જલ્સા કરોને જેંતીલાલ

પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં વધેલા ભાવે સામાન્ય લોકોને રાતા પાણીએ રડાવ્યાં

સમગ્ર દેશમાં હાલમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવના કારણે લોકો પરેશાન છે. તો બીજી તરફ કોરોનાકાળ બાદ લોકોની આવકમાં કઈ વધારો થયો નથી જેથી લોકોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. જેને લઈને ઘણા લોકો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. રામ નરેશ પ્રસાદ સિંહ ગાઝિયાબાદમાં રહે છે. તે ગ્રેટર નોઈડામાં એક ફર્મમાં કામ કરે છે. તેની પાસે મારુતિ અલ્ટો કાર છે. તેમાં જ તે ઘરેથી ઓફિસ જાય છે. આ સમયે તે કેટલીક અન્ય ચિંતાથી પરેશાન છે. સમસ્યા એ છે કે તેનો પગાર એક પૈસો પણ વધ્યો નથી અને પેટ્રોલ અને એલપીજી સિલિન્ડરની કિંમત વધી રહી છે.

image source

700 રૂપિયાનું ભારણ વધી ગયુ

રામ નરેશ કહે છે કે પેટ્રોલ અને ગેસ (એલપીજી) ને કારણે છેલ્લા બે મહિનામાં તેના પરિવાર પર લગભગ 700 રૂપિયાનું ભારણ વધી ગયુ છે. ફેબ્રુઆરી 2021 થી એલપીજી સિલિન્ડરની કિંમતમાં અત્યાર સુધીમાં 125 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ગઈ 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પેટ્રોલ પણ 3.87 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. ડીઝલ પણ આ દિવસોમાં 4 રૂપિયા પ્રતિ લિટર કરતા વધુ મોંઘું થઈ ગયું છે.

25 દિવસમાં પેટ્રોલ 7.36 રૂપિયા મોંઘુ થઈ ગયું

image source

આજે ભલે પેટ્રોલના ભાવમાં વધારો ન આવ્યો હોય, પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલના ભાવમાં ઘણીવાર વધારો થયો છે. આ સાથે તે રૂ 3.87 મોંઘુ થઈ ગયુ છે. મુંબઈમાં તો પેટ્રોલ 97 રૂપિયા પર પહોંચી ગયું છે, જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે. ભોપાલમાં એક્સપી પેટ્રોલ 102.12 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. આ સાથે, લગભગ તમામ શહેરોમાં પેટ્રોલ ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યુ છે. આ વર્ષે ફક્ત જાન્યુઆરી અને ફેબ્રુઆરીની જ વાત કરવામાં આવે તો 25 દિવસમાં પેટ્રોલ 7.36 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

ગેસની કિંમત વધીને 819 રૂપિયા થઈ ગઈ

image source

સરકારી તેલ કંપનીઓએ આ વર્ષે 1 ફેબ્રુઆરીથી 14 કિલો ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ચાર ગણો વધારો કર્યો છે. પ્રથમ વધારો 4 ફેબ્રુઆરીએ થયો હતો. દિલ્હીમાં તે દિવસે એલપીજી સિલિન્ડરની કિંમત 25 રૂપિયા વધી 719 રૂપિયા થઈ છે. આ પછી, 15 ફેબ્રુઆરીએ ફરીથી ગેસ સિલિન્ડર 50 રૂપિયામાં મોંઘો થઈ ગયો. ત્યારબાદ 25 ફેબ્રુઆરીએ તેમાં 25 રૂપિયાનો વધારો થયો. એલપીજીના ભાવમાં છેલ્લો વધારો ગઈકાલે જ આવ્યો છે. આ વખતે પણ કિંમતમાં રૂ .25 નો વધારો થયો છે અને હવે તેની કિંમત વધીને 819 રૂપિયા થઈ ગઈ છે.

મહિનામાં આશરે 500 રૂપિયાનો બોજો વધ્યો

image source

રામ નરેશ કહે છે કે તેમની કારમાં એક મહિનામાં લગભગ 125 લિટર પેટ્રોલ ભરવામાં આવે છે. જો કે, આ દિવસોમાં તમે બિનજરૂરી રીતે કાર ચલાવવાનું ટાળી રહ્યા છે, તો પણ કારમાં 120 લિટર પેટ્રોલ ભરવું પડેશે. આ વર્ષે 1 જાન્યુઆરીથી પેટ્રોલ અત્યાર સુધીમાં લગભગ ચાર રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. એટલે કે મહિનામાં આશરે 500 રૂપિયાનો બોજો વધ્યો છે.

બે વર્ષથી પગારમાં કોઈઆ વધારો થયો નથી

image source

આ ફરિયાદ માત્ર રામ નરેશની જ નથી, પણ ખાનગી નોકરીમાં કામ કરતા લાખો કર્મચારીઓની છે. તેમનું કહેવું છે કે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળે છે. જ્યારે બજારમાં ફુગાવો વધે છે, ત્યારે તેમનો પગાર પણ વધે છે. પરંતુ ખાનગી કર્મચારીઓનો પગાર માત્ર અપ્રેઝલના સમયમાં જ વધે છે. ગયા વર્ષે કોરોનાને કારણે કોઈ અપ્રેઝલ મળ્યુ ન હતું. તેથી બે વર્ષથી પગારમાં કોઈઆ વધારો થયો નથી. જ્યારે પેટ્રોલ અને એલપીજીના ભાવ આસમાને પહોંચ્યા છે.

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version