જલ્સા કરોને જેંતીલાલ

૫૧ વર્ષે પણ જુહી ચાવલા છે ફીટ અને આકર્ષક. જાણો તેની સુંદરતાનું રહસ્ય!

51ની ઉંમરે પણ જુહી ચાવલા છે ફીટ, જાણો તે પછાળનો તેણીનો ફીટનેસ મંત્રા

image source

આજે બોલીવૂડની કેટલીક એક્ટ્રેસ ભલે રૂપેરી પરદે એટલી બધી એક્ટિવ ન હોય તેમ છતાં પણ તેમનો ચાહક વર્ગ લાખોમાં છે જે તેમને તેમના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર ફોલો કરતો રહે છે. અને આ અભિનેત્રીઓ પણ પોતાના ચાહકોની ચાહના ટકાવી રાખવા માટે પોતાને પહેલાં જેટલીજ આકર્ષક રાખવાનો સતત પ્રયાસ કરતી રહે છે.

image source

તેમાંની એક છે જુહી ચાવલા. અને જુહી ચાવલા આજે પણ પહેલાં જેટલી જ આકર્ષક અને ફીટ લાગી રહી છે. પણ તે પાછળ તેણીનું નિયમિત રુટીન, ડાયેટ તેમજ વ્યાયામ જવાબદાર છે. તો ચાલો જાણીએ જુહી ચાવલાની ફીટનેસ પાછળનું રહસ્ય.

image source

બોલીવૂડ આપણને મનોરંજન તો પુરુ પાડે જ છે પણ સાથે સાથે સેલિબ્રિટિઝ આજના યુવાનોને કઠોર મહેનત કરવાની પણ પ્રેરણા આપતા રહે છે. ખાસ કરીને ફીટનેસ મામલે તો બોલિવૂડ અભિનેત્રિઓએ કશું જ બાકી નથી રાખ્યું. જુહી ચાવલાની વાત કરીએ તો 51 વર્ષની ઉંમરે તેણી એક સુડોળ શરીર તેમજ ચમકદાર ત્વચા ધરાવે છે. ઉંમર તો જાણે તેમની આગળ આવીને થંભી જ જાય છે.

જુહી ચાવલાની ગ્લોઇંગ સ્કીનનું રહસ્ય છે યોગમાં

image source

હા, જુહી ચાવલા નિયમિત પણે યોગાભ્યાસ કરે છે. જે બાબતે અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જણાવતી રહે છે અને સાથે સાથે વિડિયોઝ તેમટ ફોટોઝ પણ અપલોડ કરતી રહે છે. સામાન્ય રીતે તમે જે કોઈ પણ યોગ નિયમિત રીતે કરતાં હોવ તેની અસર માત્ર તમારા શરીર પર જ નહીં પણ તમારા મન પર પણ હકારાત્મક થતી હોય છે. આ સિવાય યોગ કરવાથી રક્તપરિભ્રણમ વધે છે તેના કારણે શરીરની ત્વજા પર એક કાંતિ આવે છે. તેમજ મન શાંત રહેવાથી પણ ચહેરા પર સૌમ્યતા અને ચમક આવે છે.

અયંગર યોગ

image source

આજની કન્ટેમ્પરરી અભિનેત્રીઓની જેમ જુહી ચાવતા પોતાની જાતને ફીટ રાખવા માટે જીમનો સહારો નહીં લઈને યોગા પર કેન્દ્રીત છે. તેણીએ પોતાના વિશાળ ઘરમાં યોગા માટે એક અલાયદો રૂમ બનાવડાવ્યો છે. તેણી નિયમિત રીતે અયંગર યોગ કરે છે. જે હઠ યોગનો જ એક પ્રકાર છે. તેણીએ આ યોગ કરતી એક તસ્વીર પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.

અયંગર યોગના ફાયદા

image source

અયંગર યોગ તમારા શરીરની ફ્લેક્સિબિલીટી વધારે છે, તમારા મસલ્સ ઘાટીલા બનાવે છે, તમારા મનને શાંત પાડે છે, તમારા શરીરમાંની પિડામાં રાહત આપે છે, તમારા પોશ્ચરને સુધારે છે, તમારી લાઇફસ્ટાઈલને સુધારે છે તેમજ તમને સ્વસ્થ ખોરાકની ટેવ પાડે છે. અને સાથે સાથે જ તમારી સ્વસનક્રિયા પણ સુધારે છે.

વીર ભદ્રાસન

image source

આગળ જણાવ્યું તેમ જુહી ચાવલા કોઈ પણ રીતે જીમના ઇક્વીપમેન્ટ પર નિર્ભર નથી. તેણી સંપુર્ણ પણે પોતાની જાતને યોગ દ્વારા જ ફીટ રાખે છે. અને તેના માટે તે અનેક યોગાસનોનો સહારો લે છે. તેમાંનું એક આસન છે વીર ભદ્રાસન. તેને વોરિયર પોઝ પણ કહેવાય છે. જો કે આ યોગ દેખાય છે તેટલુ સરળ નથી પણ તેના ફાયદા અનેક છે.

વીર ભદ્રાસનના ફાયદાઓ

image source

વીરભદ્રાસન કરવાથી તમારા શરીરનો જે નીચલો ભાગ છે તેના મસલ્સ એટલે કે થાઇસ અને હિબ્સને મજબુત તેમજ સુડોળ બને છે. શરીરનું સંતુલન વધવાની સાથે સાથે શરીરની સહનશક્તિ પણ વધે છે. જે લોકોને આખો દિવસ બેસીને કામ કરવાનું રહે છે તેમના માટે આ આસન ખુબજ લાભપ્રદ છે. જો તમને હંમેશા ખભા જકડાઈ જવાની સમસ્યા રહેતી હોય તો તેના માટે આ આસન આશિર્વાદરૂપ છે. તે તમારા મનને પણ મજબુત બનાવે છે અને તમારામાં રહેલા સાહસ અને શાંતિમાં વધારો કરે છે.

વૃક્ષાસન

જૂહી ચાવલા નિયમિત પણે વૃક્ષાસનનો પણ અભ્યાસ કરે છે. તેણી થોડા સમય પહેલાં જ્યારે કાશી ગઈ હતી તે વખતે તેણીએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર વૃક્ષાસન કરતી તસ્વીર શેયર કરી હતી. અને યોગ દિવસ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને વૃક્ષાસનના ફાયદા જણાવતી એક વિડિયોની લીંક શેયર કરી હતી.

શું છે વૃક્ષાસનના ફાયદા

વૃક્ષાસન તમારા શરીર તેમજ મગજ બન્ને માટે લાભપ્રદ છે, વૃક્ષાસન તમારા ન્યુરો મસ્ક્યુલર ને સુધારે છે. આ ઉપરાંત આ આસનને નિયમિત કરવાથી તમારા પગના મસલ્સ પણ મજબૂત થાય છે. વૃક્ષાસન કરવાથી તમારું મગજ સ્વસ્થ બને છે અને તે ખુબજ સરળતાથી એકાગ્ર થઈ શકે છે. તમારું શરીર પણ ફ્લેક્સિબલ બને છે અને પગની નસો ચડી જવાની સમસ્યા સંપુર્ણ રીતે દૂર થઈ જાય છે.

જુહીચાવલા યોગને પોતાના માટે આશિર્વાદરૂપ માને છે

image source

જુહીચાવલા માત્ર દસ જ વર્ષની હતી ત્યારથી યોગ વિષે જાણતી હતી. કારણ કે તેણીને નાનપણથી વાંચનનો શોખ હતો અને તેણી અવનવું વાંચતી રહેતી હતી પણ તે વખતે યોગ એ મોટા લોકોનો વ્યાયામ હોય તેવું તેણીને લાગતું હતું. પણ આજે તે દરેક વ્યક્તિને નિયમિત રીતે યોગ કરવાની સલાહ આપી રહી છે. તેણી માને છે કે યોગ કરવાથી તેણીને આંતરિક શાંતિ મળી છે તે પોતાની જાતની ઓર વધારે નજીક આવી છે. અને ચોક્કસ તેનું શરીર પણ સ્વસ્થ બન્યું છે અને એક સ્ફુર્તિ પણ આવી છે.

image source

જુહી ચાવલા બે બાળકોની માતા છે આ ઉપરાંત તે પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે તેમજ આઈપીએલની એક ટીમ પણ ધરાવે છે આમ તેણી એક વ્યસ્ત જીવન ભોગવી રહી છે તેમ છતાં તેણીએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ માટે નિયમિત ચોક્કસ સમય ફાળવવાનું શરૂ કર્યું છે. જુહી ચાવલાને વાંચન ઉપરાંત ગાર્ડનીંગનો પણ શોખ છે. તેણી અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના આ શોખને શેયર કરતી રહે છે. તેણી ઓર્ગેનિક રીતે પોતાના ઘરના આંગણામાં જ કેટલાક શાકભાજી પણ ઉગાડે છે અને તે બાબતેની કેટલીક ટીપ્સ પણ પોતાના ફેન્સને આપતી રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version