2020નો છઠ્ઠો મહિનો શરુ, જ્યોતિષ વિદ્યા પ્રમાણે જાણો કેવો રહેશે આ મહિનો

2020ના છઠ્ઠો મહિનો શરુ, જ્યોતિષ વિદ્યા પ્રમાણે કેવો રહેશે આ મહિનો

કોરોના મહામારીના આ સમય સાથે જ 2020નો છઠ્ઠો મહિનો એટલે કે જુન શરૂ થઇ ચુક્યો છે. આ મહિનામાં અંક 5 અને અંક 9 ધરાવતાં લોકોને ઘણી સફળતાઓ મળી શકે છે. જો કે આ લોકોએ સારા લાભ મેળવવા માટે આકરી મહેનત કરવી પડશે, જો એમ નહીં થાય તો લાભ મળી શકશે નહીં. આ બાબતે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જાણો કે તમારા માટે 30 જૂન સુધીનો સમય કેવો રહેશે?

આ મહિનાના અંક જોતા 22 અને 31 તારીખે જન્મેલાં લોકોએ આ મહિનામાં ખાસ સાવધાન રહીને કામ કરવું પડશે, જો કે અંક 5 અને અંક 9 ધરાવતા જાતકોને સફળતા મળશે

જન્મ તારીખ : 1, 10, 19 કે 28 તારીખ હોય

image source

આ તારીખમાં જન્મેલા લોકોને ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ આ જૂન મહિનામાં મળી શકે છે. તેમજ ઘર-પરિવાર અને સમાજમાં પણ સન્માન મળશે. ઘરમાં બધાના સહયોગથી મોટી-મોટી સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે.

જન્મ તારીખ : 2, 11, 20 કે 29 તારીખ હોય

image source

આ જન્મતારીખ ધરાવતા લોકોને જૂન મહિનામાં ભાગ્યનો સામાન્ય સાથ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. જેટલું કામ કરશો તેટલો જ લાભ આ સમય દરમિયાન મળી શકશે.

જન્મ તારીખ : 3, 12, 21 કે 30 તારીખ હોય

image source

છેલ્લી યોજનાઓને પૂર્ણ કરવા માટેનો આ યોગ્ય સમય રહેશે. આ સમય દરમિયાન નોકરીમાં લાભ મળી શકે છે. સંભવત કોઇ મોટી સફળતા પણ મળી શકે છે તેમજ માન-સન્માન પણ વધશે.

જન્મ તારીખ : 4,13, 22 કે 31 તારીખ હોય

image source

આ તારીખ વાળા લોકોએ જૂન મહિનામાં વધુ સાવધાન રહીને કામ કરવું. વાદ-વિવાદની સ્થિતિઓ પણ બની શકે છે. જો કે બેદરકારીના કારણે ઘણી મોટી સમસ્યાઓ પણ થઇ શકે છે.

જન્મ તારીખ : 5, 14 કે 23 તારીખ હોય

image source

જુન મહિનાનો આ સમયગાળો આ જન્મ્તીખ વાળા લોકો માટે ખૂબ જ સારો રહેશે. કરેલ આકરી મહેનતનું ફળ પણ મળશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ પણ બની રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમારી આશા પ્રમાણેના કામ પણ પૂર્ણ થઇ શકે છે.

જન્મ તારીખ : 6, 15 કે 24 તારીખ હોય

image source

જુન મહિનો શિક્ષા સાથે જોડાયેલાં લોકો માટે સારો રહેશે. આવા લોકોનું જ્ઞાન વધશે અને જ્ઞાનનો ઉપયોગ પણ કરી શકાશે. આ સમય દરમિયાન માન-સન્માન મળશે તેમજ લાભ થશે.

જન્મ તારીખ : 7, 16 કે 25 તારીખ હોય

image source

આ સમય દરમિયાન મિત્રો અને સંબંધીઓ તરફથી મદદ મળી શકે છે અને બગડેલાં કાર્યો પણ સુધરી શકે છે. જો કે ધૈર્ય અને શાંતિ જાળવી રાખવી જરૂરી છે. જો ગુસ્સા પર કાબૂ રાખવામાં આવશે તો લાભ મળી શકે છે.

જન્મ તારીખ : 8, 17 કે 26 તારીખ હોય

image source

આ તારીખે જન્મેલા લોકોએ જૂન મહિનામાં થોડી વધારે સાવધાની રાખવી પડશે. જો કે પ્રારંભિક સફળતા બાદ બેદરકારી હાનિકારક સાબિત થઇ શકે છે. આ કારણે જાતકે સમજી-વિચારીને જ આગળ વધવું પડશે.

જન્મતારીખ : 9, 18 કે 27 તારીખ હોય

image source

જુન મહિનામાં અંક 9ના જાતકોનું અટવાયેલું ધન પાછું મળવાના યોગ બને છે. તેમ જ સમાજમાં પ્રતિષ્ઠા પણ વધશે. આ સમય દરમિયાના આવકમાં વધારો થઇ શકે છે. મિત્રો અને સંબંધિઓ દ્વારા શુભ સમાચાર પણ મળી શકે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ