અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં અમદાવાદના 41માં મેયરની વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, પ્રદેશ સંગઠનના નેતાઓ અને નવનિયુક્ત કાઉન્સિલરો જનપ્રતિનિધિ બેઠકમાં જોડાયા હતા. જો મળતી માહિતી મુજબ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદોરોના નામની યાદી ભાજપ મુખ્યાલય ખાતે જાહેર કરાઈ હતી. આ નિમણૂકોમાં સૌથી મહત્વની નિમણૂક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટની નિમણૂક થઈ છે.

કહેવામાં આવી રહ્યું છે કે હિતેશ બારોટની ગણના અમિત શાહના અત્યંત નજીકના માણસ તરીકે કરવામા આવે છે. આમ અમદાવાદની નિમણૂકોમાં અમિત શાહનો હાથ તેમની ઉપર રહ્યો છે તેવું કહેવાય રહ્યું છે. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 નંબરના થલતેજ વોર્ડમાંથી ચૂંટાયેલા હોવાનું જાણવાં મળી રહ્યું છે. તેમની સાથે સંકળાયેલા લોકો કહી રહ્યાં છે કે, હિતેશ બારોટ વરસોથી અમિત શાહ સાથે કામ કરી રહ્યાં છે. હાલમાં જાહેર થયેલ પરિણામમાં જોવા મળ્યું હતું કે, થલતેજ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની પેનલ જીતી ગઈ છે. આ સાથે ભાજપના ચારેય ઉમેદવારોને 25 હજાર કરતાં વધારે મતની લીડથી જીત મળી હતી જે ભાજપ માટે ખુબ સારા સમાચાર છે.

જો આ ભવ્ય રીતે જીતેલી પેનલ વિશે વાત કરીએ તો એમાં હિતેશ બારોટ, ઋષિના પટેલ, સમીર અને નિરુબેન ડાભીની પેનલનો ભવ્ય વિજય થયો હતો આ બેઠક પર વિજેતા બનેલા હિતેશ બારોટની ગણતરી અમિત શાહની નજીક મનાતા નેતા તરીકે કરાય છે તેથી તેમને મહત્વનો હોદ્દો પણ હવે સોંપાઈ રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનેલા હિતેશ બારોટે જણાવ્યું હતું કે, “પક્ષે મને જ જવાબદારી સોંપી છે તેને નિભાવવા માટે હું તૈયાર છું. અમારી પ્રાથમિકતા-નળ, ગટર અને પાણી રહેશે. આ માટે જે કરવું પડશે તે કરીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાનીમાં અમદાવાદ દેશભરમાં રોલ મોડલ બને તેવા કામ કરીશું.”

હિતેશ બારોટ આ વિશે વધારે વાત કરીએ તો અમદાવાદમાં ભાજપને આગળ વધારવામાં કામ કરનારા હિતેશ બારોટ જેવા કાર્યકરને અચાનક જ થલતેજ વૉર્ડમાંથી મહાનગરપાલિકાની ટિકિટ આપવામાં આવતા કાર્યકરો અને સ્થાનિક આગેવાનો આશ્ચર્યમાં મૂકાયા હતા, કેમ કે હિતેશ બારોટ વર્ષોથી સહકારી બેંકો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેવી સંસ્થાઓમાં સક્રિય હતા.

અમિત શાહ સાથે તે સમયે(1997) હિતેશ બારોટ પણ જોડાઈ ગયા અને સરખેજમાં શાહને જીતાડવા માટે તમામ પ્રયત્નો કર્યા. સરખેજ વિધાનસભામાં દસ્ક્રોઈ 18 ગામ સીટ સહિત વિધાનસભાના 23 ગામમાં બક્ષીપંચ સમાજ કો-ઓર્ડિનેશનની કામગીરી કરી અને અમિત શાહના અંગત વિશ્વાસુ બની ગયા. હાલ હિતેશ બારોટ જીએસસી અને એડીસી બેંકની વેબસાઈટ મુજબ,એડીસી બેંક અને જીએસસી બેંકના ડિરેક્ટર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!