જલ્સા કરોને જેંતીલાલ

મહિલાની આ વાત શાંભળતા જ જંગલમાં ઉમટી ભીડ, સાચી વાત જાણીને તમે પણ ચોંકી જશો

વૈજ્ઞાનિક યુગમાં લોકો હજી પણ ભૂત પર વિશ્વાસ કરે છે. અંધશ્રદ્ધાના આવા જીવંત દાખલા જોવા મળ્યા હતા જ્યાં સેંકડો મહિલાઓ ભૂતથી મુક્તિ મેળવવા માટે એકઠી થઈ હતી અને પછી ભૂતનાં નામે નાટક શરૂ થયું. પોલીસને જ્યારે આ બાતમી મળી ત્યારે મહિલા પોલીસની મદદથી ભૂત પ્રેતના નામે કથિત રીતે ઢોંગ કરતી મહિલાઓને ઘરે મોકલી દેવામાં આવી હતી.

image source

આદિવાસી વિસ્તારમાં આવા કિસ્સા સામે આવતા જ રહે છે

ખરેખર, ભૂતો પ્રેતના નામે આદિવાસી વિસ્તારમાં આવા કિસ્સા સામે આવતા જ રહે છે. આ કેસ મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના મોરવા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના કાઠાસ ગામનો છે. જ્યાં અંધશ્રદ્ધાનું એક અનોખું નાટક જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની એક મહિલા પાનમતીએ ગામમાં દાવો કર્યો હતો કે જે મહિલાઓ ઉપર ભૂત પ્રેતની બાધા તેમને તે દૂર કરી દેશે.

image source

આ સમાચાર આગની જેમ જંગલમાં ફેલાઈ ગયા

તેના આ દાવાના સમાચાર આગની જેમ જંગલમાં ફેલાઈ ગયા. પછી શું. કાઠાસ ગામમાં નજીકના ગામોની સેંકડો મહિલાઓ એકત્રીત થઈ અને ત્યારબાદ વળગાડનું નાટક શરૂ થયું. એટલું જ નહીં, ભૂતને ભગાડવાનો દાવો કરનારી પનમતીએ ઘણી મહિલાઓને તેના પતિના ગેરકાયદેસર પ્રેમ સંબંધ વિશે પણ માહિતી આપવાનું શરૂ કરી દીધું હતું. આ પછી પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો હતો.

image source

આ મામલો શાંત પડ્યો

જ્યારે પોલીસને તેની જાણ થઈ. જેથી ટીમ દળ સાથે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જોઇ તાંત્રિક પાનમતીએ મહિલાઓની અંધશ્રદ્ધા જોઈને પોતાના ઉપર ભૂત પ્રેતનો છાંયો હોવાનો દાવો કરવા લાગી હતી. તેની સાથે વિચિત્ર હરકત કરવા લાગી હતી અને વિચિત્ર અવાજો બહાર કાઢવા લાગી હતી. પરંતુ અંધશ્રદ્ધાનો આ ખેલ લાંબો ચાલ્યો નહીં. તાંત્રિક પાનમતીને પોલીસ સાથે લઈ લઈ ગઈ ત્યારે આ મામલો શાંત પડ્યો હતો.

image source

મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

એડિશનલ એસપી અનિલ સોનકર કહે છે કે, વાંરવાર આવા કિસ્સાઓ સામે આવે છે જેમા ભૂતોના નામે નાટક કરવામાં આવે છે અને નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. પોલીસ અધિક્ષક અનિલ સોનકરે જણાવ્યું હતું કે કથરસ ગામ એક આદિવાસી પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર છે. પર્વતીય પ્રદેશમાં કેટલીક આદિવાસી મહિલાઓ ભૂત પ્રેતનું કામ કરી રહી હતી. તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

image source

ભૂત પ્રેતને શરીરમાંથી કાઢવાના નામે, એવી કેટલીક બાબતો બનવા માંડી જેનાથી વાદ વિવાદ વધવા લાગ્યો. તેની સૂચના જ્યારે પોલીસને મળી ત્યારે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. બધી સ્ત્રીઓ સમજાવ્યું કે ભૂત પ્રેત જેવુ કઈ નથી. આ એક અંધશ્રદ્ધા છે. આ વૈજ્ઞાનિક યુગમાં આ બધુ શક્ય નથી. બધાને અલગ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

Exit mobile version