જલ્સા કરોને જેંતીલાલ

આ છે ગુજરાતના અમુક એવા પહાડી વિસ્તારો કે, જે અપાવશે તમને જન્નતનો એહસાસ…

મિત્રો, પ્રવર્તમાન સમયની વ્યસ્તતા ભરેલી અને ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો તણાવના શિકાર થયા છે અને તેની અસર પણ ખુબ જ ખરાબ હોય છે. તે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પાડે છે. જો અનુભવી લોકોની વાત માનીએ તો તણાવથી રક્ષણ મેળવવા માટે ધ્યાન, યોગ અને મુસાફરી અત્યંત આવશ્યક છે.

image source

આ સિવાય તમારી જીવનશૈલીમા પણ સુધારો કરવો અત્યંત આવશ્યક છે. આ માટે તમારે પ્રકૃતિની નજીક થોડો સમય વિતાવવો અત્યંત આવશ્યક છે. માનસિક તણાવને દૂર કરવા માટે આમ તો દેશમા અનેકવિધ જગ્યાઓ આવેલી છે પરંતુ, જો તમે એવી કોઈ જગ્યા પર જવા ઈચ્છો છો કે, જ્યા તમને શાંતિ અને આધ્યાત્મ બંને વાતાવરણ મળે તો તમે ગુજરાત રાજ્યની શેત્રુંજ્યની પહાડીની મુસાફરી કરી શકો છો.

image source

આ પહાડી પર જવુ એ કોઈ સ્વર્ગની અનુભૂતિ કમ નથી. આ જગ્યા આધ્યાત્મ અને શાંતિ માટે સમગ્ર વિશ્વમા ખબ જ પ્રસિદ્ધ છે. જો તમે પણ અહી જવા ઈચ્છો છો તો આજે તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. આ પહાડી ગુજરાત રાજ્યના ઐતિહાસિક શહેર પાલિતાણાની ખુબ જ નજીક છે.

image source

આ શહેરની નજીક પાંચક પહાડીઓ આવેલી છે. જેમા સૌથી પવિત્ર પહાડી એ શેત્રુંજ્યની છે. આ પહાડી પર અનેકવિધ જૈન મંદિર આવેલા છે. આ પહાડી સમુદ્ર તળથી અંદાજે ૧૬૪ ફીટની ઊંચાઈ પર સ્થિત છે. આ પહાડી પર ફક્ત એક કે બે નહિ પરંતુ, ૮૬૫ જેટલા મંદિર આવેલા છે. આ પહાડી પર પહોંચવા માટે તમારે પથ્થરોથી બનાવેલ ૩૭૫ જેટલી સીડીઓ ચડવી પડશે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહાડી વિસ્તાર પર સ્થિત આ મંદિરોનુ નિર્માણ આશરે ૯૦૦ વર્ષ પહેલા કરવામા આવ્યુ હતુ. કાર્તિક પૂર્ણિમાના દિવસે અહી મોટી સંખ્યામાં પહાડી પર લોકો જમા થાય છે. નવેમ્બર અને ડિસેમ્બરના માસમા અહી ઢગલાબંધ લોકો આવેલા હોય છે.

image source

અમુક એવી માન્યતાઓ છે કે, જૈન ધર્મના સંસ્થાપક આદિનાથે આ શિખર પર સ્થિત વૃક્ષની નીચે આકરી તપસ્યા કરી હતી. આ સ્થળ પર આજે આદિનાથ દેવનુ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના પરિસરમાં મુસ્લિમ સંત અંગાર પીરની મજાર પણ આવેલી છે. તેમણે મુઘલોથી શેત્રુંજ્ય પહાડીની રક્ષા કરી હતી. તેથી સંત અંગાર પીરમાં માનનારા મુસ્લિમ લોકો પણ આ પહાડી પર આવે છે અને મજાર પર માથુ જરૂર ટેકવે છે.

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version