માત્ર 2 રૂપિયા ખર્ચીને તમે તમારી સાવલી ત્વચાને બનાવો ગોરી..

સ્ત્રી હોય કે પુરુષ, આજના જમાનામાં દરેકને સુંદર અને આકર્ષક દેખાવું છે. જે લોકોના ચહેરાની રંગત ગોરી હોય છે, તેમના ચહેરા પર અલગ પ્રકારનો જ આત્મવિશ્વાસ ઝળકે છે. પરંતુ જે લોકો સાંવળા હોય છે, તેમને હંમેશા પોતાના રંગને લઈને ચિંતા સતાવે છે. પોતાના ચહેરા પર જલ્દી નિખાર લાવવા માટે તેઓ મોટાભાગે તો બ્લીચનો ઉપયોગ કરે છે. અથવા તો માર્કેટના મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સ પણ લાવીને ઉપયોગ કરે છે. પરંતુ તેના ઉપયોગથી અનેક પ્રકારના સાઈડ ઈફેક્ટ્સનો પણ ડર રહે છે. જો તમને તમારી ત્વચામા જલ્દી નિખાર લાવવો છે અને મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સની પણ તમારા ચહેરા પર કોઈ અસર નથી થઈ રહી તો, આજે અમે તમને એવી ટિપ્સ આપીએ, જેનાથી માત્ર બે રૂપિયાનો ખર્ચ કરીને તમે ઘરમાં બ્લીચ બનાવી શકશો. આ નેચરલ બ્લીચથી તમારી ત્વચા સાંવળીમાંથી ગોરી ગોરી થઈ જશે.

મધ અને કોફી પાવડર

આમ તો દરેક કિચનમાં આ બે વસ્તુ મળી જ રહે છે. કોફી પાવડર ન હોય તો માર્કેટમાંથી 2 રૂપિયાનું કોફીનું પેકેટ લઈ આવો. આ બંને દ્વારા તમે નેચરલ બ્લીચ બનાવી શકશો. આ લેપને ચહેરા પર લગાવવાથી આંખોની નીચેના ડાર્ક સર્કલ, પિંપલ્સ દૂર થઈ જશે.

આવી રીતે બનાવો બ્લીચ

ઘર પર નેચરલ બ્લીચ બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી મધ અને અડધો ચમચી કોફી પાવડર લઈ તેને સારી રીતે મિક્સ કરી લો. તમે ઈચ્છો તો તેમાં થોડુ ગુલાબ જળ પણ મિક્સ કરી શકો છો.

આ લેપને તમારા ચહેરા પર સારી રીતે લગાવી લો અને અંદાજે 20થી 30 મિનીટ સુધી રહેવા દો. જ્યારે આ લેપ સુકાઈ જાય ત્યારે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

બે રૂપિયાવાળા આ આસાન નુલખાને સપ્તાહમાં ત્રણવાર ટ્રાય કરો. આવું કરવાથી તમારી સાંવળી ત્વચા ગોરી થવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ઘર પર બનાવેલો આ લેપ નેચરલ બ્લીચ છે, પ્રાકૃતિક રીતે સાંવળી ત્વચાની રંગતને હળવી કરે છે અને આ અસરદાર લેપની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી