જૂનાગઢમાં બકરીને બચાવવા માટે યુવાને સિંહે સામે પણ બાથ ભીડી લીધી, અંતે યુવકનું મોત થતાં લોકોમાં ફફડાટ

માનવ વસાહતો વધવાની સાથે જંગલો ઘટવા લાગ્યાં છે. આ જ કારણે હવે જંગલી પ્રાણીઓ અનેક વખત માનવ વસાહતોમાં આવી પહોંચતા હોય છે તેવા સમાચાર મળે છે. કોઈક વખત પાલતુ પશુઓ પર તો કોઈક વખત માણસોને પોતાનો શિકાર બનાવતાં હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા સિહને શિકાર ન મળતા તેણે યુવાનને પોતાનો ખોરાક બનાવ્યો હતો. ગીરને સિહોનુ ઘર કહેવામાં આવે છે પણ હવે તેની આસપાસના વિસ્તારોમાં ઘટાડો થતા આવુ થઈ રહ્યુ છે. હાલમાં ગીર સોમનાથથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં સિંહે એક યુવાનને પોતાનો શિકાર બનાવ્યો છે. આ ઘટનાં સામે આવતાં પંથકમાં ચકચાર મચી ગયો છે. લોકો હવે પોતાના પશુઓને લઈને બહાર નિકળતા પણ ડરી રહ્યા છે.

image source

મળતી માહિતી મુજબ તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે 35 વર્ષનો યુવાન પોતાની બકરીઓ લઇ રાત્રીના નીકળ્યો હતો અને તે દરમિયાન બકરીઓને બચાવવા જતા તેનું મોત નિપજ્યું હતું. આમ તો જૂનાગઢના ગીર સોમનાથમાં જંગલી પ્રાણીઓ પશુઓનો શિકાર કરે છે તેવી ઘટના સંભળાવા મળતી હોય છે અને કોઈક વખત આવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે. પરંતુ હવે સિંહો પશુઓ ન મળતાં માનવનો પણ શિકાર કરતાં થયાં છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે સિંહે યુવાનનો શિકાર કર્યો છે. તેવી ઘટના બનતા લોકોમાં ફફટાડ જોવા મળી રહ્યો છે. આ યુવાનનું મોતનું કારણ બકરીઓને સિંહથી બચાવવાં જતાં થયું હતું. આ પછી વનવિભાગની ટીમ ઘટના સ્થળે તરત જ પહોંચી ગઈ હતી અને સિંહને પાંજરે પુર્યો હતો. આ યુવાન બકરીઓને લઇ માધુપુર ધાવા ગીરગામના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે સિંહે બકરીઓ પર હુમલો કર્યો હતો.

image source

આ જોતાં જ આ યુવાન બકરીઓને બચાવવા માટે સિંહ સાથે બાથ ભીડી બેઠો હતો અને તેમાં સિંહે યુવાનનો શિકાર કર્યો હતો. સિંહે યુવાન પર ખુબ જ ઘાતક આક્રમણ કર્યું હતું જેથી ઘટના સ્થળે જ યુવાનનું મોત થયું હતુ. ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી અને ટીમ દ્વારા સિંહને કબજામાં લેવામાં આવ્યો હતો. આ અગાઉ પણ આવુ અનેક વખત જોવા મળ્યુ છે જેમાં ઘણી વખત વનવિભાગની ટીમ દ્વારા બચાવામાં પણ આવે છે તો ઘણી વખત પશુઓ અને માણસો તેનો ખોરાક પણ બનતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!