જલ્સા કરોને જેંતીલાલ

વાહ ! જ્યાં કોઈ ન પહોંચે ત્યાં ઝોમાટો પહોંચે ! ભરેલા પાણીમાં પણ ઝોમાટોના ડીલીવરીમેને આપી સર્વિસ

આજે તમારે જે જોઈએ તે તમને મોબાઈલના સ્ક્રીન પર માત્ર એક – બે ટેપ કે પછી કંપ્યુટર સ્ક્રીન પર એક-બે ક્લીક પર જ ઘરના આંગણે મળી જાય છે. પછી મોટા રેફ્રીજરેટરની વાત હોય કે પછી વડાપાંઉ-બર્ગરની વાત હોય. આજે ઇમર્જન્સી સેવાઓ જેટલી જલદી નથી પહોંચતી તેટલી જલદી આ ઓનલાઈન સેવાઓ પહોંચી જાય છે.

હવે તો લોકોમાં મઝાક પણ થવા લાગી છે કે એમ્બ્યુલન્સ ભલે સમયસર ન પહોંચે પણ અરધા કલાકમાં પીઝા તો ચોક્કસ પહોંચી જ જાય છે. વાત ભલે રમૂજમાં કહેવાયેલી છે પણ વાસ્તવમાં તો સાચી જ છે અને કડવી પણ છે.

આજે મૂશ્કેલ સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર મળે પછી આ સ્થિતિ પૂરની હોય, આગની હોય કે પછી અકસ્માતની હોય. લોકોને સેવા મળવામાં મોડું થઈ જાય છે અને ઘણીવાર તો એવું બને છે કે પ્રાથમિક સારવાર નહીં મળતા વ્યક્તિ મૃત્યુ પણ પામે છે.


તાજેતરમાં વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને હાલ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓંસર્યા નથી અને વરસાદ પણ સતત ચાલુ છે ત્યારે તેવા સંજોગોમાં એક વિડિયો વાયરલ થયો છે જેમાં ઝોમાટો નામની ઓનલાઈન સાઇટ કે જે લોકોને ઘરે બેઠા ભાવતુ ભોજન પીરસે છે તેનો ડીલીવરી મેન ભરેલા પાણીમાં પણ ખાવાનું પહોંચાડતો જોવા મળે છે.


આ વિડિયો સોશિયલ મિડિયા પર અસંખ્ય વાર શેયર થઈ રહ્યો છે. ટ્વીટરના એક અકાઉન્ટ પરથી આ વિડિયો શેયર કરવામાં આવ્યો હતો જેમાં ઝોમાટોનો એક ડીલીવરી બોય વરસતા વરસાદમાં ગોઠણ સમા પાણીમાં પોતાની બાઈકને રીતસરનો ખેંચી જઈ રહ્યો છે. આને કહેવાય પોતાના કામ પ્રત્યેનું ડેડીકેશન.


આજે આવા વરસાદમાં એનડીઆરએફની ટીમને પણ જરૂરિયાત મંદો સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે ત્યાં આ ડીલીવરી બોય પોતાની કાર્ય પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યો છે. ખરેખર ખર જે પણ ગ્રાહકના નસીબમાં આ ડીલીવરી બોય આવ્યો છે તેણે તેના આ ડેડીકેશન માટે એક્સ્ટ્રા ટીપ તો આપવી જ જોઈએ.

આ વિડિયો જોઈને ઘણા બધા લોકોએ આ ડીલીવરી મેનના વખાણ કર્યા છે અને આમ કહો તો આ ડીલીવરી બોયની પોતાની કંપની પ્રત્યેની પ્રામાણિકતા જોઈને તેમજ તેના કારણે ઝોમાટોની ફૂડ ડીલીવરી વેબસાઇટને જે પ્રમોશન મળ્યું છે તેની સામે આ ડીલીવરી બોયને પણ પ્રમોશન મળવું જોઈએ.

તમને જણાવી દઈએ કે હમણા થોડાક દિવસ પહેલાં પણ ઝોમાટો ચર્ચામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિએ ઝોમાટો પરથી ખાવાનું ઓર્ડર કર્યું હતું અને તેણે ડીલીવરી માટે કોણ આવવાનું છે તેના જવાબમાં કોઈ મુસ્લિમ ડીલીવરી બોય આવવાનો છે તેવો જવાબ મળતા પોતાનો ઓર્ડર કેન્સલ કર્યો હતો. જો કે તે માટે તેને લોકો તરફથી ઘણો ઠપકો આપવામા આવ્યો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version