નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો? તો આ ફોન છે તમારા માટે જોરદાર, જાણી લો કિંમતથી લઇને ઘાંસુ ફિચર્સ વિશે

Oppo F19 Pro પરથી તા. ૮ માર્ચ, ૨૦૨૧ના રોજ ઉઠશે પરદો, ફ્લિપકાર્ટ બેનર પરથી પુષ્ટિ કરવામાં આવી.

image source

Oppo F19 Pro સ્માર્ટફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. ફોનમાં ૧૬ મેગાપિક્સલ ફ્રંટ કેમેરા આપવામાં આવી શકે છે.

-ઓપ્પો એફ 19 પ્રો સીરીઝ પરથી તા. ૮ માર્ચ, ૨૦૨૧ ના રોજ પરદો ઉઠશે.

-ફોનમાં ૬.૪ ઈંચ એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવશે.

-હેન્ડસેટમાં ૪૩૧૦mAh બેટરી હોવાની જાણકારી મળી છે.

image source

Oppo કંપની ભાર્ત્માંપોતાની F19 સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની ફ્લિપકાર્ટ દ્વારા Oppo F19 Pro ને લોન્ચ ડેટનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ પર બનેલ બેનરના જણાવ્યા મુજબ, F19 Pro સ્માર્ટફોનને તા. ૮ માર્ચ, ૨૦૨૧ના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ઓપ્પો દ્વારા આ દિવસે F19 Pro+ 5G હેન્ડસેટ પણ લોન્ચ કરવામાં આવશે તેવી જાણકારી મળી છે. આ બેનર પરથી સ્માર્ટફોનની પહેલી ઝલક પણ જોવા મળી છે.

ઓપ્પો એફ 19 પ્રો માં ફ્રંટ કેમેરા માટે હોલ- પંચ કટઆઉટની સાથે એક ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવશે. રિયર પેનલ પર એક ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવશે. આની પહેલા ઓપ્પો એફ 19 સીરીઝના આ બંને ડિવાઈસિસની ડીટેલ્સ પણ લીક થઈ ગઈ છે. ચાલો જાણીએ ઓપ્પો એફ 19 સીરીઝના લોન્ચ, સ્પેસિફિકેશન અને ફીચર્સ વિષે તમામ જાણકારી…..

image source

Oppo F19 સીરીઝ ભારતમાં તા. ૮ માર્ચ, ૨૦૨૧ના રોજ લોન્ચ કરવામાં આવશે. લોન્ચ કરતા પહેલા ફ્લિપકાર્ટ બેનર પરથી આ સીરીઝના ડીઝાઇનનો ખુલાસો પણ થયો છે. બેનર ઈમેજ મુજબ, એફ 19 પ્રોમાં એક ફ્લેટ- સ્ક્રીન આપવામાં આવશે. એમાં નીચેની તરફ થોડાક ઝાડા બેજલ હશે. જયારે ડિસ્પ્લે પર ઉપરની તરફ ડાબા ખૂણા પર એક હોલ પંચ કટઆઉટ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ પરથી ખુલાસો થયો છે કે, ફોનમાં રિયર પર ક્વોડકેમેરા સેટઅપ આપવામાં આવશે. બેનર પરથી આ પણ ખુલાસો થયો છે કે, ઓપ્પો એફ 19 પ્રો સ્માર્ટફોન AI Colour Portrait Video મોડની સાથે આવશે.

Oppo F19 Pro: સ્પેસિફિકેશન્સ

image source

ઓપ્પો એફ 19 પ્રોમાં ૬.૪ ઈંચની એમોલ્ડ ડિસ્પ્લે હોવાની જાણકારી મળી છે. આ સ્માર્ટફોનમાં એક પંચ- હોલ કટઆઉટ અને in- ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર હશે. હેન્ડસેટમાં મીડિયાટેક હિલીયો પી95 પ્રોસેસર, ૬ જીબી રેમ અને ૧૨૮ જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ હશે. ઓપ્પોના આ ફોનમાં ૩૦ વોટ ફાસ્ટ ચાર્જીંગની સાથે ૪૩૧૦mAh બેટરી આપવામાં આવશે.

ડિવાઈસમાં રિયર પર ૪૮ મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે. એના સિવાય ફોનમાં ૮ મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ, ૨ મેગાપિક્સલ ડેપ્થ અને ૨ મેગાપિક્સલ મૈક્રો સેંસર ઉપલબ્ધ હશે. સેલ્ફી માટે એફ 19 પ્રોમાં ૧૬ મેગાપિક્સલ ફ્રંટ કેમેરા આપવામાં આવશે.

વાત કરીએ ઓપ્પો એફ 19 પ્રોની કિમતની તો ટીપ્સ્ટર સુધાંશુ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, એફ 19 પ્રોને ભારતમાં ૨૦ હજાર રૂપિયાની આસપાસ લોન્ચ કરવામાં આવી શકે છે.

image source

Oppo F19 Pro સ્પેસીફીકેશન્સ

પર્ફોમન્સ Media Helio P95

સ્ટોરેજ ૧૨૮ GB

બેટરી ૪૨૧૫ mAh

Price in india ૨૧૯૯૦

ડિસ્પ્લે ૬.૪૩ inches (૧૬.33 cm)

રેમ ૮ GB