સમગ્ર વિશ્વમાં એલિયન અગે ઉડતી રકાબી અંગે અનેક લોક વાયકાઓ પ્રચલિત છે. ઘણા લોકોએ વિદેશમાં ઉડતી રકાબીને જોઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, આ પહેલા ઘણા વૈજ્ઞાનિકોએ અમેરિકામાં એલિયન ઉતર્યા હોવાનો પણ દાવો કર્યો હતો. આ બધી સમાચારો વચ્ચે ગુજરાતમાં પણ એલિયન અને ઉડતી રકાબી જોવા મળી હોવાનો દાવો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહી છે.

આ સમાચાર સામે આવ્યા છે સાબરકાંઠાના ઇડરના સબલવાડ ગામે કે જ્યાં સ્થાનિક કોલો UFO(ઉડતી રકાબી) જેવો આકાર ધરાવતી આકૃતિ જોઈ હોવાનો દાવો કર્યો છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે મોડી રાતે આકાશમાં ચમકતો ઉડતો પદાર્થ જોવા મળ્યો હતો. એટલુ જ નહીં ધરતી પર ધુમાડાવાળી આકૃતિ પણ જોવા મળી હતી જેની કેટલીક તસવીર પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ આકૃતિ માત્ર તસવીરમાં જ કેદ થઈ હતી. જે નરી આંખે જોઇ શકાતી નહતી. આ ઘટના અંગે સામે આવેલી માહિતી અનુસાર મોબાઈલ કેમેરો ટેસ્ટ કરતી વખતે આ તસવીર કેદ થઈ હોવાની વાત સામે આવી રહી છે. આ તસવીર સામે આવ્યા બાદ લોકોનું કુતુહલ વધી ગયું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારમાં એલિયન આવ્યા છે. તો બીજી તરફ આ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાની વાત સામે આવી રહી છે.

નોંધનિય છે કે પાંચ દિવસ પહેલા હિંમતનગરના દિગ્વિજયસિંહ નામના એક વ્યક્તિએ આ તસવીરને કેમેરામાં કેદ કરી હોવાની વાત સામે આવી છે. આ આ ઘટના અંગે હાલમાં સરકારી તંત્રએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી તસવીરો બાદ લોકોમાં એલિયન અને ઉડતી રકાબી અંગે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે સાચી હકકિત તો યોગ્ય તપાસ કર્યા બાદ જ સામે આવશે.
એલિયન્સ અમેરિકાના સંપર્કમાં હોવાનો દાવો
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ વિશ્વભરમા એલિયનના અસ્તિત્વને લઈને ઘણી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ અંગે ઇઝરાયલના પૂર્વ અંતરિક્ષ સુરક્ષા પ્રોગ્રામના ડાયરેકટરે અવકાશમાં રહેતા એલિયન્સ અમેરિકા અને ઇઝરાયલના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહી અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે ઘણું જાણતા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું કે, એલિયન્સનો સામનો કરવા માટે હાલમાં માનવજાત તૈયાર ન હોવાથી આ અંગેની માહિતી છુપાવી રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, ૩૦ વર્ષ સુધી ઇઝરાયલના સ્પેસ પ્રોગ્રામ સાથે સંકળાયેલા રહેલા ડાયરેકટર ઇશદનું માનવું છે કે, ગેલેકિટક ફેડરેશન નામનું સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે જે અમેરિકા સાથે ગુપ્ત સમજૂતી હેઠળ મંગળ ગ્રહ પર એક થાણું ચલાવે છે.