આ 10 દેશો મહિલાઓ માટે છે ખૂબ સલામત, જ્યાં અડધી રાત્રે પણ નથી રહેતો કોઇનો ડર, જાણો અને તમે પણ કરો એન્જોય

મહિલા સલામતી સમગ્ર વિશ્વમાં એક ગંભીર મુદ્દા તરીકે ઉભરી રહી છે. વિશ્વભરમાં બહુ ઓછા એવા સ્થળો છે જ્યાં મહિલાઓ પર ત્રાસ કે જાતીય હિંસાના કોઈ કેસ નથી. અત્યારના સમયમાં કોઈપણ મહિલાને એકલા બહાર જવું એ સલામત નથી. જ્યારે વિશ્વના કેટલાક દેશો એવા છે કે જ્યાં મહિલાઓ કોઈ પણ પ્રકારના ભય અને ખચકાટ વગર એકલા મુસાફરીની મજા લઇ શકે છે. આ દેશોને મહિલાઓ માટે સલામત સ્થળ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ એ દેશો ક્યાં છે.

ફિનલેન્ડ

image source

ફિનલેન્ડ એ પ્રકૃતિપ્રેમીઓ માટે યોગ્ય સ્થળ છે. અહીં લેમનઝોકી નેશનલ પાર્ક, ગાઢ જંગલ અને વિશાળ સરોવરો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. એક અહેવાલમાં, મહિલાઓની સુરક્ષાના આધારે ફિનલેન્ડને યુરોપનો સૌથી સલામત દેશ માન્યો છે.

કેનેડા

કેનેડાના સદીઓ જુના જંગલો, બરફથી ઢંકાયેલા પર્વતો, સુંદર શહેરો અને મોટા સરોવરો કેનેડિયન પર્યટનની વિશેષતા છે. અહીં ગાઢ જંગલો ખરેખર જોવા યોગ્ય છે. શહેરોની બહુસાંસ્કૃતિક પદ્ધતિઓ રીત-રિવાજો આ દેશને વધુ વિશેષ બનાવે છે. કેનેડાને અમેરિકન દેશોમાં મહિલાઓ માટે સલામત સ્થળ માનવામાં આવે છે. આ દેશ એકલા સ્ત્રી મુસાફરી માટે ખૂબ સલામત છે.

ન્યુઝીલેન્ડ

સાહસ, રમતગમત અને પ્રકૃતિને ચાહનારા લોકો માટે ન્યુઝીલેન્ડ ખૂબ જ ખાસ દેશ છે. આ નાનો દેશ બે મુખ્ય ટાપુઓથી બનેલો છે જે ઘણા સુંદર દ્રશ્ય ધરાવે છે. એક સર્વે અનુસાર મહિલા પ્રવાસ માટે ન્યુઝીલેન્ડ વિશ્વનો ચોથો સૌથી સુરક્ષિત દેશ છે. કેટલાક અહેવાલોમાં, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડને સૌથી સલામત દેશ માનવામાં આવ્યો છે.

ઉરુગ્વે

image source

બ્રાઝિલની બાજુમાં જ ઉરુગ્વે નામનો નાનો દેશ છે. ઉરુગ્વે તેના સુંદર દરિયાકિનારા, પ્રાચીન સ્મારકો અને શાંત વાતાવરણ સાથે વિશ્વભરના પ્રવાસીઓનું દિલ જીત્યું છે. અમેરિકામાં ઉરુગ્વે એકમાત્ર એવો દેશ છે જ્યાં મહિલાઓ સામે હિંસાના ઓછામાં ઓછા કેસ
નોંધાય છે. આ દેશમાં મહિલાઓ કોઈપણ પ્રકારના ભય વગર એકલા મુસાફરીનો આનંદ લઈ શકે છે.

સ્વિટ્ઝર્લેન્ડ

image source

સ્વિટ્ઝર્લેન્ડને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે. યુરોપનું હૃદય કહેવાતું સ્વિટ્ઝર્લેન્ડ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. સાંસ્કૃતિક વિવિધતા, આકર્ષક દૃશ્યો અને મહાનગરીય લેન્ડસ્કેપ આ દેશની સુંદરતામાં સૌંદર્ય ઉમેરે છે. સ્વિટ્ઝર્લેન્ડ વિશ્વનો સાતમો શાંત દેશ છે
અને મહિલાઓ અહીં કોઈપણ પ્રકારના ભય વગર પ્રવાસની મજા લઇ શકે છે.

બેલ્જિયમ

આ દેશમાં ઘણા એતિહાસિક સ્થળો અને વિવિધ પર્યટન સ્થળો છે. મહિલા માટે સુરક્ષિત મુસાફરીની બાબતમાં બેલ્જિયમ દસમા ક્રમે છે. વિદેશમાં અભ્યાસ કરનારા લોકોમાં પણ આ દેશ એકદમ લોકપ્રિય છે. અહીં, એકલા મુસાફરી કરતી મહિલાઓને તેમની પોતાની વયના ઘણા પ્રવાસીઓ મળી શકે છે.

ઓસ્ટ્રિયા

image source

ઓસ્ટ્રિયા મુસાફરો માટે યોગ્ય દેશ છે. આ દેશના લોકોનું માનવું છે કે આ સ્થાન પર પહોંચ્યા પછી દરેક સમસ્યા જાતે જ દૂર થઈ જાય છે.
બરફથી ઢંકાયેલા પર્વતો, એકદમ ગાઢ જંગલ અને તળાવનું ઝળહળતું પાણી ઓસ્ટ્રિયાને વધુ સુંદર બનાવે છે. મહિલાઓને એકલા ફરવા
જવા માટેના દેશોની સૂચીમાં ઓસ્ટ્રિયાને ચોથું સ્થાન આપ્યું છે.

આઇસલેન્ડ

image source

આઇસલેન્ડ બરાબર તેના નામ જેવું છે. આ દેશનો લગભગ 15 ટકા હિસ્સો બરફથી ઢંકાયેલો છે. ત્યાં બરફ પર ચાલતી વખતે તમને છુપાયેલી ગુફાઓ મળી શકે છે. આઇસલેન્ડ મહિલાઓ સામે ગુનાખોરીના કેશોમાં વિશ્વમાં સૌથી નીચો છે. કોઈપણ સ્ત્રી ડર વગર આ
દેશમાં એકલી ફરવા જઈ શકે છે.

જાપાન

જાપાન એક એવો દેશ છે જ્યાં સદીઓ જૂની પરંપરા અને અદ્યતન તકનીક એક સાથે રહે છે. ટોક્યો એક ખૂબ જ સ્વચ્છ અને વ્યવસ્થિત
મહાનગર છે. આ સિવાય, ઓસાકા જેવા આધુનિક શહેરમાં અન્વેષણ કરવાનું ઘણું છે. એક અહેવાલમાં જાપાનને વિશ્વનો છઠ્ઠો શાંત દેશ જાહેર કરવામાં આવ્યો છે.

ચિલી

image source

જેઓ ખુબ જ ફરવાનું પસંદ કરે છે તેમના માટે ચિલી એક વિશેષ અને પ્રખ્યાત સ્થળ છે. આ દેશમાં અટાકામ, પેટા ગોનીયા અને સેન્ટિયાગો જેવા સ્થળો અહીંના પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. પ્રાચીન શહેરો, સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતા ચિલીની ઓળખ બની ગઈ છે. સ્ત્રીઓ સાથેના ગુનાની સૂચિમાં ચિલી 24 મા ક્રમે છે. આ દેશમાં કોઈપણ સ્ત્રી નીડર થઈને ફરી શકે છે. સ્ત્રીઓને એકલા ફરવા જવા માટે સુરક્ષિત દેશની સૂચીમાં આ દેશ ખૂબ સુરક્ષિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!