જુડવા બાળકોના પિતા છે અલગ અલગ? કેવીરીતે શક્ય છે આ?

ચીનમાં બનેલી એક ઘટનાએ ડોક્ટરોની મેડિકલ રિપોર્ટને આપી છે એક નવાઈ લાગે તેવી ચેલેન્જ. લગભગ એક વર્ષ પહેલાં એક ચીની મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. ત્યાર બાદ તેમના જન્મની નોંધણી કરાવતી વખતે તેમના રિપોર્ટસમાં આવ્યો એક ચોંકાવી દેનારો ખુલાસો.

થયું એવું કે બાળકોના જન્મનો દાખલો કઢાવવા ત્યાંની સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવવા આ જોડિયા બાળકોના માતા – પિતા પહોંચ્યાં. પોલીસે તેમના ડિ.એન.એ રિપોર્ટ્સ કરાવવા કહ્યું અને ત્યાંથી શરૂ થઈ એક નવી જાતની ઉપાધી.

રિપોર્ટ્સમાં આવ્યું કે તે જોડિયા બાળકોની માતા તો એક જ છે પરંતુ બંનેના પિતા અલગ – અલગ છે. આ ખુલાસો ત્યારે વાસ્ત્વિકતામાં ફેરવાયો જ્યારે તે મહિલાની કડક રીતે પૂછપરછ કરાઈ અને એ બાળકોની માતાએ પોતે સ્વીકાર્યું કે તેના પતિ સિવાય પણ તેનો અન્ય પુરુષ સાથે સંબંધ હતો.

આ ઘટનાના સામે આવ્યા પછી એ બાળકોના પિતા અને એ સ્ત્રીના પતિએ સ્વીકાર્યું કે એને શંકા હતી જ બેમાંથી એક બાળક તેના જેવું નથી જ લાગતું. પતિને દગો દેનારી સ્ત્રી સાથે શું થશે અને આ મેડિકલ રિપોર્ટ્સને આધારે હવે આ પતિ – પત્ની આગળ શું નિર્ણય લેશે એ જોવું રહ્યું.

એક વાત ખરેખર નવાઈ પમાડે તેવી છે કે કુદરતની વ્યવસ્થામાં જ્યારે મનુષ્ય વિક્ષેપ પાડે છે ત્યારે કંઈક નવું જ સ્વરૂપ જોવા મળે છે. કુદરતી રચનામાં કેટકેટલા નવા પરિબળો જોવા મળે છે એ આ કેસ પરથી જોઈ શકાય છે.