શંખને ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ છે. તેનું પૌરાણિક મહત્વ પણ ખાસ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઈ હતી તેવું પણ માનવામાં આવે છે. આ કારણે તેને માતા લક્ષ્મીના ભાઈ પણ કહેવાય છે. માન્યતા છે કે જ્યાં શંખ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેના ઉપાયથી ધન ધાન્યની ખામી રહેતી નથી. ઘરમાં શંખને નિયમિત રીતે વગાડવાથી નકારાત્મકતા દૂર થાય છે.

પણ શું તમે જાણો છો કે શંખ આપણી કુંડળીમાં ગ્રહોની સ્થિતિને મજબૂત કરે ચે. આ માટે તેને અઠવાડિયામાં એક દિવસના આધારે અલગ અલગ ઉપાય કરવાની જરૂર રહે છે. ગ્રહોની સ્થિતિ મજબૂત હોવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે. આ સાથે જ શંખની મદદથી તમારા અનેક કામ પણ સરળ બને છે.
સોમવાર કરો આ કામ
સોમવારનો દિવસ ભગવાન શિવ અને ચંદ્રનો ગ્રહ માનવામાં આવ્યો છે. આ દિવસે શંખમાં દૂધ ભરીને શિવજીને ચઢાવવું. તેનાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત હોય છે અને ચંદ્ર સાથે જોડાયેલા રોગ અને અન્ય પરેશાની પણ દૂર થાય છે.
મંગળવારે આ ઉપાય કરો
મંગળવારને મંગળનો ગ્રહ માનવામાં આવ્યો છે. જો કોઈનો મંગળ કુંડળીમાં ભારે હોય તો લગ્નમાં સમસ્યા આવે છે. વૈવાહિક જીવનમાં પણ ચકમક ઝરતી રહે છે. મંગળને અનુકૂળ બનાવવા માટે મંગળવારના દિવસે શંખ વગાડીને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેનાથી મંગળની અશુભ સ્થિતિના કારણે કુપ્રભાવથી મુક્તિ મળે છે.
બુધવારે કરો આવું

બુદનો સંબંધ બુદ્ધિ અને વાકપટુતાથી માનવામાં આવે છે. બુધવારનો દિવસ બુધ ગ્રહનો હોય છે. આ દિવસે શંખમાં જળ અને તુલસી નાંખીને શાલિગ્રામનો અભિષેક કરવાથી બુધ ગ્રહની સ્થિતિ તેમને અનુકૂળ હોય છે.
ગુરુવાર સાથે સંબંધિત છે આ વાત

કુંડળીમાં ગુરુ તમારા પક્ષમાં નથી તો તેને અનુકૂળ કરવા માટે ગુરુવારના દિવસે શંખ પર કેસરથી તિલક કરો અને પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. આમ કરવાથી તમારો ગુરુ ગ્રહ શુભફળ આપનારો બને છે.
શુક્ર સાથે છે આવો સંબંધ
શુક્રનો સંબંધ ધન અને વૈભવ સાથે રહ્યો છે. ભૌતિક સુવિધાઓ સરળતાથી મળી રહે છે. જો શુક્ર ગ્રહને મજબૂત કરવો છે તો શંખને સફેદ રંગના કપડામાં રાખો. તેનાથી તમારો ગ્રહ બળવાન બની શકે છે.
જ્યોતિષમાં સૂર્યને માન અને સમ્માનનો કારક માનવામાં આવ્યો છે. જો કોઈની કુડળીમાં સૂર્ય નબળો બને છે તો તેના સમ્માનને ઠેસ પહોંચે છે. પિતા સાથે સંબંધમાં તકરાર આવે છે. સૂર્યની સ્થિતિ અનુકૂળ કરવા માટે રવિવારના દિવસે શંખમાં જળ ભરીને સૂર્યદેવને અર્દ્ય આપવું જોઈએ.
તો તમે પણ આજથી જ અપનાવી લો શંખના આ ખા ઉપાયો અને મેળવો અનેક પ્રકારની મોટી રાહત. જે તમને ઝડપથી સુખ અને સમૃદ્ધિ અપાવશે.