જલ્સા કરોને જેંતીલાલ

આ મહિલાને જોઈ વિશ્વ આખું ચોંકી ગયું, જુડવા બાળકોની ડિલિવરી થાય એ પહેલાં તો ફરી ગર્ભવતી થઈ, જાણો કિસ્સો

કુદરત ક્યારે અને ક્યાં તેનો કરિશ્મા બતાવે છે, તેના વિશે કોઈ કશું કહી શકે નહીં. આવો જ એક કિસ્સો અમેરિકાથી આવ્યો છે આ એક ખૂબ જ વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે, જે માનવામાં પણ ખૂબ મુશ્કેલ છે. હા પણ આ વાત બિલકુલ સાચી છે. યુ.એસ.ની એક મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક એકાઉન્ટ પર તેના ફોલોઅર્સને આવા એક સારા સમાચાર આપ્યા કે જેને જાણ્યા પછી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હવે ચોમેર તેની ચર્ચા કરવામાં આવી રહી છે. તો આવો આપણે પણ વિગતે જાણીએ કે આખરે આ સમાચાર શું છે.

image source

મહિલાએ ટિકટોક પર એક વીડિયો જાહેર કર્યો જેમાં જણાવ્યું છે કે તેણીના ગર્ભાશયમાં પહેલાથી જ જુડવા બાળકો છે અને લગભગ એક અઠવાડિયા પછી ખબર પડી કે ત્રીજું બાળક પણ તેના ગર્ભાશયમાં વૃદ્ધિ પામી રહ્યું છે. મહિલાએ વીડિયોમાં કહ્યું હતું કે, આ એક સુપર ફિટીશનનો મામલો છે. ઉલ્લેખનીય છે કે આખા વિશ્વમાં સુપર ફિટીશનના બહુ ઓછા કેસો જોવા મળ્યા છે. આ કેસ હેઠળ થોડા દિવસોના તફાવતમાં મહિલાઓ બીજી વખત ગર્ભવતી થાય છે.

image source

મહિલાએ વીડિયોમાં કહ્યું હતું કે સુપર ફિટીશન કેસને કારણે, આની સંભાવના ખૂબ વધી ગઈ છે કે તે તેની પ્રથમ અને અંતિમ ગર્ભાવસ્થા હોઈ શકે છે.

image source

જે પછી તે પછી ક્યારેય ગર્ભવતી ન થઈ શકે. મહિલાએ કહ્યું કે તેનું ત્રીજું સંતાન જોડિયા કરતા 10 કે 11 દિવસ નાનું છે. મહિલાએ વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે ડોકટરો આ કેસનો અભ્યાસ કરી રહ્યાં છે કે શું તે ખરેખર સુપર ફિટીશનનો કેસ છે કે કેમ.

image source

શું તમારા મનમાં ક્યારેય આવો સવાલ આવ્યો છે કે, ટ્વિન્સ બાળકો કેવી રીતે પેદા થાય છે. જો તમે હાલ પ્રેગનેન્ટ થવાના પ્રયાસો કરી રહ્યા છો, અને તમને ટ્વિન્સ બાળકોની ઈચ્છા છે, તો જાણી લો કેવી રીતે પેદા થાય છે જુડવા બાળકો. જુડવા બાળકો બે પ્રકારના હોય છે. એક મૈનોજાઈગોટિક, જેમાં બંને બાળકો એક જ જેવા દેખાય છે. બીજો પ્રકાર છે ડાયજાઈગોટિક, જેમાં બંને બાળકો અલગ અલગ દેખાય છે.

આવી રીતે બને છે એક ગર્ભમાં જુડવા બાળકો

image source

એક જ ગર્ભમાં જુડવા બાળકોનુ નિર્માણ ત્યારે થાય છે, જ્યારે એક સ્પર્મ એક જ એગને ફર્ટિલાઈઝ કરે અને બે એમ્બ્રીજો નિર્માણ કરે, તો એક જ ચહેરાવાળા જુડવા બાળકો પેદા થાય છે. બીજી તરફ, જ્યારે બે અલગ સ્પર્મથી બે એગ ફર્ટિલાઈઝ થાય છે, તો અલગ અલગ ચહેરાવાળા જુડવા બાળકો પેદા થાય છે.

આ છે કારણો

image source

જુડવા બાળકો પેદા થવું જેનેટિક હોઈ શકે છે. મોટાભાગે જો યુવતીના પરિવારમાં જુડવા બાળકો થતા હોય, તો એ યુવતી પણ જુડવા બાળકો સાથે પ્રેગનેન્ટ થઈ શકે છે. જુડવા બાળકો થવું તમારી હાઈટ અને વજન પર આધાર રાખે છે. અમેરિકન કોલેજ ઓફ અબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાઈનોકોલોજિમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર, હાઈટ અને વજન પણ એક કારણ હોઈ શકે છે. કેટલાક સ્ટડીઝમાં એવુ પણ સામે આવ્યું છે કે, અનેકવાર વધુ ઉંમરમાં મા બનવા પર પણ જુડવા બાળકો પેદા થવાની શક્યતાઓ છે. ગર્ભનિરોધક ગોળીઓનું સેવન પ્રેગનેન્સીને રોકવા માટે કરવામાં આવે છે. પંરતુ આ દવાને રેગ્યુલર ખાવાની બાદ તેને છોડી દેવાથી પણ જુડવા બાળકો પેદા થવાની શક્યતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version