હાર્દિક પંડ્યાએ પત્ની નતાશાને આપી બર્થ-ડે સરપ્રાઈઝ, બેગ શેપની સ્પેશિયલ કેક કટિંગની અદ્બૂત તસવીરો વાયરલ

હાલમાં ક્રિકેટની એક પછી એક મેચ રમાઇ રહી છે. આ દરમિયાન મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચોથી ટેસ્ટ મેચ હાલમાં રમાઈ રહી છે. આ દરમિયાન ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્નીનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે હાર્દિકે તેની પત્ની નતાશા પંડ્યાને બર્થ-ડે સરપ્રાઈઝ આપી હતી. વાત કરીએ ઉજવણીની તો, હાર્દિકે બેગ શેપની સ્પેશિયલ કેક નતાશા માટે ઓર્ડર કરી હતી. જન્મદિવસની જોરદાર ઉજવણી માટે હાર્દિકે હોટલ હયાત રેજન્સીમા ખુબ સરસ તૈયારી કરી હતી.

image source

આ ઉજવણીમાં કેક કટિંગ દરમિયાન ટીમ ઈન્ડિયા પણ તેમાં જોડાઈ હતી.

આ બન્ને વિશે વિગતે વાત કરીએ તો, ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિચની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. બંનેની પ્રથમ મુલાકાત ખૂબ જ રસપ્રદ હતી. નતાશાએ હાર્દિક પંડ્યાના જન્મદિવસની ખૂબ જ રોમેન્ટિક રીતે શુભેચ્છા પાઠવી હતી. આ પછી, બંને ઘણી વાર મળ્યા હતા. હાર્દિક પંડ્યા અને નતાશા પહેલી વાર મુંબઈના નાઈટક્લબમાં મળ્યા હતા. ત્યારબાદ તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે નતાશા અને હાર્દિક પંડ્યાની સગાઈ ગયા વર્ષે જાન્યુઆરીમાં થઈ હતી અને લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા.

image source

ત્યારબાદની વાત કરીએ તો 30 જુલાઇએ તેમનો પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. હાર્દિકે તેની ઇન્સ્ટાગ્રામ પેજ પર નતાશા સાથે પોતાનો ફોટો અપલોડ કરતાં પત્ની માટે કેપ્શનમાં ઉમેર્યું હતું કે, ‘હેપ્પી બર્થ ડે બેબી. આજ તારો જન્મદિવસ છે અને તે મને અગસ્ત્યના રૂપમાં સૌથી મોટી ભેટ આપી છે, હું ખૂબ નસીબદાર છું. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટમેચ યોજાઈ રહી છે.

હાર્દિક પંડ્યાએ પત્ની નતાશાના બર્થ-ડે સેલિબ્રેશન માટે સ્પેશિયલ કેક બનાવડાવી હતી
image source

સાથે બંન્ને ટીમ વચ્ચે પાંચ T20 મેચની સિરીઝ પણ યોજાવાની છે. જેને લઈને બંને ટીમ અમદાવાદની હોટલ હયાત રેજન્સીમાં 1 મહિનો રોકવાની છે. ત્યારે ઇન્ડિયન ટીમની સાથે તેમનો પરિવાર પણ હોટલમાં રોકાઈ રહ્યો છે. આ સાથે બાયોબબલના કારણે બંને ટીમ ક્યાંય બહાર જઈ શકે એમ નથી. ત્યારે આજે હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની બર્થડેની ઉજવણી પણ હોટલમાં જ કરવામાં આવી છે.

image source

આ ઉજવણી માટે નાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. નતાશાની બર્થ-ડેનું સેલિબ્રેશન હોટલના રિસેશનલ એરિયામાં કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પંડ્યાએ નતાશા માટે સ્પેશિયલ બેગના શેપમાં કેક તૈયાર કરાવી હતી. સાથે તેને ફેવરિટ ફ્લાવર્સનું બુકે પણ તેના માટે તૈયાર કરવામાં આવ્યું હતું. સાથે ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ અને તેમના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. નતાશા માટે અલગ-અલગ કેક પણ તૈયાર કરાવી હતી. તેમણે પણ નતાશા માટે અલગ અલગ કેક તૈયાર કરવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!