી બોલી, ” ઑય, મમુ, હું સમજી ગઈ… તું શું કહેવા માંગે છે. તારે હવે ક્યારેય આ બાબતે નહિ કહેવું પડે.. I love Ronny ! I should respect him also.., I must !”


ત્યાં સેલફોન ની રિંગ વાગી… ડેઇઝી હસીને મમ્મી ને કહે, મારા રાજા નો કોલ છે. અમારા સમ્રાટ,એની સામ્રાગ્નિ ને લેવા આવવાના છે..!! ચલ મોમ, હું રેડી થઈ જાવ.. love you mamma !! ” Bye bye..

લેખક : દક્ષા રમેશ “લાગણી ”

વાત તો લેખકની સાચી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ