આવતા અઠવાડિયે ગોવામાં જસપ્રીત બુમરાહ સાત ફેરા ફરશે, સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે પ્રભૂતામાં પગલાં પાડશે!

હાલમાં ક્રિકેટરોને લઈ કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે. એ પછી લગ્નને લગતા હોય કે પછી તેના બાળકોને લગતા હોય. ત્યારે હવે વધારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર છે કે ટીમ ઇન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 14 અને 15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે ગોવામાં લગ્ન કરે એવી શક્યતા દેખાઈ રહી છે.

image source

જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને લઈને સાયલેન્ટ છે, બંને તરફથી હજી સુધી લગ્ન અંગે કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવમાં આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ ખબરો ખુબ જ વાયરલ થઈ રહી છે.

image source

જો જસપ્રીતની હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું જેના કારણે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેને T-20 શ્રેણીમાં પણ આરામ આપવામાં આવ્યો છે.

image source

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તેનો આ આરામ લગ્ન માટે હતો કે પછી કોઈ બીજા કારણોસર હતો. એ સિવાય વાત કરવામાં આવે તો BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહને લગ્ન માટે વધુ સમય જોઈતો હતો એ કારણથી તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું.

image source

આ સાથે જ અધિકારીએ જણાવ્યું હતું કે લગ્ન બાદ બુમરાહ સીધો આઈપીએલ 2021માં જ ક્રિકેટના મેદાન પર પરત આવી શકે છે. જો કે બુમરાહ અને સંજનાની વાતો કોઈ આજકાલની નથી ફરી રહી. ગયા વર્ષે જસપ્રીતના સ્ટાર સ્પોર્ટ્સની પ્રેઝેન્ટર સંજના ગણેશન સાથે લિંક-અપ્સની વાતે જોર પકડ્યું હતું. સંજનાએ ગયા વર્ષે સ્ટાર સ્પોર્ટ્સમાં KKR ફેન શોનો પણ ભાગ રહી હતી. એટલે ત્યારથી બુમરાહ-સંજનાની વાતો ચાલી રહી છે અને હવે એવી ખબર સામે આવી છે કે આગામી અઠવાડિયે આ સુંદર કપલ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યું છે. જો સંજના વિશે વાત કરવામાં આવે તો 2012માં સંજનાએ સિમ્બાયોસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બી.ટેક કર્યું હતું.

આ સાથે જ માહિતી મળી રહી છે કે, ગ્રેજ્યુએશન કર્યા પછી સંજનાએ એક વર્ષ માટે સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કર્યું હતું. સંજનાએ MTVના શો સ્પ્લિટ્સવિલાની 14મી સીઝનમાં પણ ભાગ લીધો હતો. MTVના શોમાં કામ કર્યા પછી સંજનાએ નક્કી કર્યું કે, તે સ્પોર્ટ્સ એન્કર તરીકે કરિયર બનાવવા માગે છે. સંજના ગણેશન IPLની ગઈ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ફેન શોનો ભાગ હતી.

કેટલાક દિવસો પહેલાં એવી માહિતી સામે આવતી હતી કે બુમરાહ આવનારા એક સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાઈ રહ્યો છે. બુમરાહ સ્પોર્ટ્સ એન્કર અથવા સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાથે લગ્ન કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ યુવતી કોણ છે એ અંગે હજી ખબર પડી નથી. પરિવારની હાજરીમાં બુમરાહે ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું એવી માહિતી સામે આવી હતી. જોકે તારીખ ગુપ્ત રાખવામાં આવી હોવાની વાત કહેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ