જ્યાં સુધી આવી સરસ ફિલ્મો બનતી રહેશે ત્યાં સુધી.. Must Read for all Film Lovers

છેલ્લા 3 અઠવાડિયામાં મારા જેવા ફિલ્મી રસિયાઓને આંચકા લાગે એવા 2-3 સુખદ આશ્ચર્યજનક અનુભવો થયા.. ફિલ્મોનાં હીટ જવા બાબતે તેમજ તેમાં પ્રસ્તુત આર્ટ-ટેક્નિકાલિટિઝ- અભિનય અંગે અમારી ફીલ્ડનાં લોકોમાં અવારનવાર શરતો લાગતી રહેતી હોય છે.. કોની ફિલ્મ કેટલી ચાલશે? કોણ અભિનયમાં મેદાન મારી જશે? કોનો સ્કીનપ્લે વધારે જોરદાર રહેશે? વગેરે વગેરે..

આ સમયગાળા દરમ્યાન ટોટલ 8 થી વધુ મુવિઝ રિલિઝ થઇ (હિંદી, ગુજરાતી અને અંગ્રેજી મળી ને), પણ પહેલી વખત એવુ થયુ કે 2 ગુજરાતી ફિલ્મો ધણા બધા ક્ષેત્રોમાં આગળ નીકળી ગઇ..

“Vitamin She”નાં ઇનોવેટિવ ફિલ્મ-પ્રમોશનને લઇને એ ફિલ્મ તેમજ એમની ટીમ ખાસ્સી એવી ચર્ચામાં રહી. ખરેખર, એમના આ નવા અંદાઝ માટે એમને એક વખત “હેટ્સ ઓફ” કહેવાનું અચૂક મન થાય. ફિલ્મે એ અઠવાડિયાની બાકી બધી ફિલ્મોને જોરદાર ટક્કર મારે એવું ધિક્તુ પર્ફોર્મેન્સ આપ્યુ.

પણ તેના ઉપરાંત, આ અઠવાડિયામાં શાહરૂખખાન જેવા દિગ્ગજ અને બોલિવુડ કિંગની Heavily Promoted ફિલ્મની સાથે સાથે રિલિઝ થવાનો જેણે જુગાર રમ્યો એ ફિલ્મ એટલે કે “Wass…up! Zindagi” માટે પણ 2 શબ્દો કહેવાનુ મન થાય. કોઇપણ સામાન્ય ડિસ્ટ્રિબ્યુટરને આપણે પૂછીએ તો તે આ વિકમાં ફિલ્મ રિલિઝ કરવાની સ્પષ્ટ ના જ પાડે.. માંડ 30થી 50 લાખનાં ટોટલ બજેટમાં બનતી આપણી ગુજરાતી ફિલ્મો કોઇપણ રીતે આવી કરોડોને ખર્ચે બનતી બોલિવુડ ફિલ્મોને ટક્કર ના આપી શકે.. પણ “Wass…up! Zindagi” એ આ અશક્ય વાતને પણ શક્ય કરી બતાવી છે.. છેલ્લા 4 દિવસથી આ ફિલ્મો મલ્ટિપ્લેક્ષોમાં ધુમ મચાવી રહી છે, અને ખુબીની વાત તો એ છે કે બોલિવુડની ટોચની ફિલ્મો માટે સ્ક્રીનપ્લે લખનાર અને બોલિવુડમાં બેસ્ટ સ્ક્રીનપ્લે રાઈટરનો એવોર્ડ પણ જેમને મળ્યો છે એવા મનોજ લાલવાણી દિગ્દર્શીત આ મુવી એ મિનિમમ પ્રોમોશનમાં મેક્સિમમ ફૂટફોલ્સ મેળવી બતાવ્યા છે.. જે ખરેખર ગૌરવની વાત કહેવાય..

આ પુરાવો છે કે આપણી પબ્લિક હજુ પણ માત્ર પ્રમોશન નહિં પણ વર્ડ ઓફ માઉથને પણ જબ્બરદસ્ત પ્રધાન્ય આપે છે.

એ ઉપરાંત ફિલ્મની સંપૂર્ણ ટીમને દાદ દેવી પડે કે જેઓએ અનેક ડિપાર્ટમેન્ટમાં બહુ સરસ કામ કરીને બતાવ્યુ છે. માત્ર કોમેડી કે માત્ર યુથ-ફોક્સડ ફિલ્મ ના હોતા, આ ફિલ્મ અલગ અલગ મસાલાથી ભરપુર એવી ફેમેલી-એન્ટરટેઇનર સાબિત થઇ ચુકી છે. ફિલ્મની સ્ટોરી,સ્ક્રીનપ્લે અને ડાયલોગ ફેન્ટાસ્ટીક ફેબ્યુલસ,માઈન્ડ બ્લોઈંગ છે જેમાં માત્ર કોમેડી જ નથી પરંતુ સર્વગુણ સંપન્ન સ્ટોરી કહી શકાય જેમાં પ્રેમ છે..રોમાન્સ છે..પાર્ટી છે..મિત્રો વચ્ચેની ગમે તે પરિસ્થિતીમાં મદદ કરવાની ભાવના, કોમેડી છે પરંતુ વલ્ગર નથી, બિહારના લાલુ યાદવથી માંડીને આજના ટામેટાના ભાવ વધવા સુધીની ચર્ચા ફિલ્મમાં વર્ણવી લેવામાં આવી છે,

ટૂંકમાં કહું તો જ્યાં સુધી આવી સરસ મજાની ફિલ્મો બનતી રહેશે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ કોઇ એક જ ધરેડમાં બંધાઇ નહિં રહે.. ઘણાની એવી ફરિયાદ રહી છે કે “કેવી રીતે જઇશ” બાદ શરૂ થયેલ ગુજરાતી ફિલ્મોનાં આ લેટેસ્ટ ક્રેઝમાં માત્ર કોમેડી ફિલ્મો જ આવે છે અને બીજી કોઇ ફ્લેવરને ટચ જ નથી કરવામાં આવતું. પણ આ બન્ને ફિલ્મો આ વાતને ખોટી પાડવા માટે પુરતી છે. 1971માં આવેલી “જેસલ તોરલ” ફિલ્મ પછી માત્ર ગામડાનાં લોકોને વધુ રસ પડે એવી લોક-કથા આધારિત ફિલ્મો જ વધુ ચાલતી અને એવી જ ફિલ્મો વધુ આવતી.. પણ વચ્ચેનાં દાયકાઓમાં થયેલા સરાહનીય પ્રયાસો બાદ હવે જઇને ફરી એકવાર ગુજરાતી ફિલ્મોમાં વેરિએશનની શરૂઆત થઇ ચુકી છે. અમારા જેવા મિત્રોને ખાતરી છે કે આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મો ઓર વધુ ઊંચા શિખરો સહેલાઇથી સર કરશે, અને ગુજરાતી ધંધાર્થીઓની સાહસિક્તા પણ આમાં બહુ મોટો ભાગ ભજવશે.. બસ, જોઇએ છે તમારા જેવા ઉત્સાહી વાચકોનો સતત સાથ-સહકાર..

તમને જો આ પોસ્ટ ગમી હોય તો ઓછા નામે અચૂક આ પોસ્ટને શેર અને લાઇક કરજો..
અને બની શકે તો એક વખત અચૂક “Wass…up! Zindagi” ફિલ્મ માણી આવજો. તમે પણ કહેશો કે વાહ, મજ્જા પડી ગઇ.. ફિલ્મની ટિકિટ અત્યારે જ બુક કરવા માટે આ લિંક પર ક્લિક કરો – બુક માય શો – Book My Show – https://in.bookmyshow.com/buytickets/wass-up-zindagi-ahmedabad/movie-ahd-ET00059539-MT/20170807

તો આ બાબત પર જ “Wass…up! Zindagi” ફિલ્મનો એક સરસ Honest રિવ્યુ નીચે આપેલો છે.. આ રિવ્યુ અમે આગળ પણ પોસ્ટ કરી ચૂક્યા છીએ.. પણ જે લોકોને હજુ આ મુવી જોવાની બાકી હોય એવા લોકો માટે ફરી એક વાર..

==============================
ગઈકાલે અને આજે મળીને ૨ ફિલ્મો જોઈ. એકમાં કંઈ મજા ના આવી (ખબર છે ને કઈ ફિલ્મની વાત કરું છું!) ત્યારે બીજી ફિલ્મ “વૉઝઅપ જિંદગી”માં દિલ ખુશ થઈ જાય એટલી મજા આવી.

વાંચો મારો રિવ્યુ – દિલ સે!

સ્ટોરી: ફિલ્મની સ્ટોરી,સ્ક્રીનપ્લે અને ડાયલોગ ફેન્ટાસ્ટીક ફેબ્યુલસ,માઈન્ડ બ્લોઈંગ છે જેમાં માત્ર કોમેડી જ નથી પરંતુ સર્વગુણ સંપન્ન સ્ટોરી કહી શકાય જેમાં પ્રેમ છે..રોમાન્સ છે..પાર્ટી છે..મિત્રો વચ્ચેની ગમે તે પરિસ્થિતીમાં મદદ કરવાની ભાવના, કોમેડી છે પરંતુ વલ્ગર નથી, બિહારના લાલુ યાદવથી માંડીને આજના ટામેટાના ભાવ વધવા સુધીની ચર્ચા ફિલ્મમાં વર્ણવી લેવામાં આવી છે,
ફિલ્મની સ્ટોરી વિશે અંહીયા લખતો નથી કા.કે ખરેખર મને સૌથી વધુ દિલથી આ ફિલ્મની વાર્તા ગમી તો સાથે સાથે અંકિત ગોરે તથા જાણીતા એક્ટર એવા જયેશ મોરે એ ફિલ્મના ડાયલોગ લખ્યા છે એટલે રંગમાં ભળ્યો અને સુરતી ભાષામાં ડાયલોગ આપીને મજ્જા કરાવી દિધી તો સ્ટોરીને માણવાં થિએટરમાં સહ પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મ છે
બાકી આ સિવાય ઓવરઓલ કહું તો ૧૪૩ મિનીટની આ ફિલ્મ મને લાંબી લાગી,દરેક સીનમાં ડાયલોગની લંબાઈ પણ વધારે અંદાજીત ૩ થી ૪ મિનીટની લાગી,હજુ પણ સારુ વર્ક આઉટ થઈ શકત,બાકી સ્ટોરી ખૂબ ગમી અને લોકોને ખૂબ ગમશે

લોકેશન: ફિલ્મનુ મોટાભાગનુ શુટ સુરતમાં થયુ છે, બે ત્રણ સીનનુ શૂટ ગોવાનુ છે

સીન: ફિલ્મના દરેકે દરેક સીન કલરફુલ અને ફેન્ટાસ્ટીક છે પરંતુ અમુક જગ્યાએ સીનમાં ભૂલો દેખાય છે જેમકે ફિલ્મના નામમાં અને અંગ્રેજીમાં લખાયેલા ટ્રાન્સલેશનમાં સ્પેલિંગ અલગ લાગ્યા WassUp Zindgi ફિલ્મનુ નામ અને Whatsapp Jindgi ટાઈટલ ટ્રેકનુ નામ.
ડેઝી ટુ ક્રેઝી ગીતમાં ભરપૂર લાઈટો દેખાય છે. દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ દારૂનો સીન તો છે જ, ખાસ તો થોડા દિવસ પહેલા પ્લેન વાળા સર્કલ પર ગાંડો ચઢી ગયો હતો એ બતાવવામાં આવ્યુ છે અને આજના ટામેટાના વધતા ભાવ વિશે પણ હળવો કટાક્ષ કરી લેવામાં આવ્યો છે. ફિલ્મના બીજા ભાગમાં સમીર ખખ્ખરવાળો સીન ખૂબ જ સરસ રીતે લેવામાં આવ્યો છે. તો, જયેશ મોરે – પ્રેમ ગઢવી સહિતના મિત્રો જ્યારે ગોવા જાય છે ત્યારે ટાયર નીચે નારીયેળ ફોડે છે તે સીન સરસ છે.

બાકી, ઓવરઓલ સરસ કહી શકાય!

મ્યુઝીક: ફિલ્મનુ મ્યુઝીક દરેક ફિલ્મોની જેમ સરસ જ છે પરંતુ મને આ ફિલ્મના ગીતના શબ્દોમાં ખબર ન પડી, કા.કે ગુજરાતી અને અંગ્રેજી શબ્દોને ભેગા કરીને “ગુજલીશ “ગીતો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે

બેકગ્રાઉન્ડ સ્કોર: બેકગ્રાઉન્ડ માઈનોર બે જગ્યાએ છૂટે છે પરંતુ સીનને અનુરુપ છે.

સિનેમેટોગ્રાફી: સિનેમેટોગ્રાફી ઓવરઓલ સારી કહી શકાય, માઈનોર બે ત્રણ જગ્યાએ સીન કેમેરા આઉટ થવાના કારણે પાછળ ઉપયોગ કરેલી લાઈટ દેખાય છે,એક તો ગીતમાં પણ દેખાય છે. અહીં થોડું ધ્યાન રાખી શકાયું હોત.

એડિટીંગ: એડિટીંગ મને થોડુ નબળુ લાગ્યુ,સ્ક્રીન પર અમુક સીનો તકનિકી રીતે જર્ક મારતાં હોય એવુ લાગે છે. Jharana કે Zarana સાચ્ચો? સ્પેલિંગમાં ઈંગ્લીશ ટ્રાન્સેલશનમાં કાંઈક ભૂલ હોય એવુ લાગે છે, Whatsapp Jindgi ના ટાઈટલ ટ્રેકમાં તથા ફિલ્મના વચ્ચે સ્પેલિંગ સાચો કયો એ મને ખબર ના પડી!

ડિરેક્શન: ડિરેક્ટર મનોજ લાલવાણીએ જમરૂખખાનની ત્રણ,સલમાન ખાનની એક તથા એક સાઉથ ઈન્ડીયન ફિલ્મ લખી છે અને બેસ્ટ સ્ક્રીનપ્લે રાઈટરનો તેમણે એવોર્ડ પણ મળ્યો છે આટલો વિશાળ અનુભવ હોવા છતાંયે ડિરેકશનમાં ક્યાંક કચાશ લાગે છે બાકી ઓવરઓલ સરસ કહી શકાય

કોસ્ચ્યુમ અને સ્ટાઈલિસ્ટ: દરેકે દરેક સીનને અનુરુપ છે

સ્ટાર કાસ્ટ: નુક્કડ ફેમ “સમીર ખખ્ખર”,૧૦૨ નોટ આઉટ ફેમ “જયેશ મોરે તથા પ્રેમ ગઢવી “,ઝીલન બેલાણી, રવિશ દેસાઈ,ગૌરવ પસાવાલા,ભક્તિ રાઠોડ,ટ્વીશા શુક્લા,વૈદેહી ઉપાધ્યાય તથા જયકા યાજ્ઞિકનુ કામ સ્ક્રીન પર પ્રસંશનીય છે અને તેમની મહેનત સ્ક્રીન પર દેખાય છે

ગમતો સીન: દિનેશ લાલ ઉર્ફે જયેશ મોરેની એન્ટ્રી સાથે ડાયલોગ, તબલાતોડ, છોતરાફાડ પ્રેમ ગઢવીનો એન્ટ્રી ડાયલોગ, “અલા ગયા જનમમાં ગોરખો હતો કે ઘૂવડ વાળો “સીન, પ્રેમ ગઢવીનો જાંગીયા વાળો સીન, પારસી કાકાનો રીક્ષા વાળો સીન, બેબીડોલ ૧૪૩ના ઓનલાઈન ચેટીંગ દરમ્યાન ધર્મેશભાઈ જોડે દાવ થાય છે તે સીન

ઓવરઓલ પપ્પુ પંચાતીયા તરફથી વોટ્સએપના પાંચ ઈમોજી માંથી ત્રણ ઈમોજી એટલે કે પાંચમાંથી ૩ સ્ટાર (3.0/5.0)

હાઉકલી: લાઈફમાં આપણને ગમતી વ્યકિત રાઈટ હોય તે જરૂરી નથી

અલા, આટલું વાંચ્યા પછી ટિકિટ બૂક કરાવી કે નહીં? – આ લ્યો – લિંક પણ આપુંઃ https://in.bookmyshow.com/
કાર/બાઈકને સેલ્ફ મારો અને ભાગો થિએટરે!

અરે ઊભા રહો! – ફિલ્મ જોઈને આવ્યા બાદ મને થેન્ક યુ કહેવાનું ભૂલશો નહીં.

– પપ્પુ પંચાતિયા

ટીપ્પણી