જલ્સા કરોને જેંતીલાલ

આ છે શ્રદ્ધા કપૂરનું ફિટનેસ સિક્રેટ, સાથે જાણી લો કપૂરનો આ ડાયટ પ્લાન પણ, પછી એક પણ બાજુથી નહિં વધે શરીરમાં ચરબી

હિન્દી સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા શક્તિ કપૂરની દીકરી અને બોલીવુડની અભિનેત્રી શ્રદ્ધા કપૂર નાફ્ક્ત પોતાની ચુલબુલી એક્ટિંગ માટે પ્રસિદ્ધ છે ઉપરાંત લોકો એમની બ્યુટી (Beauty) અને ફિટનેસ (Fitness) માટે પણ શ્રદ્ધા કપૂરના દીવાના છે. શ્રદ્ધા કપૂર સારી અભિનેત્રી હોવાની સાથે સાથે એક સારી સિંગર પણ છે. એના સિવાય તે પોતાની સુંદરતા અને ફિટનેસના લીધે કરોડો ફેંસના દિલ પર રાજ કરે છે.

image source

અભિનેત્રી શ્રદ્ધા કપૂર ખુબસુરત હોવાની સાથે સાથે એક્દમ ફિટ પણ જોવા મળે છે અને આ જ કારણ છે કે, શ્રદ્ધા કપૂર પોતાની ફિલ્મોમાં કેટલીક વાર જબરદસ્ત સ્ટંટ સીન કરતા પણ જોવા મળી જાય છે. શ્રદ્ધા કપૂર પોતાના ફેંસને મોટીવેટ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કેટલાક વર્કઆઉટ વિડીયો શેર કરતી રહે છે. શ્રદ્ધા કપૂર પોતાની લાઈફસ્ટાઈલને લઈને ઘણી અનુશાસન રીતે વર્તન કરે છે. તે યોગ, વર્કઆઉટ કરવાની સાથે સાથે પોતાના ડાયટ પ્લાનને સારી રીતે ફોલો કરે છે. ચાલો જાણીએ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સુંદરતા અને ફિટનેસના રહસ્ય વિષે…..

અભિનેત્રી શ્રદ્ધા કપૂરના બ્યુટી સિક્રેટ.

અભિનેત્રી શ્રદ્ધા કપૂરએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક વાર પોતાના બ્યુટી સિક્રેટ શેર કર્યા છે. કોરોના વાયરસની મહામારીના લીધે લાગુ થયેલ લોકડાઉન દરમિયાન શ્રદ્ધા કપૂર પોતાના વાળમાં હોમમેડ હેર પેક લગાવતા જોવા મળી આવી હતી. આ હેર પેકમાં એલોવેરા, જાસુદ અને દહીં મિક્સ કરીને લગાવતી હતી. આની સાથે જ તે અઠવાડિયામાં બે વાર વાળમાં તેલ લગાવે છે. એના સિવાય તે ફીજી વાળથી બચવા માટે હેર સીરમનો ઉપયોગ કરે છે. ત્યાં જ ચહેરાની વાત કરીએ તો તેઓ સારામાં સારું ફેશવોશ અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરે છે, જેનાથી તેઓ ચહેરાની રંગત અને ચિકાશ મુજબ ઉપયોગ કરે છે. આની સાથે જ સ્કિન ગ્લો માટે શ્રદ્ધા કપૂર વધારેમાં વધારે પાણી પીવે છે અને ઘરેથી નીકળતા પહેલા સનસ્ક્રીન લોશન લગાવવાનું ભૂલતી નથી.

અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ફિટનેસ સિક્રેટ.

અભિનેત્રી શ્રદ્ધા કપૂર રોજ સવારના સમયે જીમ જાય છે. જીમમાં શ્રદ્ધા પુશઅપ્સ, પુલ- અપ્સ, સ્ટ્રેચિંગ, ક્રંચેઝ, ફેટ બર્નિંગ કાર્ડિયો કરે છે. એના સિવાય તે યોગ અને મેડીટેશન પણ કરે છે. જેના વિડિયોઝ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે શ્રદ્ધા કપૂર સૌથી વધારે ડાંસ વર્ક =આઉટ કરવાનું પસંદ કરે છે, જેમાં શ્રદ્ધા જુંબા, બેલી અને હિપ- હોપ કરે છે.

શ્રદ્ધા કપૂરનો ડાયટ પ્લાન

image source

અભિનેત્રી શ્રદ્ધા કપૂરએ કેટલીક વાર સોશિયલ મીડિયા સ્ટોરીઝમાં જણાવ્યું છે કે, તે પોતાના ડાયટનું પૂરું ધ્યાન રાખે છે. શ્રદ્ધા કપૂર પોતાના ડાયટમાં ઈંડા, ગ્રિલ્ડ ફિશ અને ફ્રેશ જ્યુસ જરૂરથી સામેલ કરે છે. શ્રદ્ધા કપૂર નાસ્તામાં ઉપમા, પૌવા, ઇંડાનો સફેદ ભાગ, આમલેટનું સેવન કરે છે. ત્યાં જ બપોરના ભોજનમાં દાળ, લીલા શાકભાજી અને રોટલી ખાવાનું પસંદ કરે છે. અભિનેત્રી ડીનરમાં દાળ, ગ્રિલ્ડ ફિશ, ફિશ કરીની સાથે બ્રાઉન રાઈસ અને રોટલી ખાવાનું પસંદ કરે છે.

image source

શ્રદ્ધા કપૂર રાતના ૧૧ વાગ્યા સુધીમાં સુઈ જાય છે એટલા માટે શ્રદ્ધા ૮ વાગ્યા સુધીમાં ડીનર કરી લે છે. આની સાથે જ આખા દિવસ દરમિયાન પોતાને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે ખુબ જ પાણી પીવે છે. શ્રદ્ધા કપૂર ઘરમાં બનેલ ભોજન ખાવાનું ખુબ જ પસંદ કરે છે. તે શુટિંગ દરમિયાન પણ ઘરનું ભોજન પોતાની સાથે કેરી કરવાનું પસંદ કરે છે. શ્રદ્ધાને આખો દિવસ ફ્રેશ ફ્રુટ અને ડ્રાઈ ફ્રુટ્સ ખાવાનું ખુબ જ પસંદ છે.

Exit mobile version