એસિડ અટેકનો શિકાર બનેલી યુવતીને સારવાર દરમિયાન થયો યુવક સાથે પ્રેમ, લવ સ્ટોરી તમારું મન મોહી લેશે

અમુક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે આપણે ચકિત રહી જતાં હોઈએ છીએ. ત્યારે હાલમાં પણ એક એવી જ કહાની વાયરલ થઈ રહી છે. આમ તો અવારનવાર એસિડ અટેક વિશેના કિસ્સા સામે આવતાં હોય છે, ઘણાં નિયમો, કડક સજા પછી પણ હજુ આવા કિસ્સા બની રહી છે જે દુઃખની વાત છે. ક્યારેક બદલા લેવાની ભાવના તો, ક્યારેક મહિલાને નીચું દેખાડવા કે અપમાન કરવા આવા કિસ્સાને અંજામ દેવાતા હોય છે.

image source

અહી પણ આવા જ એક એસિડ અટેકનો શિકાર બનેલી મહિલાની વાત કરવામાં આવી છે. 29 વર્ષીય પ્રમોદિની ઓડિશામાં જગતસિંહપુરમાં રહે છે. 1 માર્ચ 2021ના રોજ પ્રમોદિનીએ બોયફ્રેન્ડ સરોજ સાહુ સાથે લગ્ન કર્યાં. તેઓ એકબીજાને છેલ્લાં 5 વર્ષથી ઓળખે છે.

image source

વિગતે વાત કરીએ તો વર્ષ 2018માં તેમની સગાઈ થઇ હતી. એસિડ- અટેક પછી પ્રમોદિનીની સારવાર હોસ્પિટલમાં ચાલતી હતી ત્યારે તેને સરોજ સાથે પ્રેમ થઇ ગયો હતો. એ પછી બંનેએ આજીવન સાથે રહેવાનું નક્કી કર્યું હતું. મળતી માહિતી મુજબ, 4 મે, 2009ના રોજ પ્રમોદિની પર એસિડ અટેક થયો હતો.

આખી વાત કઈક આ મુજબ હતી કે, 16 વર્ષની ઉંમરે તેણે એક સેનાનાં જવાન સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. એસિડ-અટેક વખતે તેનો આખો ચહેરો સોજી ગયો હતો એટલું જ નહીં પણ તેણે પોતાની બંન્ને આંખો પણ ગુમાવી દીધી હતી.

image source

પછીની વાત કરીએ તો આ અટેક પછી આશરે 9 મહિના સુધી તે હોસ્પિટલમાં સારવાર માટે રહી હતી. એસિડ-અટેક પછી પ્રમોદિની ડિપ્રેશનમાં જતી રહી હતી, પરંતુ તેણે હવે નવી જિંદગી શરૂ કરવાનું વિચાર્યું છે. આ અનોખા લગ્ન પછી પ્રમોદિનીએ કહ્યું છે કે, આ મારી જિંદગીનો સૌથી સારો દિવસ છે. આપણા સમાજમાં જ્યાં લગ્ન માટે છોકરીની સુંદરતાને વધારે મહત્વ આપે છે. મેં મારા લગ્નજીવન વિશે આ ઘટના બાદ ક્યારેય સપનામાં પણ આવું વિચાર્યું નહોતું કે આવા દિવસો આવશે.

image source

છોકરીએ આગળ વાત કરી કે હું ઇચ્છતી હતી કે મારા મેરેજ મારો પરિવાર અને પતિના પરિવારની મંજૂરી પછી જ થાય અને આવું જ થયું. વાત કરીએ બન્નેના મળવાથી માંડીને પ્રેમ બંધાયા સુધીની તો, 2014માં પ્રમોદિનીની મુલાકાત સરોજ સાથે થઇ હતી. આ દરમિયાન તે હોસ્પિટલમાં દાખલ હતી. 2016માં બંનેને એકબીજા ગમી ગયાં અને પ્રેમ થઇ ગયો. 2017માં પ્રમોદિનીની આંખની સર્જરી થયા પછી બંનેએ સગાઇ કરી અને પછી આખી જિંદગી એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું.