“ઐસા ભી હોતા હૈ”: જુગારના આરોપીના રિમાન્ડ માગવા પોલીસને પડ્યા ભારે, જાણો એવું તો શું થયુ કે જજે જ PSIના લઇ લીધા ‘રિમાન્ડ’

હંમેશા પોલીસના બે ચહેરા આપણી સામે આવે છે. ઘણીવાર તેમના ઉમદા કાર્યના કારણે તેમની પ્રશંશા કરવામાં આવે છે તો ઘણીવાર તેઓ ખાખી વર્દીમાં રોફ જમાવી ન કરવાનું પણ કરતા હોય છે.જેના કારણે પુરી સિસ્ટમની બદનામી થાય છે. કાયદાનું રક્ષણ કરવાનું જેના હાથ છે જો તે જ કાયદાનું ઉલ્લંઘન કરે તો.. આવો જ એક કિસ્સો અમદાવાદ ગ્રામ્યમાં આવેલા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનનો સામે આવ્યો છે.

image source

જેની ચર્ચા શહેરમાં ચારે તરફ થઈ રહી છે. વાત જાણે અમે હતી કે જુગારના કેસમાં મુખ્ય આરોપીને પોલીસ સ્ટેશનથી જામીન આપ્યા બાદ બીજા આરોપીને જજના ઘરે રજૂ કરી રિમાન્ડ માગતાં વિવાદ સર્જાયો છે. જુગારના કેસમાં રિમાન્ડ માગવા માટે આવેલા પીએસઆઇના જજે રિમાન્ડ લઇ લીધા હતા અને કોર્ટની બદલે જજના ઘરે હાજર કરવા મામલે નોટિસ પણ ઇશ્યૂ કરી હતી. જેને લઈને આ મામલો હાલમાં ચર્ચાના ચકડોળે ચઢ્યો છે.

શું છે કાયદામાં જોગવાઈ

image source

આ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે સાત વર્ષથી નીચેની સજાની જોગવાઇ ધરાવતો ગુનો હોય તો પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવા પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓને આ ચુકાદો હજુ સુધી મગજમાં ઊતર્યો નથી. અમદાવાદ જિલ્લાની વિવેકાનંદનગર પોલીસે થોડાક દિવસો પહેલાં આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો રમતા એક નીલેશ ઉર્ફે ઘંટી પંડ્યાની જુગારના કેસમાં ધરપકડ કરી હતી. જેમાં તેને પોલીસ સ્ટેશનથી જામીન આપી દીધા હતા. આ કેસમાં વિવેકાનંદનગર પોલીસે મોન્ટુ પટેલની ધરપકડ કરી હતી અને ૨૪ કલાક લોકઅપમાં રાખ્યા બાદ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.આર.વાઘેલાના ઘરે રજૂ કર્યા હતા અને રિમાન્ડની માગ કરી હતી.

આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા

image source

ત્યાર બાદ મેજિસ્ટ્રેટ બી.આર.વાઘેલાએ આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને તેને જામીન આપી દીધા હતા. જુગારના કેસમાં પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવાના હોવા છતાંય પોલીસે આરોપીને મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરતાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. જજે પીએસઆઇ જે.બી.જયસ્વાલને પૂછ્યું કે ઉપરી અધિકારીઓ તેમજ સરકારી વકીલ અને બીજા દસ લોકોને પૂછીને આવો કે જુગારના કેસમાં રિમાન્ડ હોય ખરા. જજે પૂછેલા પ્રશ્નનો જવાબ પીએસઆઇ આપી ન શકતાં તેમના પરસેવો છૂટી ગયો હતો. અને તે કાઈ બોલી શક્યા ન હતા.

આરોપીને જજના ઘરે સાંજે સાડા ચાર વાગે રજૂ કર્યો

image source

આ સિવાય કોર્ટે સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ૧૨ થી ૨ ના સમય દરમિયાન આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા તેમ છતાંય પીએસઆઇએ આરોપીને જજના ઘરે સાંજે સાડા ચાર વાગે રજૂ કર્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ નહીં કરીને જજના ઘરે રજૂ કરતાં પીએસઆઇને નોટિસ ઇશ્યૂ કરી છે અને ખુલાસો કરવાનો આદેશ કર્યો છે. હવે આગામી સમયમાં આ અંગે શું નવી વાત સામે આવે છે તેના પર બધાની નજર રહેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ