જલ્સા કરોને જેંતીલાલ

હીન્દુ મંદીરો દુનિયાના ખૂણે ખૂણે છે પણ અહીં અમેરિકાના ડેલવર ખાતેના જુના ચર્ચને જ સ્વામિનારાયણ મંદિરમાં ફેરવવામાં આવ્યું

આપણે અહીં મંદિર-મસ્જિદના વર્ષો જુના ઝઘડાઓ ચાલતા રહે છે અને નિર્દોશ લોકો મરતા રહે છે. જ્યારે અમિરકામાં ચર્ચોને મંદિરમાં ફેરવવામાં આવી રહ્યા છે અને લોકો ખુશીખુશી તેને વધાવી રહ્યા છે.

અહીં વાત થઈ રહી છે અમેરિકાના ડેલવેરના એક 50 વર્ષ જૂના ચર્ચની. આ ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે અને ગત નવેમ્બરમાં ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. અમદાવાદના સ્વામિનારાયણ સંસ્થાને અત્યાર સુધીમાં વિશ્વભરમાં પાંચ ચર્ચને મંદિરમાં ફેરવ્યા છે. જેમાંના ત્રણ મંદિરો અમેરિકામાં આવેલા છે.

ડેલવેર અગાઉ સ્વામિનારાયણ સંસ્થાને કેલિફોર્નિયા અને કેનટકીમાં ચર્ચને મંદિરમાં પરિવર્તિત કર્યા છે. બ્રિટનમાં પણ બે ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત કર્યા છે. તેમાનું એક મંદિર લંડન અને બીજું મંદિર માન્ચેસ્ટરના બોલ્ટનમાં સ્થિત છે. સ્વામિનારાયણ સંસ્થાનના વ્યવસ્થાપક વાસુ પટેલે જણાવ્યું કે વર્ષ 2014-2015માં હાઇલેન્ડ મેનોનાઇટ ચર્ચને હસ્તગત કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષના જિર્ણોદ્ધાર બાદ ચર્ચને મંદિરમાં ફેરવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંદિરને શણગારવા તેમજ સંપૂર્ણ ઓપ આપવા માટે ભારથી બે શિખર અને ઘુમ્મટ લાવી મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા.

ડેલવેરનું તે ચર્ચ વર્ષોથી બંધ પડ્યું હતું. માટે સ્વામિનારાયણ સંસ્થાએ તેને હસ્તગત કરવાનો નિર્ણય લીધો હતો. આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ઉપરાંત ગણેશજી અને ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ડેલવેરમાં હાલ 700 હિન્દુઓ રહે છે. તેમના માટે પોતાની પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા પ્રગટ કરવાનો નવો માર્ગ મળી ગયો છે.

વિદેશમાં સ્વામિનારાણ સાંપ્રદાયે અસંખ્ય મંદીરો બનાવ્યા છે અને તાજેતરમાં જ યુએઈમાં પણ સ્વામિનારાયણ મંદીરનું ખાત મૂહરત કરવામાં આવ્યું હતું. વિદેશમાં પણ ભારતીય સમાજ ફુલ્યો ફાલ્યો છે આજે દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીય લોકો વિદેશમાં વસવા જઈ રહ્યા છે. ત્યારે તેમની સાથે સાથે માત્ર માણસો જ વિદેશ નથી વસતા પણ સાથે સાથે ભારતીય સંસ્કૃતિ પણ વસે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.  આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version