આમ તો આપણે સૌ 2021 માં જઈએ છીએ પરંતુ કેટલીક બાબતોમાં લોકો આજે પણ પછાત છે માબાપો તું મને સૌથી મોખરે છે સ્ત્રીઓના માસિક ધર્મની વાત. માસિક ધર્મ અને લઈને આજે પણ સમાજમાં જાગૃતિ આવી નથી હજુ પણ ઘણી જગ્યાએ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ એ અલગ રહેવું પડે છે જમીન પર સૂવું પડે છે અને કપડા નો જ ઉપયોગ કરવો પડે છે. આવી માન્યતાને કારણે સ્ત્રીઓ અનેક પ્રકારના રોગનો ભોગ પણ બને છે આવી માન્યતાઓ શહેર મા પણ જોવા મળે છે પરંતુ તેનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જ છે આ વાતની નકારી ન શકાય.

આવા જ ગામડાઓમાં સ્ત્રીઓને માસિક ધર્મ પ્રત્યે જાગૃત કરવા અને કપડાંને બદલે સ્વચ્છ સેનેટરી પેડ નો ઉપયોગ કરવાની સમજણ પૂરી પાડે છે રાજકોટની બે બહેનો. આ બંને બહેનો ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે પરંતુ અત્યાર સુધીમાં તેમણે અનેક ગામડામાં જઇ મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃત કરી અને તેમને સેનેટરી પેડ નો ઉપયોગ કરતી કરી છે.
આ કામ કરે છે કાવ્યા જોશી અને તેની નાની બહેન હેત જોશી. કાવ્ય ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂરો કરી ચૂકી છે અને હવે તે ડોક્ટર બનવાનું સપનું ધરાવે છે. તારી નાની બહેન હેત 11 કોમર્સ માં અભ્યાસ કરે છે. આ બંને બહેનોને ગ્રામ્ય વિસ્તારમાં સેનેટરી પેડ નું વિતરણ કરવાનો વિચાર લોકડાઉન દરમિયાન આવ્યો હતો. આ વાત તેમણે પોતાના પિતા અને પરિવાર સમક્ષ મૂકી અને તેમના પિતા એ બંને દીકરીઓ ની વાત ને સહર્ષ સ્વીકારી. તેમના પિતા પણ તેમના આ કામમાં જોડાઈ ગયા અને તેઓ પણ દીકરીઓ સાથે ગામડામાં જાય છે અહીં તેઓ પુરુષો ને જાગૃત કરવાનું કામ કરે છે.
બન્ને દીકરીઓના આ વિચાર ને આકાર આપવામાં તેમને સૌથી પહેલી સમસ્યા બની ગઇ હતી જોકે તેમની દીકરીઓ એ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગ્રુપ બનાવ્યું અને તેમાં લોકો પોતાની ક્ષમતા અનુસાર ફંડ આપવા લાગ્યા આ ફંડની મદદથી તેમણે સેનેટરી પેડ ખરીદવાનું શરૂ કર્યું. તેઓ સરકારના જેનરીક મેડીકલ સ્ટોર માં મળતા સેનેટરી પેડ પણ ખરીદે છે અને ગામડામાં જઇ તેનું વિતરણ કરે છે.

પોતાના અનુભવની વાત કરતા હેત જોશીએ જણાવ્યું હતું કે એક વખત તે સ્કૂલ તરફથી રાજકોટના એક ગામમાં ગયા હતા અહીં તેમણે જોયું કે મહિલાઓ માટે મેડિકલ સુવિધાનો અભાવ છે તેઓ સેનેટરી પેડનો ઉપયોગ પણ કરતી નથી. તેથી તેમણે તેમના કામની શરુઆત રાજકોટના નજીક આવેલા ખખાણા ગામથી જ કરી.

કાવ્યાએ કહ્યાનુસાર તેઓ વર્ષભર ચાલે એટલા પેડ મહિલાઓને ફ્રીમાં આપે છે. અત્યાર સુધીમાં તેમણે 6થી 7 ગામ કવર કરી લીધા છે. હજુ પણ તેમનું આ અભિયાન અવિરત ચાલી રહ્યું છે.