જલ્સા કરોને જેંતીલાલ

જુનાગઢના જગવિખ્યાત દુર્લભ સિંહની મહાકાય લોખંડી સ્થાપત્ય વિશે આ વાત તમે નહીં જાણતા હોવ…

મોટા શહેરો અને મહાનગરોમાં ચાર રસ્તા અને મુખ્ય સ્થળોએ નામી વિભૂતિઓના પૂતળાં મૂકવાનો એક શિરસ્તો રહ્યો છે. જેમાં વિવિધ નેતાઓ, પ્રેરણાદાયક વ્યક્તિઓ કે પછી પૃથ્વીનો ગોળો, કળશ કે પછી કોઈ એવું સ્મૃતિ ચિન્હ બનાવીને મૂકાય છે જેને લીધે એ માર્ગ પરથી પસાર થતી વખતે એ સ્થળ અને એ સ્થાપત્ય યાદગાર બની જાય. ક્યારેક એ સ્થાપત્યો એ શહેર અને એ રસ્તાની મૂળ ઓળખ બની જાય છે જેમ કે કચ્છના ભૂજ પાસે આવેલ આવેલ માધાપર ગામને પાદરે બનાવેલ વિરાંગના સ્મારક, તે જે તે સમયે બનેલ ઘટનાની યાદ અપાવા અદકેરી રીતે બનાવેલ છે.

KONICA MINOLTA DIGITAL CAMERA

એજ રીતે ઝાંસીની રાણી, ગાંધીજી, આંબેડકર સાહેબ કે સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુ સૌથી વધુ પ્રમાણમાં દેશના કોઈ પણ પ્રદેશમાં જોવા મળશે. એ પરથી સમજી શકાય છે કે આ મહાનુભાવોનું દેશ પ્રત્યેનું પ્રદાન અને દેશવાસીઓના માનસ પર તેમનો પ્રભાવ અચલ છે. જેથી કરીને તેમના આદર સન્માન નિમિત્તે આ પ્રકારના સ્કલ્પચર બનાવડાવીને તેમને સ્મૃતિઅંજલિ અપાતી હોય છે.

આ જ પ્રથાને આગળ ધપાવતાં થોડા સમય પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનું મહાકાય અને એક આગવું સ્ટૅચ્યુ બનાવાયું જેણે માત્ર દેશમાં જ નહીં વિશ્વવ્યાપી આકર્ષણ જમાવ્યું છે. તે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિઓમાંથી એક તરીકે સ્થાન પામી છે. દેશના સૌથી મુખ્ય જોવા લાયક સ્થળોમાં આજના સમયમાં તે સ્થળનું નામ મોખરે થયું છે.

આજ રીતે હાલમાં એક નવો વિક્રમ સ્થપાયો છે. ગુજરાતનું ગૌરવ અને વિશ્વના દુર્લભ જંગલના રાજા કહેવાતા હિંસક છતાં શક્તિના પ્રતીક તરીકે ઓળખાતા સિંહનું અતિ ભવ્ય અને વિશાળ કદનું સ્કલ્પચર બનાવાયું છે. તેની પાછળ કરાયેલ મહેનત અને આ પ્રકારનું સ્ક્લ્પચર બનાવવાનો વિચાર ખરેખર દાદ માગી લે તેવું છે.

આવા હાથીકાય સ્ક્લ્પચર બનાવવા 40 હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ થયો છે જે સુરતના મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્થાપત્ય પાછળની એક મહત્વની વાત એ છે કે તે હાથથી ટીપીને ઘડાયું છે અને તે ભારતનું આજ સુધીનું સૌથી વજનદાર સ્કલ્પચર બન્યું છે. આ સ્કલ્પચરને વરાછા શ્યામ ધામ ચોક પાસે સ્થાપવામાં આવ્યું છે. જેની લંબાઈ 31 ફુટ અને પહોંળાઈ 20 ફુટની છે. 100 દિવસની મહેનત પછી સ્કલ્પચર તૈયાર થયું હતું. આર્ટિસ્ટે સુનિલ શ્રીધરે મીડિયા સૂત્રોને જણાવ્યું છે કે જો વ્યવસ્થિત રીતે આને મેઈન્ટેન કરવામાં આવશે તો 200 વર્ષ સુધી આ સ્કલ્ચર ચાલશે. આવું જ બીજું સ્કલ્પચર એસ.વી.એન.આઇ.ટી. સર્કલ પાસે પણ બીજો સિંહ મૂકાયેલ છે.

સિંહને માત્ર ધાર્મિક જ નહીં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક પ્રતીક ચિન્હ તરીકે સર્વસ્વીકાર્ય છે ત્યારે માત્ર એકાદ શહેરના જ નહીં બલ્કે દેશવ્યાપી અને વૈશ્વિકપણે આમ ગૌરવંતું સ્થાપત્ય બને એ મોટી વાત છે. દુનિયાના દુર્લભ સિંહો પૈકી જે મુખ્યત્વે ગુજરાતમાં જ તેનું મુખ્ય અભ્યારણ છે અને તેના સંરક્ષણ અને સંવર્ધનની ચિંતા કરવી તથા તેને અંગે પગલાં લેવાની જાગૃતિ માટે પણ આ પ્રકારે એક ઉત્તમ નિર્ણય લેવાયો છે.

કહેવાય છે કે એશિયાના સિંહોનું વજન 120 થી 226 કિલો હોય છે તેમજ 6.56 થી 9.18 ફુટ લાંબા હોય છે. આવા મહાકાય સિંહનું ભારીભકમ સ્કલ્પચર બનાવવા ખૂબ ચિવટ પૂર્વકની પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાં સૌથી પહેલા 2 ફુટનો માટીનો સિંહ બનાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ સૌથી સારો એશિયાટીક સિંહ ક્યાં ક્યાં છે એની તપાસ કરવામાં આવી. સૌથી સારો સિંહ જુનાગઢના શક્કરબાગમાંથી મેળવી શકાયો એટલે માટીમાંથી બનાવેલા સિંહ લઈને આર્ટિસ્ટ સુનિલ શ્રીધર શક્કર બાગમાં રિસર્ચ કરવા માટે ગયા, જ્યાં ત્રણ દિવસ તેમણે 24 કલાક સિંહની સામે બેસીને 400 સ્કેચ તૈયાર કર્યા અને 700થી વધુ ફોટોગ્રાફ પાડ્યા. તેમણે સિંહની ચાલ અને સિંહના તમામ અંગો વિશે જાણવા માટે સ્કેચ બનાવ્યા અને ફોટોગ્રાફ પાડ્યા, ત્યાર બાદ 8 મહિના સુધી ટીવીમાં સિંહના વિડિયો જોઈને રિસર્ચ કરવામાં 9 મહિનો સમય લાગ્યો હતો.

આજ સુધી વિવિધ ધાતુઓ અને જુદાજુદા પ્રકારના પત્થરોથી સિંગપોર, ઇજિપ્ત, ફિલિપાઈન્ઝ અને જેવા સ્થળોએ પણ બનાવાયેલ છે. જે જગવિખ્યાત પણ છે પરંતુ જુનગઢના પ્રતીક તરીકે સ્થાપીત આ હાથેથી બનાવેલ મહાકાય લોખંડી સ્ક્લ્પચરની દુનિયાભરથી પ્રસંશા મળી રહી છે એ આનંદની વાત છે.

Exit mobile version