કરૂણતા કોને કહેવાય એનો ઉત્તમ દાખલો, દેશને ગૌરવ અપાવનાર ગોલ્ડન ગર્લ મમતા આજે વેચી રહી છે ભજિયા

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો. અત્યાર સુધીમાં ઘણાં બધા લોકો તેની જપેટમાં આવી ચૂક્યા છે. કોરોના એ લોકોને આર્થિક અને શારીરિક, માનસિક બધા પ્રકારે અસર પહોંચાડી છે. દરેક દેશમાં કોરોનાએ મહામારી સર્જી છે. આપણા દેશ પર પણ એટલી બધી થઇ છે કે, લાખો લોકો બેરોજગાર થઇ ગયાં છે. બે ટંકનું ભોજન મળવું પણ મુશ્કેલ થઇ ગયું છે. માત્ર શ્રમિક વર્ગ જ નહિ પણ ઘણા ટેલેન્ટેડ લોકો પણ આ મહામારીને લીધે આર્થિક તંગીમાં સંપડાયા છે. આવા જ ટેલેન્ટેડ લોકોમાં 23 વર્ષીય તીરંદાજ મમતા ટુડુ પણ સામેલ છે. મમતા મૂળ ઝારખંડની રહેવાસી છે.

image source

જો મળતી માહિતી મુજબ વાત કરીએ તો મમતા એક નેશનલ લેવલ આર્ચરી પ્લેયર છે. તેણે વિજયવાડામાં અંડર-13 આર્ચરીમાં નેશનલ ચેમ્પિયનનો અવોર્ડ પણ જીત્યો હતો. ત્યારથી લોકો તેને ‘ગોલ્ડન ગર્લ’ નામથી ઓળખે છે. ત્યારબાદ 2010 અને 2014માં મમતાએ જુનિયર અને સબ જુનિયર કેટેગરીમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. વાત કરીએ જો મમતાના અત્યારની પરિસ્થિતિની તો હાલ મમતા ભજિયાં વેચીને ગુજરાન ચલાવી રહી છે.

image source

ધનબાદ મુખ્યાલયથી દૂર સંભાલટોલામાં માતા-પિતા અને નાના ભાઈઓ સાથે રહે છે. જાણવા મળ્યું છે કે, આમ તો મમતાને બાળપણથી આર્ચરીનો શોખ હતો. તેણે 13 વર્ષની નાની ઉંમરે જ પિતાએ બનાવીને આપેલા ધનુષથી ઘરે જ તીરંદાજી શરૂ કરી હતી અને ધીરે ધીરે આગળ વધી હતી.

image source

જ્યારથી રમવાનો મોકો મળ્યો ત્યારની વાત કરીએ તો જ્યારે રમવાનો મોકો મળ્યો ત્યારે તેણે ખૂબ સારી રીતે સફળતા પણ મેળવી હતી અને અવોર્ડ પણ પોતાના નામે કર્યા હતાં. મહામારી પહેલાં તે રાંચી એક્સિલન્સીમાં પ્રેક્ટિસ કરતી હતી, પરંતુ કોરોનાને લીધે તે બંધ થઇ ગયું અને મમતાને પરત ઘરે આવી જવું પડ્યું હતું. કોરોના એ કોઈ પણ વ્યક્તિને પોતાની અસર પોહચાડ્યા વગર છોડ્યા નથી અને કોરોનાનાં લીધે મમતાએ પણ પોતાની તીરંદાજીના ભવિષ્ય પહેલા પરિવારની વર્તમાન હાલત વિશે વિચાર કરવો પડ્યો હતો.

image source

આર્થિક હાલતમાં પરિવારની વધારે ખરાબ હાલત તેનાથી જોઈ ના શકાઈ. જેથી તેણે એક નાનકડી દુકાનમાં ભજિયાં વેચવાની શરૂઆત કરી. વાત કરીએ જો મમતાના પરિવાર વિશે તો, મમતાનાં પિતા એક શ્રમિક છે. તેણે કહ્યું, મારા પિતાનું કામ પણ ક્યારેક જ ચાલે છે, ક્યારેક તો બંધ પણ થઇ જાય છે. તેવામાં ઘર ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બની જાય છે.

image source

આથી મેં ભજીયાં વેચવાના શરૂ કર્યા. મમતાએ પોતાનાં મનની વાત જણાવતાં કહ્યું હતું કે, તે હજુ પણ આર્ચરીમાં દેશ માટે વધારે અવોર્ડ જીતવા ઈચ્છે છે. તેને આશા છે કે સરકાર તેની મદદ જરૂર કરશે અને જો તેને નોકરી મળી જશે તો તીરંદાજીની પ્રેક્ટિસ પણ ચાલુ રાખશે.