RBI બેંકમાં ૮૪૧ પદ માટે નોકરીની ભરતી, લાયકાત ધો. ૧૦ પાસ, આપ આવી રીતે અરજી કરી શકો છો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ઓફીસ આસિસ્ટન્ટના પદ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે કુલ ૮૪૧ પદ માટે લોકોની ભરતી કરવામાં આવશે. કુલ ૮૪૧ પદ માંથી ૪૫૪ પદ અનારક્ષિત રાખવામાં આવ્યા છે જયારે ૨૧૧ પદ ઓબીસી માટે, ૭૬ પદ EWS માટે,૭૫ પદ એસટી માટે અને ૨૫ એસસી માટે આરક્ષિત રાખવામાં આવ્યા છે. RBI દ્વારા બહાર પાડવામાં આવેલ વેકેન્સીમાં નોકરી મેળવવા માટે આપે RBIની ઓફીશીયલ વેબસાઈટ rbi.gov.in પર જઈને તા. ૧૫ માર્ચ, ૨૦૨૧ સુધીમાં અરજી કરી દેવાની રહેશે. RBIના ઓફીસ આસિસ્ટન્ટ માટે ભરતી પરીક્ષાનું આયોજન તા. ૯ એપ્રિલ, ૨૦૨૧ કે પછી તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૧ના દિવસે કરવામાં આવી શકે છે.

image source

શૈક્ષણિક લાયકાત:

-RBI દ્વારા બહાર પાડવામાં આવેલ વેકેન્સી પર એપ્લાય કરવા માટે આપની વય ૧૮ વર્ષથી ૨૫ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.

-અરજી કરનાર વ્યક્તિનો જન્મ તા. ૨-૨-૧૯૯૬ પહેલા અને તા. ૧-૨-૨૦૦૩ પછી થયેલ હોવો જોઈએ નહી.

-SC અને ST ઉમેદવારો માટે વય મર્યાદા ૫ વર્ષ અને OBC ઉમેદવારો માટે ૩ વર્ષની છૂટ આપવામાં આવી છે.

યોગ્યતા.:

image source

-અરજી કરનાર ઉમેદવારએ ૧૦ પાસ કરેલ હોવું ફરજીયાત છે.

-તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધીમાં ઉમેદવાર અંડર ગ્રેજ્યુએટ હોવો જોઈએ.

-જયારે ગ્રેજ્યુએટ વ્યક્તિઓ આ નોકરી માટે એપ્લાઇ કરી શકવાને યોગ્ય નથી.

પગાર ધોરણ:

image source

RBI તરફથી ઓફીસ આસિસ્ટન્ટ માટે કરવામાં આવી રહેલ ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારે સાથે જ પગાર ધોરણ વિષે જણાવવામાં આવ્યું છે, ૧૦૯૪૦- ૩૮૦ (૪)-૧૨૪૬૦- ૪૪૦ (૩) -૧૩૭૮૦- ૫૨૦ (૩)- ૧૫૩૪૦- ૬૯૦ (૨)- ૧૬૭૨૦- ૮૬૦ (૪)- ૨૦૧૬૦- ૧૧૮૦ (૩)- ૨૩૭૦૦ (૨૦ વર્ષ) અને અન્ય ભથ્થા.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે.?

ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ એપ્લીકેશન મળી ગયા પછી RBI દ્વારા ઉમેદવારોની ઓનલાઈન લેખિત પરીક્ષા અને ભાષા ટેસ્ટ લેવામાં આવશે.

એપ્લીકેશન ફીસ:

image source

RBI દ્વારા બહાર પાડવામાં આવેલ વેકેન્સીમાં એપ્લીકેશન કરવા માટે આપને સામાન્ય ફી ચુકવવાની રહેશે.

સામાન્ય અને OBC, EWS ના ઉમેદવારો માટે ૪૫૦ રૂપિયા ફી ચુકવવાની રહેશે. જયારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને ૫૦ રૂપિયા ફી ચુકવવાની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!