પીસાના નમેલા મિનારની જેમ આ શહેરની ઇમારતો પણ છે નમેલી, જોનારા લોકો પણ મુકાઇ જાય છે આશ્વર્યમાં

બ્રાઝીલનું સેન્ટોસ શહેર આમ તો પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી પેલેને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ શહેર ફૂટબોલર પેલેનું જન્મસ્થાન છે. પરંતુ આ શહેરમાં એક એવી અનોખી બાબત પણ છે જેના કારણે તે આકર્ષણનું કેન્દ્ર છે. અસલમાં આ શહેરમાં આવેલી અમુક ઇમારતો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પોતાની ખાસ વિશેષતાને કારણે આ શહેર ચર્ચાનું કારણ પણ બને છે.

image source

વિસ્તારથી વાત કરીએ તો સેન્ટોસ શહેરની અમુક ઇમારતો પીસાના મિનારની જેમ સહેજ ઢળતી છે. આ ઇમારતો હાલમાં જ આવી હોય તેમ પણ નથી પરંતુ તે છેલ્લા કેટલાય સમયથી આ જ સ્થિતિમાં છે. એટલું જ નહિ પણ સમય વીતતા આ ઇમારતો વધેને વધુ ઢળતી જઈ વધુ મુશ્કેલી ઉભી કરી રહી છે. સેન્ટોસ સ્કાયલાઇન નજીક લગભગ 651 જેટલી ઇમારતો આવેલી છે જે પૈકી અમુક ઇમારતો 5 ઇંચ જેટલી નમેલી સ્થિતિમાં છે એટલે બહુ સ્પષ્ટ જોવાથી જ તેનો ઢોળાવ દેખાય છે પરંતુ અમુક ઇમારતો 2 મીટર સુધી નમેલી છે જે દૂરથી જોવાથી ઢળેલી હોય તેવી દેખાય છે.

image source

સૌથી નવાઈની વાત તો એ છે કે સેન્ટોસ શહેરના સ્થાનિક તંત્ર દવાર્તા આ ઇમારતોની સ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં પણ નથી ભરવામાં આવી રહ્યા કારણ તેઓનું એમ માનવું છે કે ભલે ઢળેલી સ્થિતમાં હોય પણ તે ભયજનક નથી.

શા માટે ઢળેલી છે આ ઇમારતો ?

image source

1950 અને 1960 ના દશકા દરમિયાન જયારે આ એપાર્ટમેન્ટ બની રહ્યા હતા ત્યારે આર્કિટેકે તેને બનાવવા માટે સુધી સસ્તી પ્રણાલીનો ઉપયોગ કર્યો હતો. એવું કહેવાય છે કે એપાર્ટમેન્ટ બનાવવા માટેનો ખર્ચ ઘટાડવા માટે આર્કિટેકે ઈમારતનો પાયો ઊંડો ન બનાવ્યો અને તેની જગ્યાએ કોન્ક્રીટ પેન્ડિગનો ઉપયોગ કર્યો હતો. કોન્ક્રીટની પેન્ડિંગ વધુ ઊંડી નથી હોતી અને જમીનની થોડેક નીચે જ રાખવામાં આવે છે. આ ઇમારતો રેટિના 7 મીટર ઊંચા થર પર બનેલી છે જે ચીકણી મિટ્ટી પર બનેલી છે. આ કારણે સમય જતા આ ઇમારતો નમવા લાગી છે.

image sourrce

જો કે આ ઇમારતમાં રહેતા લોકોની ફરિયાદ ઇમારત નમેલી હોય તે નથી પરંતુ તેમની ફરિયાદ એ છે કે ઇમારતમાં બનેલા બારી દરવાજા વ્યવસ્થિત રીતે બંધ નથી તથા અને જમીન પણ સમતલ નથી તેથી અહીં રહેતા લોકોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત