જલ્સા કરોને જેંતીલાલ

કરિના અને બીજી અભિનેત્રીઓ કરતા સાવ અલગ જ છે અમૃતા રાવ, આ હકીકત જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં ઘણા કપલ્સ માતાપિતા બન્યા છે એમાંથી એક છે બૉલીવુડ અભિનેત્રી અમૃતા રાવ અને એમના પતિ આરજે અનમોલ. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અમૃતા રાવે એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે. પોતાના એક્ટિંગ કરિયર અને લગ્નની જવાબદારી નિભાવી રહેલી અમૃતા છેલ્લા કેટલાક મહિનાઓથી માતાની જવાબદારી ખૂબ જ સરસ રીતે નિભાવી રહી છે. પોતાની ફેમીલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા અને પોતાના દીકરાનો ઉછેર કરવા માટે અમૃતા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે.

image source

એક બાજુ જ્યાં બોલીવુડની અન્ય અભિનેત્રીઓ પોતાના બાળકોનું ધ્યાન રાખવા માટે નેનીની મદદ લઇ રહી છે તો અમૃતાનો આ અંગે મત અલગ છે. એ નેનીના ભરોસે પોતાના દીકરાને મુકવાનો બદલે એની કાળજી જાતે જ લેવાનું પસંદ કરે છે. એટલે એમને હજી સુધી પોતાના દીકરા માટે કોઈ નેનીને હાયર જ નથી કરી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું કે કેવી રીતે બાળકના જન્મ પછી જિંદગી બદલાઈ જાય છે અને કેટલી જવાબદારીઓ નિભાવવી પડે છે.

image source

પોતાના દીકરાની સારસંભાળને લઈને એમને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એ ઈચ્છે તો પોતાના દીકરાનું ધ્યાન રાખવા માટે સ્ટાફની લાઇન લગાવી શકે છે પણ એમને એના માટે એક નેની પણ નથી રાખી કારણ કે એ જાતે પોતાના દીકરાની કાળજી લેવા માંગે છે.

એમને કહ્યું કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું એવી માતા બનીશ જે દરેક સમયે એક્ટિવ રહે.

image source

આગળ એમને કહ્યું કે સારું છે મારું અને મારા પતિ અનમોલનું કામ એવું છે કે અમે બધી વસ્તુને સારી રીતે કરી શકીએ છીએ અને અમારા બાળકના ઉછેર પર પણ ધ્યાન આપી શકીએ છીએ. એક્ટ્રેસનું કહેવું છે કે બાળકના નેપી બદલવાથી લઈને એની માલિશ કરવી અને નવડાવવા સુધીનું બધું જ કામ અમે જાતે કરીએ છીએ. એમના માટે એમના બાળકનું આ રીતે ધ્યાન રાખવું કોઈ સુંદર અહેસાસથી જરાય ઓછું નથી અને એ આ અહેસાસને ખૂબ જ એન્જોય કરી રહી છે.

image source

અમૃતાનું માનીએ તો એમના પતિ આરજે અનમોલ કહે છે કે દીકરા વિરના જન્મ પછી એ પહેલાં કરતા વધુ હોટ થઈ ગઈ છે. એક્ટ્રેસનું પણ એવું જ કહેવું છે કે મને લાગે છે કે દરેક સ્ત્રી બાળકના જન્મ પછી હોટ લાગવું જોઈએ. એક બાળકનું તમારી જિંદગીમાં હોવું તમને શિસ્ત પણ શીખવે છે અને એક સ્ત્રીનું માતૃત્વ ઘણી ભાવનાઓથી ભરેલું છે જેમાં પ્રેમ, થાક, ચીડિયાપણું અને ખુશી જેવી ઘણી સુંદર વસ્તુઓ સામેલ હોય છે.

image source

અમૃતાના કરિયરની વાત કરીએ તો એમને વર્ષ 2002માં અલીશા ચીનોયના એક આલ્બમ સોન્ગ વો મેરા પ્યારમાં કામ કર્યું હતું જેમાં એમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. એ વિડીયો પછી વર્ષ 2002માં અમૃતાએ ફિલ્મ અબ કે બરસથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે આ ફિલ્મ પડદા પર કઈ ખાસ કમાલ નહોતી કરી શકી પણ અમૃતની એક્ટિંગને દર્શકોએ ખૂબ જ વખાણી હતી.

image source

એ પછી અમૃતાએ ફિલ્મ ઇશ્ક વિશ્કમાં શાહિદ કપૂર સાથે કામ કર્યું અને આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. થોડા વર્ષો પછી અમૃતા અને શાહીદની જોડીને ફિલ્મ વિવાહમાં જોવામાં આવી, જે બોક્સ ઓફીસ પર સુપરહિટ રહી. એ સિવાય અમૃતાએ જોલી એલએલબી દિવાર, મેં હું ના અને ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી હતી.

image source

તમને જણાવી દઈએ કે લગભગ 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી અમૃતાએ મે 2016માં આરજે અનમોલ સાથે લગ્ન કરી લીધા. એમના પતિ અનમોલ એક ફેમસ રેડિયો જોકી અને ટીવી એન્કર છે. એવું જાણવા મળ્યું છે કે લગ્ન પહેલા અમૃતા અને અનમોલે સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને પછી એમને લગ્ન બંધનમાં જોડાવવાનું નક્કી કર્યું હતું.

Exit mobile version