જલ્સા કરોને જેંતીલાલ

47 વર્ષની ઉંમરે 27 વર્ષની યુવતીઓ જેવા એશ્વર્યા બચ્ચનના ગાલ છે, આ માટે એશ દહીં અને મધ સાથે આ ચીજો મિક્સ કરીને લગાવે છે.

મોટાભાગે, એશ્વર્યા રાય બચ્ચન પોતાની ત્વચા સંભાળ માટે ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પરંતુ તે ધ્યાનમાં રાખીને કે ત્વચાને સંપૂર્ણ પોષણ મળતું રહે તે માટે એશ સમય-સમય પર તેમના ઉપાયો બદલતી રહે છે.

image source

વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક એશ્વર્યા રાય બચ્ચન પોતાના ચહેરાની સુંદરતા જાળવવા માટે ખાસ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરે છે. તે તેમની ત્વચાને ભેજ અને પોષણ આપે છે, જેના કારણે તેમની ત્વચા પર ઉંમરનો કોઈ પ્રભાવ રહેતો નથી. એટલા માટે એશની ઉંમર દરેક બદલાતા વર્ષ સાથે વધવાના બદલે ઘટતી રહે છે, તેનો ચહેરો યુવાન અને 27 વર્ષીય યુવતીની જેમ તાજગીથી ભરપૂર લાગે છે. તેમના ચેહરા પર ક્યારેય કોઈ ડાઘ અથવા ફોલ્લીઓ નથી હોતી. તો આવો અમે તમને જણાવીએ એશ્વર્યા રાય બચ્ચનની આ સિક્રેટ સ્કિન કેર ટિપ્સ …

47 વર્ષની ઉંમરે એશ 27 વર્ષની ઉમર જેવી દેખાય છે

image source

– સુંદરતાનો સમાનાર્થી અર્થ એશ્વર્યા રાય બચ્ચન છે, એમ કહો તો પણ બરાબર છે. એશ્વર્યાના સુંદર ચહેરાને જોઈને આપણને વિશ્વાસ નહીં આવે કે તે 47 વર્ષની છે. આ સુંદર ત્વચાનું પહેલું રહસ્ય દહીં અને મધની મસાજ છે. જી હા, ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી એશ્વર્યા દહીં અને મધથી તેના ચહેરા પર માલીશ કરે છે. એશ્વર્યાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતે આ વાત કહી હતી. એશનું માનવું છે કે ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખવા માટે તેના પર ઓછામાં ઓછું કેમિકલ વાપરવું જરૂરી છે. કદાચ આ જ કારણ છે કે એશની મોટાભાગની સુંદરતાના રહસ્યો ઘરેલું ઉપચાર છે. ચાલો હવે જાણીએ આ સિવાય પણ એશની સુંદરતાના ઘરેલુ ઉપાય વિશે.

એશનો પ્રિય ફેસ માસ્ક

image source

સામાન્ય રીતે એશ્વર્યા દરરોજ તેના ચહેરા પર આ ઘરેલું ફેસ માસ્ક લગાવવો પસંદ કરે છે. આ માટે તેઓ મલાઈ, ચણાનો લોટ અને હળદર મિક્સ કરીને ફેસ માસ્ક તૈયાર કરે છે. આપણા દેશના લગભગ દરેક ઘરમાં ચણાનો લોટ અને હળદરનું ફેસ માસ્ક સૌથી જૂનો અને સાંસ્કૃતિક રીતે ઉપયોગમાં લેવાતો ઉપાય છે.

– કારણ કે નાના બાળકોની ત્વચાની સંભાળથી લઈને લગ્ન દરમિયાન પણ ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે ત્વચાને હળદર, ચણાના લોટ અને મલાઈનો ઉપયોગ કરીને માસ્ક તૈયાર કરવામાં આવે છે. તેથી, આ ફેસ માસ્ક આપણા સમાજની પરંપરાઓ સાથે પણ એક મહત્વ ધરાવે છે.

ત્વચા પર વિશેષ અસરો આપે છે

image source

– ચણાનો લોટ, હળદર અને મલાઈ આ ત્રણ વસ્તુઓને મિક્સ કર્યા પછી તમે ફેસ માસ્ક તૈયાર કરો અને તેને ચહેરા પર નિયમિતપણે લગાવો, ત્યારબાદ તે ત્વચાને સંપૂર્ણ પોષણ અને સંભાળ આપે છે. કારણ કે દૂધ ત્વચાને ભેજ અને પોષણ આપે છે, સાથે હળદર ચહેરાને સ્વસ્થ અને બેડાઘ રાખે છે.

– આ છતાં, ચણાના લોટ ત્વચા પર કુદરતી સ્ક્રબનું કામ પણ કરે છે, ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાના વધારે તેલને શોષી લે છે. હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે તેમજ મેલાનિન અને રંગદ્રવ્યને નિયંત્રિત કરવાની ક્ષમતા છે. આ ત્વચાના રંગને વધારે છે.

વિવિધ ફેસ માસ્કનો ઉપયોગ કરો

image source

ચાલો તમને જણાવી દઇએ કે જેમ એશ્વર્યા તેના શરીરને સંપૂર્ણ પોષણ આપવા માટે સંતુલન આહારની સંભાળ રાખે છે, તે જ રીતે, તંદુરસ્ત અને સુંદર ત્વચા માટે, તેની ત્વચાને સંપૂર્ણ પોષણ આપે છે. આ માટે, એશ હંમેશાં ફેસ માસ્ક બદલતી રહે છે.

જો કે, તેમના મોટાભાગના ફેસ માસ્ક ઘરેલું ઉપાયો પર આધારિત હોય છે. આમાંનો એક ફેસ માસ્ક કેળાનો માસ્ક છે. કેળા આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન, ખનિજો અને એન્ટી-એજિંગ ગુણધર્મોથી ભરપૂર છે. કેળાની આ લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને, એશ તેના ચહેરા પર કેળાના ફેસ માસ્ક લગાડે છે.

આ રીતે તમે કેળાના ફેસ માસ્ક તૈયાર કરી શકો છો

image source

– જો તમે પણ એશ જેવી સુંદર અને સ્વસ્થ ત્વચા મેળવવા માટે કેળાના ફેસ માસ્ક લગાવવા માંગો છો અને ત્વચાને સંપૂર્ણ પોષણ આપવા માંગો છો, તો આ ફેસ માસ્ક તૈયાર કરવાની સરળ રીત આ મુજબ છે ..

– આ ફેસ માસ્ક બનાવવા માટે તમારી જરૂરિયાત મુજબ કેળા લો, તમને જણાવી દઈએ કે અડધું કેળું તમારી ચહેરા અને ગળા પર લગાવવા માટે પૂરતું છે. આ કેળાને મેશ કરો. હવે તેમાં એક ચમચી ચંદન પાવડર અને ગુલાબજળ મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ સમાન પ્રમાણમાં ચહેરા અને ગળા પર લગાવો.

– જો તમે ઇચ્છો, તો તમે તેમાં મધ અથવા દૂધ ઉમેરી શકો છો. હવે આ પેસ્ટ ચેહરા પર 20 મિનિટ સુધી રહેવા દો, હવે તેને હળવા હાથથી ઘસીને સાફ કરો અને પછી તાજા પાણીથી ચહેરો ધોઈ લો. હવે તમારા ચેહરાને કપડાથી સાફ કરો. આ પછી ચહેરા અને ગળા પર ટોનરનો ઉપયોગ કરો અને ત્યારબાદ ફેસ ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો.

એશ્વર્યા તેના ચહેરા પર દૂધ અને બદામનું તેલ લગાવે છે

image source

– એશ્વર્યા તેમના ચહેરા પર દૂધ અને બદામ તેલનો ઉપયોગ પણ કરે છે. ચાલો તમને ફરી એકવાર જણાવી દઈએ કે હવામાન અને ત્વચાની જરૂરિયાત પ્રમાણે તમારે તમારી ત્વચા પર સમય સમય પર લગાવવામાં આવતી ચીજોમાં ફેરફાર કરવો પડશે. જે રીતે હવામાન બદલાય છે ત્યારે તમારા ખોરાકમાં ફેરફાર કરો છો, એ જ રીતે તમારે તમારી ત્વચા પર પોષણ પૂરું પાડવા તમારે સમય-સમય પર તમારા ફેસ માસ્ક બાલ્દવાની જરૂર પડશે.

– કાચા દૂધને ત્વચા પર લગાવવાથી ત્વચા ગ્લોઇંગ રહે છે અને તાજગીથી ભરપૂર રહે છે. જ્યારે પણ તમને શુષ્ક અને નિર્જીવ ત્વચા લાગે છે, ત્યારે તમારી ત્વચા પર કાચું દૂધ લગાવો. આ માટે એક વાટકીમાં ત્રણ થી ચાર ચમચી કાચું દૂધ લો અને કોટનની મદદથી ચહેરા પર લગાવો. આ ઉપાયથી ચેહરાનો ગ્લો કુદરતી રીતે વધે છે.

ચહેરા પર બદામનું તેલ લગાવવાથી ફાયદા થાય છે

image source

– એશ્વર્યા રાય બચ્ચન સમય-સમય પર તેમની ત્વચા પર બદામનું તેલ લગાવીને ત્વચા પર પોષણ પૂરું પડે છે. તમે તમારી ત્વચા પર બદામ તેલનો ઉપયોગ કરી શકો છો. બદામના તેલનો ઉપયોગ કરવાની ઘણી જુદી જુદી રીતો છે. ઉદાહરણ તરીકે, તેને ફેસ સીરમ તરીકે લગાડી શકો છો અથવા જો તમે ઈચ્છો છો, તો તમે ફેસ માસ્ક બનાવતી વખતે બદામના તેલના થોડા ટીપા પણ ફેસ માસ્કમાં ઉમેરી શકો છો.

તમે બદામનું તેલ તમારી ક્રીમ અથવા મોઈશ્ચરાઇઝરમાં મિક્સ કરીને ત્વચા પર લગાવી શકો છો. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે તેમની ત્વચા શુષ્ક હોય છે. જો તમારી ત્વચા ખૂબ જ શુષ્ક છે, તો તમારે રાત્રે સૂતા પહેલા મોઈશ્ચરાઇઝર લગાવતી વખતે તમારા ચહેરા પર બદામનું તેલ લગાવી શકો છો.

Exit mobile version