આ 5માંથી 1 જ્યૂસ પીને અઠવાડિયામાં ધટાડી દો સડસડાટ વજન

વજન ઘટાડવા આ જ્યુસ પીવો

વધતા વજનની સમસ્યાથી આજકાલ મોટાભાગના લોકો પીડાઈ રહ્યા છે. એકવાર જયારે વજન વધી જાય છે તો કેટલાય પ્રકારના ઉપાયો કરવા છતાં પણ વજન જલ્દીથી ઓછું થતું નથી. એનાથી કેટલાક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે.

વધતા વજનની સમસ્યાથી આજકાલ મોટાભાગના લોકો પીડાઈ રહ્યા છે. એકવાર જયારે વજન વધી જાય છે તો કેટલાય પ્રકારના ઉપાયો કરવા છતાં પણ વજન જલ્દીથી ઓછું થતું નથી. એનાથી કેટલાક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. વજન વધવાથી બ્લડ પ્રેશર, હ્રદયને લગતી બીમારીઓ અને ડાયાબીટીસ થવાનો ખતરો પણ રહે છે. એનાથી એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. વજન પર નિયંત્રણ રાખવા માટે નિયમિત કસરતની સાથે સાથે ખાવા પીવામાં પણ ધ્યાન આપવું જરૂરી છે. આજે અમે આપને કેટલાક એવા જ્યુસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું નિયમતપણે સેવન કરવાથી વજન તો ઘટી જ જશે ઉપરાંત અન્ય સ્વાસ્થ્યને લગતા લાભ પણ થઈ શકે છે.

-બીટરૂટનું જ્યુસ:

image source

બીટરૂટ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક હોય જ છે, બીટરૂટના સેવનથી પણ વજન જલ્દીથી ઘટે છે. બીટરૂટમાં વિટામીન સી, ફોલેટ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર અને પોટેશિયમ જેવા પોષક તત્વો પર્યાપ્ત પ્રમાણમાં મળી જાય છે. બીટરૂટનું જ્યુસ પીવાથી શરીરને એનર્જી મળે છે. વજન ઘટાડવા માટે કસરત કરવાની સાથે સાથે બીટરૂટના જ્યુસનું પણ સેવન કરવું જોઈએ.

-કારેલાનું જ્યુસ:

image source

કારેલાનો સ્વાદ કડવો હોય છે. એટલા માટે લોકો કારેલાના જ્યુસનું સેવન કરવાનું પસંદ નથી કરતા. પરંતુ કારેલાનું જ્યુસ ખુબ જ ગુણકારી હોય છે. જે લોકોને ડાયાબીટીસ કે હાઇપરટેન્શન જેવી સમસ્યા હોય છે, તેમના માટે આ કારેલાનો રસ ખુબ જ ફાયદાકારક હોય છે. કારેલાનો જ્યુસ બ્લડ સુગર લેવલને ઘટાડે છે. આની સાથે જ નિયમિત રીતે કારેલાના જ્યુસનું સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે. કારેલાનો જ્યુસ ઓછા પ્રમાણમાં સવારે ખાલી પેટે પીવો જોઈએ. કારેલાના કડવાપણાને ઘટાડવા માટે કારેલાના જ્યુસમાં મધ ભેળવીને પી શકો છો.

-દૂધીનું જ્યુસ:

image source

દૂધીનું જ્યુસ પણ વજન ઘટાડવા માટે કારગત સાબિત થયું છે. દરરોજ સવારે એક એક કપ દુધીનો જ્યુસ પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય છે. દૂધીના જ્યુસનું નિયમિત સેવન કરવાથી શરીરને શક્તિ પણ મળે છે. દૂધીનું જ્યુસ પીવાથી વજન તો ઘટે જ છે, ઉપરાંત શરીરની ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત થાય છે.

-ટામેટાનું જ્યુસ:

image source

ટામેટા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થયા છે. ટામેટાનું જ્યુસ પીવાથી કમરની આસપાસની ચરબી ઝડપથી ઘટવા લાગે છે. ટામેટાનું સૂપ પણ વજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે. ટામેટાનું નિયમિત સેવન કરવાથી એક થી બે મહિનામાં જ શરીરનું ઘણું ખરું વજન ઘટી ગયેલ જોઈ શકો છો.

-આમળાંનું જ્યુસ:

image source

આમળાને અમૃત ફળ કહેવામાં આવે છે. આમળામાં સૌથી વધારે વિટામીન સી મળી આવે છે. વિટામીન સી થી ઘણા બધા ફાયદા થાય છે. આમળાનું જ્યુસ પીવાથી વજન તો ઘટે જ છે, ઉપરાંત શરીરની ઈમ્યુનીટીને બુસ્ટ કરે છે. જો આપને તાજા આમળાં નથી મળતા તો આપ આમળાનો પાવડર પણ પાણી સાથે ભેળવીને તેનું સેવન કરી શકો છો. આજકાલ કેટલીક કંપનીઓ આમળાનું બોટલબંધ રસ પણ વેચે છે. આ આમળાના બોટલબંધ રસમાં થોડું પાણી ઉમેરીને સેવન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ