Shani Amavasya 2021: વર્ષની પહેલી શનિ અમાસે આ ખાસ ઉપાયોથી કરો શનિદેવને પ્રસન્ન, અને મેળવો શનિના ગ્રહ દોષમાંથી મુક્તિ

શનિવારના રોજ આવતી અમાસને શનિ અમાસ કહેવામાં આવે છે. આ વર્ષે 13 માર્ચે શનિ અમાસ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી, શનેશ્ચરી અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે, લોકો શનિદેવના આશીર્વાદ મેળવવા માટે ભગવાન શનિની પૂજા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શનિ અમાસના દિવસે શનિ ગ્રહની શાંતિ માટે પગલાં લેવાથી, લોકોને શનિ ગ્રહના શુભ ફળ મળે છે. શનિ અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી તમે શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરી શકો છો.

image source

શનિ અમાસના મૂહૂર્ત

ફાગણ અમાસ તિથિ આરંભ -12 માર્ચ 3.04 વાગ્યાથી

ફાગણ અણાસ તિથિ અંત – 13 માર્ચ 3.52 વાગ્યા સુધી

image source

1. લોખંડના વાસણમાં સરસવનું તેલ નાખો અને તેમાં પોતાનો ચહેરો જુઓ અને તેને કોઈ ભીખારીને દાન કરી દો. જેઓની સાઢેસાતી, ઢૈયા અથવા શનિની દશા ચાલી રહી છે તેઓએ શનિ અમાસના દિવસે માંસ અને દારૂ અને કોઈપણ પ્રકારના અનૈતિક કાર્યથી દૂર રહેવું જોઈએ.

2. શનિ અમાસના દિવસે, પીપળના ઝાડને શ્રદ્ધાપુર્વક સાથે સ્પર્શ કરો અને 108 વાર ‘ઓમ નમ શિવાય’ બોલો. બ્રહ્મા પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે શનિદેવ કહે છે કે જે વ્યક્તિ શનિ અમાસના દિવસે પીપળના ઝાડને સ્પર્શ કરે છે હું તેનો ક્યારેય હેરાન કરીશ નહીં.

image source

3. શનિ અમાસના દિવસે કાળા કપડામાં કપૂર લપેટીને શનિ મહારાજની આરતી કરો. બધા રૂમમાં આરતી ફેરવો. તેનાથી ઘરની બધી નકારાત્મક શક્તિઓનો નાશ થશે.

5. શનિ અમાસના દિવસે શનિ મહારાજને કાળા તલ ચઢાવો. તમે કાળા તલનું દાન પણ કરી શકો છો. આ સરળ ઉપાયથી તમે શનિદેવના આશીર્વાદ મેળવી શકશો અને શનિના દુષ્ટ પ્રભાવનો તમારા પર કોઈ પ્રભાવ નહીં પડે.

5. શનેશ્ચરી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરો. નિયમ પ્રમાણે શિવ સહસ્ત્રનામ અથવા શિવના પંચક્ષરી મંત્રનો પાઠ કરવાથી શનિના ક્રોધનો ડર દૂર થાય છે અને બધા અવરોધો દૂર થાય છે.

image source

6. શનેશ્ચરી અમાસ પર શનિ મહારાજને વાદળી રંગના અપરાજિતા પુષ્પો અર્પણ કરો અને કાળા રંગ વાટ અને તલના તેલથી દીવો પ્રગટાવો.

7. શનિ અમાસ પર શનિદેવની પૂજા કરતી વખતે ॐ પ્રાં પ્રી પ્રૌ સ: શનિશ્ચરાય નમ: મંત્રનો ત્રણ નાળા જાપ કરો. આ ઉપાય શનિ દોષને દૂર કરવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે.

8. શનેશ્વરી અમાસ પર શમીનું વૃક્ષ લગાવો અને તેનું નિયમિત પૂજન કરો. આનાથી તમારા ઘરની વાસ્તુ દોષો જ દૂર થશે, અને શનિદેવની કૃપા પણ રહેશે.

image source

9. શનેશ્ચરી અમાસના દિવસે સૂર્યાસ્ત પછી, પીપળના ઝાડ નીચે બેસો અને શનિદેવનું ધ્યાન કરો. ત્યારબાદ દીવામાં સરસવનું તેલ નાખી પ્રગટાવો.

10. શનેશ્વરી અમાસ પર બજરંગબલીની પૂજા કરો. આ ઉપાય કરવાથી શનિ સાથે સંકળાયેલ દોષ દૂર થશે. આ દિવસે સુંદરકાંડનો પાઠ કરવો અને હનુમાનજીના મંદિરમાં પ્રસાદ ચઢાવવો એ શનિ દોષથી છૂટકારો મેળવવાનો એક અસરકારક માર્ગ છે.