સિંગાપુર અને દુબઈ જેવા 7 આઈલેન્ડ બનશે ગુજરાતના આ સ્થળો પર, ફરવાની મજા પડી જશે!

ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના આદેશને ધ્યાનમાં રાખીને રાજ્યમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ માટે ઓથોરિટી બનાવી છે અને એમાં પ્રથમ તબક્કે કુલ 7 આઇલેન્ડ ડેવલપ કરવાનો નિર્ણય કર્યો છે.

image source

આ નિર્ણય હેઠળ આંદામાન અને નિકોબાર ટાપુ જેવો વિકાસ કરવામાં આવે એવી શક્યતા છે. હાલ એ માટેની કાર્યવાહી તેમજ રૂપરેખા ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) કરી રહ્યું છે.

દિવ્યભાસ્કરના એક્સક્લુસીવ રિપોર્ટ અનુસાર આ આઈલેન્ડ કોણ ડેવલપ કરશે, કોને કામ સોંપવામાં આવશે અને કેટલા આઈલેન્ડનો વિકાસ કરાશે, એ સઘળી બાબતોનો નિર્ણય GIDB બોર્ડ દ્વારા લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગુજરાત આઈલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (GIDA ) ગુજરાતમાં ડેવલપ થઇ શકે એવા આઇલેન્ડને શોધીને એને વિકાસ કરવાનો પ્લાન બનાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આઈલેન્ડ ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે વર્ષ 2015-16માં તેના સામાન્ય બજેટમાં જોગવાઈ કરી હતી. એ સમયે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતાં.

image source

એ પછી હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇલેન્ડ ડેવલપમેન્ટ માટે ઝડપથી કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ગુજરાતમાં 144 જેટલા આઈલેન્ડ ભારતના નીતિ આયોગે શોધી કાઢ્યા છે અને ગુજરાત સરકારને એનો વિકાસ કરવા માટે ચોક્કસ નીતિ બનાવવાનું પણ કહ્યું છે અને એ માટે ગુજરાત સરકારને 108 કરોડની જોગવાઈ કરવાની પણ વિચારણા ચાલી રહી છે, જેમાં 144 પૈકી 26 આઈલેન્ડ ખડકો અને દરિયાની વચ્ચે આવેલા છે.

આ બધા જ આઇલેન્ડનો અભ્યાસ કર્યા પ્રથમ તબક્કામાંમાં કુલ 7 આઇલેન્ડ વિકાસ માટે નીતિ આયોગે ગુજરાતને શોધી આપ્યા હતા, જેમાં મામલિયા, મુર્ગા, બેટ શાંખોદર(બેટ દ્વારકા), પિરોટન, સવાઇબેટ, પિરામ અને આલિયાબેટનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કરના જણાવ્યા અનુસાર ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બોર્ડ GIDBએ આ આઇલેન્ડના વિકાસ માટેનો અભ્યાસ કર્યો છે અને હાલ રિપોર્ટ ફાઇનલ સ્ટેજ પર હોવાનું જાણવા મળ્યું છે. આ બોર્ડે વિકાસના અભ્યાસ પાછળ કુલ 10 કરોડનો ખર્ચ પણ કરી દીધો છે.

આ આઇલેન્ડના ડેવલોપમેન્ટ અંગે પ્રવાસન વિભાગનાં સૂત્રોએ કહ્યું હતું કે સરકારે જે ઓથોરિટી બનાવી છે એ પ્રવાસન વિકાસ, આઈલેન્ડમાં સલામતી વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, બંદરથી કનેક્ટિવિટી અને બાયો ડાઇવર્સિટી જેવા મુદ્દાઓનો અભ્યાસ કરશે.

તમને જણાવી દઈએ કે ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો મળ્યો છે અને હવે આ દરિયામાં આઈલેન્ડને આંદામાન અને નિકોબારની જેમ વિકસાવવાનો સરકારનો પ્લાન કરી રહી છે. અને જો સરકારનો આ પ્લાન સફળ થાય તો ગુજરાતીઓએ ઉનાળામાં ફરવા માટે બહુ દૂર નહિ જવું નહીં, કારણ કે આ આઈલેન્ડ પર જવા માટે બોટ મોજૂદ હશે. આઇલેન્ડ પર પર્યાવરણીય જતન સાથેની હોટલ્સ અને મોટલ્સ મળશે.

image source

તમને ખ્યાલ હશે જ કે ગુજરાતમાં ફક્ત દરિયામાં જ ટાપુઓ છે એવું નથી પણ કેટલીક નદીઓની વચ્ચે પણ આઇલેન્ડ જેવી સુંદર જગ્યાઓ છે. આઇલેન્ડની પ્રક્રિયામાં નદીઓના આ આઈલેન્ડનો પણ સમાવેશ કરવામાં આવે એવી સંભાવના છે.

જામનગરના પિરોટન, દ્વારકા, પોરબંદર, આલિયાબેટ, મિયાણી, ઓખા, માધવપુર અને નર્મદા નદીની નજીકના પ્રખ્યાત કબીરવડનો પ્રથમ તબક્કે વિકાસ કરવામાં આવશે.

જામનગરના પિરોટન ટાપુ નજીકના ન્યૂ બેડી બંદરથી ત્યાં પહોંચી શકવાની બાબતે આ ટાપુ પર લીમડો, કાથી, આંબળાં, બાવળ જેવાં વૃક્ષો અને ચેરનાં વૃક્ષ સહિત પરવાળા તેમજ ટાપુ પર લાઇટ હાઉસ-દીવાદાંડી વગેરેને કારણે ટાપુના પ્રવાસન ધામ તરીકે વિકાસની સંભાવનાઓ રહેલી છે.

જો બેટ દ્વારકા ટાપુની વાત કરીએ તો ત્યાં વિકાસ થતાં ધંધારોજગાર ધમધમતા થશે અને યાત્રિકોને તમામ સુવિધા મળી રહેશે, પરંતુ પિરોટન ટાપુનો મરીન નેશનલ પાર્કમાં સમાવેશ થાય છે અને સુરક્ષાની દૃષ્ટિએ પિરોટન ટાપુ ગંભીર મુદ્દો છે.

image source

બીજી બાજુ એ પ્રશ્ન પણ થાય કે દરિયામાંથી બોટ વાટે પહોંચવું પડે છે. તો દરિયામાં તિથિ પ્રમાણે ભરતી અને ઓટ આવે છે. જો પિરોટન ટાપુ વિકસે તો ક્યારે અને કઇ તિથિએ પ્રવાસીઓને પિરોટન ટાપુ પર પહોંચવું એ સમયનો એક પ્રશ્ન ઊભો થશે. આમ, પિરોટન ટાપુ પર પ્રથમ દૃષ્ટિએ વિકસાવવાની વાત જરા અશક્ય સમી લાગે છે

તમને જણાવી દઈએ કે હાલ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજ બનતાં બેટ દ્વારકા ટાપુ ધમધમતો થશે. તો બીજી બાજુ સરકાર દ્વારા આ ટાપુ વિકસાવવા જાહેરાત પણ કરાઈ છે, જેથી બેટ દ્વારકા ટાપુ પર જમીનના ભાવો પણ ઊંચકાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!