PM મોદીના સગા મોટાભાઇએ આ અધિકારીઓ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, જાણો કોણ છે

પીએમ મોદીના મોટા ભાઈ ફરી એકવાર ચર્ચાં આવ્યા છે. આ વખતે તેમણે ગુજરાત સરકારે સામે બાયો ચઢાવી છે. સસ્તા અનાજમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે મેદાને પડ્યા છે. નોધનિય છે પ્રહલાદ મોદી ગુજરાતમાં ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ છે. આ પહેલા પણ તેઓ પડતર માગણીઓને લઈને રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવી ચુક્યા છે. જો કે આ વખતે તેમણે કહ્યું છે કે જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

image source

પ્રહલાદ મોદીએ આક્ષેપ લગાવ્યો છે કે પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જેથી તેમના આવકના સ્ત્રોતની તપાસ કરવી જોઈએ. આ ઉપરાંત તેમણે એક કહેવત પણ કહી હતી, તેમણે કહ્યું કે મોર ખાય, ચોર ખાય, મસલ્સ પાવર ખાય, પોલીસ ખાય, અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે. આમ તેમણે રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે રાજ્ય સરકારને ટકોર કરી છે.તો બીજી તરફ રેશનિંગ દુકાનદારોએ કહ્યું કે, તેમને પગાર આપ્યા વિના TDS કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેનો તેઓ વિરોધા કરી રહ્યા છે જો આવનારા સમયમાં દુકાનદારોના બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહી આવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

image source

તો બીજી તરફ ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશના પ્રમુખ અને પીએમ મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીએ રેશનદુકાન ધારકોને વગર પગારે TDS કાપી લેવામાં આવતા વિરોધ કર્યો છે અને તેમણે રાજ્ય સરકાર ને ચીમકી આપી છે કે જો આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, અમારે દુઃખ સાથે ગુજરાતના વેપારીઓની વેદના રજૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. નોંધનિય છે કે રેશનિંગના દુકાનદારોએ કોરોના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકો સુધી અનાજ પહોંચાડવાનું કામ કર્યું હતું. તેમણે આગળ કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે રેશનિંગ દુકાનદારોએ રાજ્યની ઈજ્જત સાચવવાનું કાંમ કર્યુ હતું. જે બદલ અમને સીએમ, અધિકારીઓ તરફથી અભિનંદન તો મળ્યા. પરંતુ આટલી મહેનત કરવા છતાં બજેટમાં અમારા માટે કોઈ વિશેષ જાહેરાત કરવામાં આવી નથી.

image source

તો બીજી તરફ પ્રહલાદ મોદીએ કહ્યું કે, રાજ્યમાં ઘણા દુકાનદારોની સ્થિતિ અત્યંત કપરી છે અને તેમની પાસે પૈસા પણ નથી. આ ઉપરાંત મા વાત્સલ્ય કાર્ડ માગીએ તો આપવામાં આવતા નથી. જેથી આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અમારે રાજ્ય સરકારને ના છૂટકે કહેવું પડે છે, કે જો તમે અમારા બાકી રહેલા પ્રશ્નો અંગે આગામી સમયમાં વિચાર નહીં કરો તો અમારે ના છુટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, અને જેની જવાબદારી ગુજરાતના સીએઅ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રહેશે. તેમણે વધુમાં ટકોર કરતા કહ્યું કે, કોઈ રાગ દ્વેષ જેવું લાગી રહ્યું છે. રાજ્યના સસ્તા અનાજના દુકાનદારો સાથે આટલો ભદો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે?

image source

તેમણે વધુમાં કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન 35-36 દુકાનદારોના મોત થયા હતા. તેમના માટે સરકારે આર્થિક મદદની જાહેરાત તો કરી પરંતુ આપવાની દાનત દેખાતી નથી. પીએમ મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદી ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, અધિકારીઓ એમ કહી રહ્યા છેકે, આટલા બધા લોકો કોરોનામાં મુત્યુ ન પામે તેમ કહીને ફાઈલોમાં ખોટી ભૂલો બતાવીને તેને પેન્ડિંગ રાખે છે. તો હું તમને કહેવા માગું છું કે શું રાજ્ય સરકાર અને ભારત સરકાર જે આંકડા રજૂ કરે છે તે શું ખોટા છે.

image source

તેમણે વધુમાં કહ્યું કે, મારી આપના તરફથી માગણી છે કે આટલા વર્ષોમાં ગુજરાતમાં પુરવઠા વિભાગમાં જે-જે કર્મચારીઓ અને અધિકારીઓએ ફરજ બજાવી છે તેમના આવકના સ્ત્રોતની તપાસ કરવી જોઈએ જેથી સત્ય સામે આવી જાય કે કાળાબજારી અને ભ્રષ્ટાચારી કોણ હતા. તેમણે વધુમાં કહ્યું કે, આ તપાસ કરવાની તૈયારી સરકારમાં હોવી જોઈએ.