કેલ્શિયમની ખામી આજકાલ લોકોમાં સામાન્ય બની છે. હાડકા અને દાંતને મજબૂત કરવા માટે કેલ્શિયમ જરૂરી બને છે. તેની ખામીથી અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. શરીરમાં કેલ્શિયમની ખામી હોવાથી હાડકા પણ નબળા બને છે અને તેની ખામીથી નખ પણ નબળા પડે છે. તેની ખામી અનેક પ્રકારની સમસ્યાઓને જન્મ આપી શકે છે.

કેલ્શિયમ શરીરને માટે જરૂરી છે. આ હાડકાને મજબૂત કરે છે અને સાથે બાળકોના શરૂઆતના વિકાસ અને માંસપેશીને મજબૂત કરવામાં મદદ કરે છે. ડેરી ફૂડ્સ કેલ્શિયમના સારા સ્ત્રોત છે. આ સિવાય અનેક અન્ય ચીજોમાં આ ભરપૂર પ્રમાણમાં મળે છે. તમે પણ કેલ્શિયમની ખામીથી હેરાન થઈ રહ્યા છો તો આ ચીજોને ડાયટમાં સામલ કરવા જરૂરી છે.
આમળા

આમળામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આ શરીરની ઈમ્યુનિટી પાવરને પણ વધારે છે. આમળામાં એન્ટીઓક્સીડન્ટના ગુણ હોય છે. જે શરીરને ઈન્ફેક્શનથી બચાવી રાખવામાં મદદ કરે છે.
કીવી

કીવીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેમાં વિટામીન સી પણ હોય છે. એવામાં તેના સેવનથી શરીરમાં કેલ્શિયમની ખામી દૂર થાય છે. નારંગીમાં પણ કેલ્શિયમ વધારે હોય છે સાથે તેમાં વિટામીન સી પણ મળે છે.
ડ્રાય ફ્રૂટ્સ

મેવા શરીરમાં કેલ્શિયમની ખામીને દૂર કરે છે. મુનક્કા, કિશમિશ, બદામ, પિસ્તા, અખરોટ અને તરબૂજના બીજમાં કેલ્શિયમ મળે છે. આ સિવાય અજમો, જીરું, હીંગ, લવિંગ, ધાણા, કાળા મરીમાં પણ કેલ્શિયમ હોય છે.
લીલા શાક

લીલા શાકમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. માટે કોબીજના પાન, અળવીના પાન, મેથી, મૂળાના પાન, ફૂદીનો, ઘાણા, કોથમીર, કાકડી, ગુવાર, ગાજર અને ભીંડાને ડાયટમાં સામેલ કરો.
દૂધથી બનેલી ચીજો

દૂધ તો દરેક વ્યક્તિ ઉપયોગમાં લે છે. આ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આ સિવાય દૂધથી બનેલા દરેક પદાર્થો જેમકે દહીં, છાશ, માખણ, ઘી, પનીર, ચીઝ વગેરેમાં પણ ભરપૂર કેલ્શિયમ હોય છે.
રાજમા

રાજમામાં વધારે કેલ્શિયમ હોય છે. એટલું જ નહીં તમે તમારું પાચન સારું રહે તે માટે રાજમાનો ઉપયોગ કરી શકો છો તો રાજમાને રાતભર પાણીમાં પલાળીને રાખો અને સવારે બનાવીને ખાઓ.
ફળ

કેટલાક ફળોમાં કોલ્શિયમ હોય છે. આ માટે તમે નારંગી, અનાનસ, કેળા, અવોકાડો, કીવી, અંજીર, ખજૂર અને શેતૂરને ડાયટમાં સામેલ કરો.
ફાડા

ફાડાને નાસ્તા માટે સૌથી હેલ્ધી માનવામાં આવે છે કેમકે તેમાં વિટામિન અને ફાઈબરનું પ્રમાણ વધારે રહે છે. ફાડા કેલ્શિયમનો એક સારો સ્ત્રોત પણ છે. અનેક સ્વાસ્થ્ય સંબંધી ગુણોથી ભરપૂર હોય છે. તેને ખાવાથી શરીરમાં કેલ્શિયમની ખામી પૂરી થાય છે.