દરિયામાંથી નિકળ્યો જોરદાર મોટો સાપ, અને પછી શું થયુ તે જોઇ લો આ વિડીયોમાં

દરિયામાં આટલો મોટો ‘સાપ’ જોઈને આશ્ચર્યચકિત થાયા લોકો, પ્રવાસીઓ ફોટા ક્લિક કરતા જોવા મળ્યા, જુઓ વાયરલ વીડિયો.

ટિકટોક આ દિવસોમાં લોકો માટે મનોરંજનનું સાધન બની ગયું છે, ટ્રેંડિંગમાં, કેટલીક વિડિઓ ચાલુ રહે છે, પરંતુ તાજેતરમાં એવો વિડિઓ જોવા મળ્યો હતો, જે સાચો છે કે ખોટો તે અંગે ખાતરી નથી. આ વીડિયો ટિકટોક પર જોરદાર રીતે જોવામાં આવી રહ્યો છે. પરંતુ લોકોને જોઈને આશ્ચર્ય થાય છે કે સાપ આટલો મોટો કઈ રીતે હોય શકે છે…?

image source

તમને જાણીને ખબર પડશે કે આ વિડિઓ ફોટોશોપ જેવી એપનો ઉપયોગ કરીને સંપાદિત કરવામાં આવ્યો છે. છતાં આ વિડિઓ હાલ ખૂબ વાયરલ થયો છે. અને કેટલાક લોકો આ વિડીઓને સાચો માનીને તેને ફોરવર્ડ પણ કરી રહ્યા છે.

આ સાપને જોયા પછી તમે પણ ચોંકી જશો, અને તમને લાગશે કે તે ખરેખર આટલો મોટો સાપ છે. જે અચાનક દરિયા કિનારે ત્યાં ઉભેલા લોકોને ડરાવે છે. પરંતુ જ્યારે આ વીડિયોની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે વીડિયોમાં જોવા મળતો સાપ અને ત્યાં ઉભેલા લોકો બધુ માત્ર અને માત્ર એક છટકું છે. જ્યારે સત્ય કંઈક બીજું છે. ખરેખર આ વિડિઓ સંપૂર્ણ રીતે સંપાદિત કરવામાં આવ્યો છે. જેને તમે પહેલી વાર જોશો, પછી તમને લાગશે કે તમે જે જુઓ છો તે સાચું છે. જ્યારે આવું કંઈ નથી.

image source

વીડિયો જોતા લાગે છે કે સાપ લોકોને સમુદ્રમાંથી ડરાવી રહ્યો છે, અને લોકો ફોટો લઈ રહ્યા છે. આ વિડિઓને @mrbikkeeraj નામના ટિકિટોક ક્રિએટર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેને જોઇ રહ્યા છે આ વીડિયોને અત્યાર સુધીમાં 28 કરોડથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ સિવાય 20 લાખથી વધુ લાઈક્સ અને 13 હજારથી વધુ લોકોએ આ વીડિયો પર ટિપ્પણી કરી છે.

આ વિડિઓ પર ટિપ્પણી કરતાં, એક વપરાશકર્તાએ લખ્યું છે કે, “આ વિડિઓ પ્રથમ વખતથી વાસ્તવિક લાગે છે, પરંતુ બીજી વખત સમજી શકાય છે કે તે સંપાદિત કરવામાં આવ્યું છે.” જ્યારે અન્ય વપરાશકર્તાઓએ ટિપ્પણી કરી, લખ્યું કે, “સંપાદન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું, એવું લાગતું નથી કે આ વિડિઓ નકલી છે.”

image source

તમને જણાવી દઈએ કે આ વિડિઓ એકદમ ફોટોશોપની મદદથી આબેહૂબ બનાવવામાં આવ્યો છે. આટલો મોટો સાંપ ક્યાંય જોવા મળ્યો નથી. કેટલાક લોકો આવા ફેક વિડિઓ મૂકીને લોકોને ગેરમાર્ગ પર દોરવવાનું કામ કરતા હોય છે પણ જ્યાં સુધી તમને તે સમાચારની હકીકત ખબર ના હોય ત્યાં સુધી કોઈપણ વિડિઓ કે સમાચારને ફેલાવવા જોઈએ નહીં.

નોંધ: અમે આવા કોઈપણ વિડીઓનું સમર્થન નથી કરતા કે નથી અમે તેને ફેલાવતા અમે ફક્ત લોકોને આવા ફેક વિડીઓની સચ્ચાઈ સામે લાવીએ છીએ. આ વિડિઓ હાલ હટાવી લેવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ