જૂનાગઢ ગરવા ગીરનાર પર રોપ-વે માટે લેવામાં આવી હેલિકોપ્ટરની મદદ…

ગરવા ગિરનારની પર ગુરુ દતાત્રેય બીરજમાન છે. એવું કહેવાય છે કે ગરવા ગીરનારમાં હિન્દુ ધર્મના 33 કરોડ દેવતાઓનો વાસ છે. અને તેથી જ આખા દેશ ભરમાથી લોકો ગીરનાર ચડી ને ગુરુ દતાત્રેય નો ઘંટ વગાડી ધન્યતા અનુભવે છે. એટલે જ દિવસે ને દિવસે દર્શનાર્થીઓની સંખ્યા માં વધારો થતો રહે છે ને ત્યાં રોજ કોઈને કોઈ ચમત્કાર થતાં સાંભળવા મળે છે ને એટલે ગીરનાર ચડવા માટે લોકોને થતી તકલીફ જોઈને સરકારે રોપવે બનાવવાનું વિચાર્યું ને ઘણા સમયથી આ પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું છે, ને એટલે જ આજે રોપવેના કામ ને આગળ વધાવવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે જે આખા દેશમાં બનતી પહેલી ઘટના છે.

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવે નું કામ પૂરજોશમાં ચાલી રહયું છે ત્યારે આજથી શિખર ઉપર સામાન પહોચડવા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું છે..ગરવા ગિરનાર ગોદમાં આકાર લઈ રહેલ એશિયાનો સૌથી મોટો રોપવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે આગામી એપ્રિલ માસ સુધીમાં રોપવેની કામગીરી પૂર્ણ થાય તે માટે કામગીરી જોરસોર થી ચાલી રહીછે.

જેમાં અંબાજી મંદિર સુધી સામાન પહોચડવા ખાસ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહીછે. આજથી આ કામગીરી શરૂ કરવામાં આવીછે. જેના માટે 100 જેટલા ઉષા બ્રેકોના કર્મચારીઑ કામે લાગ્યા છે.આ હેલિકોપ્ટર મારફત રોપવેનો માલસામાન લઈ જવાશે.આગામી પાચ થી છ દિવસ સુધી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે.

.ખાસ કરીને રોપવેની કામગીરી નિરીક્ષણ કરવા જુનાગઢ મહાનગરપાલિકાના ડે મેયર ગિરીશ કોટેશા આવી પહોચ્યા હતા અને ઉષા બ્રેકોના વાઈશ ચેરમેન સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. ઉપરાંત આ રોપવેનું ફાઉન્ડેશન નું નિરીક્ષણ કરવામાં આવ્યું.અને માલવાહક રોપવે માટે શું તકેદારી રાખીછે તે અંગે પણ જાણકારી મેળવી હતી.આ હેલોકોપ્ટરની ક્ષમતા 2 ટન સામાન ઊચકવાની છે..

..પાંચ દિવસ દરમ્યાન જે માલવાહક રોપવે બનાવવાનો છે તેનો સામાન ઉપર સુધી પહોચડવા આ હેલિકોપ્ટર ની મદદ લેવામાં આવશે..અને આજે પ્રથમ વખત ઉડાન ભર્યું ત્યારે પવનની તેજગતિ ના કારણે માલ ઉપડવામાં થોડી મુશ્કેલી પડી હતી.અને પવનની ગતિ ધીમી પડ્યા બાદ સામાન ઉપર પહોચડવો શક્ય બનસે..આજે ઉષા બ્રેકોના અધિકારી ઑ પણ જુનાગઢ આવી પહોચ્યા હતા અને કામગીરી સલમાત રીતે પૂર્ણ થાય તે જરૂરી હોવાનું  અધિકારી એ જણાવ્યુ હતું.. આમ ગિરનાર રોપવેની કામગીરી જડપી બને તેવું તમામ જનતા ઇછી રહી છે…

ન્યૂઝ આપનાર : વિજયસિંહ પરમાર (વી.ટીવી , ન્યૂઝ )