ઝૂંપડપટ્ટી, સામાજિક અંતરનો અભાવ છતાં અહીં કોરોનાના કેસ છે ઓછા

આમ તો ગુજરાતભરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. પરંતુ તેમાં પણ સૌથી ખરાબ સ્થિતિ સુરત, વડોદરા, રાજકોટ સહિત અમદાવાદની છે. અહીં કોરોનાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જો કે આ સતત વધતાં કેસ વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તાર ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ શહેરના ચંડોળા તળાવ, વાસણા, મિલ્લતનગર સહિતના ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં શહેરના અન્ય વિસ્તારની સરખામણીએ કોરોનાના કેસનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ વાત તો સારી જ છે કે અહીં લોકો સુરક્ષિત છે. પરંતુ આ વાત મોટો પ્રશ્ન પણ ઊભો કરે છે.

images source

કોરોનાથી બચવા જે જરૂરી કામો છે એટલે કે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, સ્વચ્છતા વગેરેનું પાલન આ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તો થતું જ નથી. અહીં લોકોના ઘર ગીચોગીચ વિસ્તારમાં હોય છે. તે માસ્ક નથી પહેરતા, સામાજિક અંતર પણ નથી જળવાતું પરંતુ તેમ છતાં કોરોના અહીં વકર્યો નથી.

image source

કોરોનાની આ બીજી લહેર એટલી ઘાતક છે કે તેમાં માસ્ક પહેરનાર, રસી લઈ ચુકેલા અને ઘરમાં જ રહેતા લોકો પણ અજાણતા કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે ત્યારે આ પ્રશ્ન થાય તે સ્વાભાવિક પણ છે. આ પ્રશ્ન પર પ્રકાશ પાડતાં રાજ્ય સરકારની ટાસ્ત ફોર્સના સભ્ય એવા ડો દિલીપ માવલંકરનું કહેવું છે કે ઝૂંપડપટ્ટીમાં કોરોનાના કેસનું ઓછું પ્રમાણ તે સંશોધનનો વિષય છે. પરંતુ અહીં રહેતા લોકોને કોરોના ન થવા પાછળનું એક કારણ તે જે જગ્યામાં રહે છે અને જે ખોરાક ખાય છે તે પણ હોય શકે.

image source

ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો ગીચ અને ગંદા વિસ્તારમાં રહે છે, પ્રદૂષિત પાણી પીતા હોય છે, વાસી ખોરાક ખાય છે. એટલે તેઓ અનેકવાર રોગનો શિકાર થઈ ચુક્યા હોય છે. આ સાથે જ તેમનામાં એન્ટીબોડી પણ વિકસીત થવા લાગે છે. આ વાત એવી છે કે જ્યારે કોઈ વિદેશથી ભારતમાં આવે તો તેને અહીંનું વાતાવરણ અનુકૂળ ન આવે તો તે બીમાર થઈ જાય છે. પરંતુ ઝૂંપડપટ્ટીના લોકો એવા વાતાવરણમાં રહે છે કે તેમનું શરીર જબરદસ્ત એન્ટીબોડી ધરાવતું થઈ જાય છે.

કોઈ માંગીને ખાનાર વાસી ખોરાક ખાય તો તેને ફૂડ પોઈઝનીંગ થતું નથી, ફૂટપાથ પર રહેતા લોકો કે લારી ચલાવતા લોકોને તડકાથી લૂ લાગતી નથી. દેશની સૌથી મોટી ઝૂપડપટ્ટી ધારાવીમાં 10 લાખ લોકો રહે છે પરંતુ અહીં પણ કોરોનાના કેસ પ્રમાણમાં ઓછા નોંધાય છે.

image source

આ વાત પરથી વધુ એકવાતનો ખુલાસો થયો છે કે સતત એસીમાં બેસી કામ કરતાં, બેઠાડુ જીવન હોય તેવા લોકો મેદસ્વિતા, વિટામીન ડી સહિતના જરૂરી તત્વોની ખામી હોય છે જેના કારણે તેઓ ઝડપથી બીમાર પડે છે. વિટામીન ડીની ઊણપ હોય તેવા લોકો ઝડપથી કોરોનાના શિકાર બને છે. આવી ઊણપ ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોમાં ઓછી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!