જૂન મહિનામાં ટેલિવૂડમાંથી બહાર થઈ રહ્યા છે આ શો, કોરોના કરી રહ્યો છે અસર

કોરોનાની અસર દેશ અને દુનિયામાં તમામ લોકોને થઈ રહી છે ત્યારે અનેક નિયમો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે નવા નિયમો અને પાબંદીઓ લગાવવામાં આવી છે. કોરોના સંકટ દરેકને માટે મોટું સકટ બની રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં મનોરંજન જગત પછી તે ટેલિવૂડ હોય કે બોલિવૂડ પ્રભાવિત થઈ રહ્યા છે. અનેક ટેલિવિઝન સીરિયલના શૂટિંગને મુંબઈમાં કરી રહ્યા નથી, મુંબઈથી દૂર જેમકે ગોવા, રાજસ્થાન અને હૈદરાબાદ જઈને શૂટિંગ કરવું પડી રહ્યું છે. આ સાથે તેનું કારણ છે કે મુંબઈમાં હાલમાં લોકડાઉન છે આ સમયે અનેક સીરિયલ્સના શૂટિંગ્સ અટકી ગયા છે. અનેક નવા એપિસોડ બની રહ્યા નથી આ સિવાય એપિસોડની બેંક પણ હવે ખતમ થઈ રહી છે.

image source

કોરોનાના કારણે અનેક મુશ્કેલીઓની વચ્ચે દર્શકો અને ફેન્સને નિરાશ કરનારા સમાચાર એ છે કે જે માહિતિ મળી રહી છે અને અને જે સ્થિતિ બની રહી છે તેના કારણે તુઝસે હૈ કાબ્તા, હમારી વાલી ગુડ ન્યૂઝ અને કુર્બાન હુઆ આ 3 ટીવી શો જૂન મહિનામાં જ ખતમ થઈ રહ્યા છે.

image source

રિપોર્ટ અનુસાર આ શો હાલમાં ચાલી રહ્યા છે પણ નવા એપિસોડ શૂટ ન થવાના કારણે આ શો જૂન મહિનામાં બંધ કરી દેવામાં આવશે. આ શોની ટીઆરપી ડાઉન હોવાના કારણે પણ આવું કરાઈ રહ્યું છે. જો કે આ માટેની કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી, કે ક્યારથી આ શો બંધ થશે.

image source

શોની વાત કરીએ તો તુઝ સે હૈ રાબ્તા આ શો 2018થી શરૂ થયો છે. આ શોમાં રીમ શેખ, પૂર્વા ગોખલે અને સાથે જ સેહબાન અજીમ લીડ રોલમાં છે. તો સાથે જ હમારી વાલી ગુડ ન્યૂઝમાં જૂહી પરમાર, રાઘવ તિવાકી, સૃષઅટિ જૈન અને શક્તિ આનંદ પણ લીડ રોલમાં છે. આ શો 2020માં શરૂ થયો હતો.

image source

આ સાથે ત્રીજો શો કુર્બાન હુઆ પણ ફેબ્રુઆરી 2020માં શરૂ કરાયો હતો. તેમાં કરણ જોટવાની, સોનાલી નિકમ, પ્રતિભા રત્ના જેવા કલાકાર હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે સંપૂર્ણ લોકડાઉન હતુ ત્યારે પણ અનેક ટેલિવિઝન શો પર તેનો પ્રભાવ પડ્યો હતો. તેમાં બેહદ 2, પટિયાલા બેબ્સ, ઈશારોં ઈશારોમેં આ શો બંધ થયા હતા.

હવે આ 3 શો બંધ થવાના કારણે પણ ફેન્સને મુશ્કેલી આવી શકે છે અને સાથે જ ટીવી જગતને પણ માર પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!